Latest Posts:

ઘણા great એક્ટર્સની એક્ટિંગ અમુક ફિલ્મોમાં એકદમ natural હોય છે, અમુક ફિલ્મોમાં સારી કહેવાય તેવી હોય છે, તો અમુક ફિલ્મોમાં એવરેજ હોય છે. આ variations નું એક મોટું કારણ ડિરેક્શન પણ છે.

એક્ટર્સનું કામ છે એક્ટિંગ કરવી, અને તેમાં પોતાનું best આપવું. પણ અલગ અલગ ડિરેક્ટર્સ એક્ટર્સને અલગ અલગ ફિલ્મોમાં ડિરેક્ટ કરતા હોય છે, જેથી તેમની ડિરેક્શન સ્ટાઈલનો ફર્ક પડી જાય છે, અને તેના લીધે એક્ટર્સની એક્ટિંગ perform માં પણ ખુબ મોટો ફર્ક પડી જતો હોય છે.

એક્ટર્સ પાસેથી તેમની best એક્ટિંગ કઢાવવી તે એક art અને techniques છે

એક્ટર્સ પાસેથી તેમની best એક્ટિંગ કઢાવવી તે એક art અને techniques છે, અને એક professional એક્ટર્સ તેને ખુબ સારી રીતે જાણતા હોય છે, કારણ કે તેમાં અલગ અલગ પ્રકારના અને nature ધરાવતા એક્ટર્સ સાથે mentally, emotionally અને physically તેમની સાથે deal કરવાની હોય છે, અને આ એક અલગ પ્રકારનું ડિરેક્શન છે. એક્ટર્સને ડિરેક્ટ કરવા તે એક અલગ કામ છે.

એક્ટિંગ perform બાબતે એક્ટર્સ બે પ્રકારના હોય છે

એક્ટિંગ perform બાબતે એક્ટર્સ બે પ્રકારના હોય છે જેમ કે, (1) એક જેમને એક્ટિંગનો સારો અનુભવ હોવાથી એક્ટિંગ requirement અને તેનું importance યોગ્ય રીતે પૂરું સમજીને ત્યારબાદ એક્ટિંગ કરે છે. (2) જયારે બીજા પ્રકારના એક્ટર્સ બધું જાતે સમજી નહી શકે, પણ તમે જેમ કહેશો તેવી એક્ટિંગ કરી શકશે.

પહેલી category ના એક્ટર્સની એક્ટિંગ perform પાછળ તમારે મહેનત ઓછી કરવી પડશે, તેમને તમારી requirement સમજાવવી ઓછી પડશે, આ એક્ટર્સ પોતાના તરફથી improvisation પણ આપી શકશે.

જયારે બીજી category ના એક્ટર્સને તમારે તમારી requirement ખુબ સારી રીતે સમજાવવી પડશે, કદાચ ક્યારેક તેઓ સારી રીતે સમજ્યા પણ નહી હોય જેથી તમારી મહેનત વધશે, પણ આખરે તમારી requirement મુજબ એક્ટિંગ કરી લેશે, પણ તેઓ કદાચ એટલું improvisation નહી આપી શકે.

ફિલ્મમાં એક્ટર્સને ડિરેક્ટ કેવી રીતે કરવા? એક્ટર્સની best એક્ટિંગ કેવી રીતે કઢાવવી?

આ blog માં એક્ટર્સને ડિરેક્ટ કેવી રીતે કરવા? એક્ટર્સ પાસેથી તેમની best એક્ટિંગ કેવી રીતે કઢાવવી? એક્ટર્સને કેવી રીતે guide કરવા? તે દરેક points ઉપર જાણીએ અને સમજીએ.

13 Tips and Techniques – for directing actors on shoot

01. એક્ટર્સને 100% preparation કરાવીને જ તેમને શૂટ ઉપર લઇ જાઓ

એક્ટર્સને workshop દરમ્યાન પુરતી preparation કરાવીએ જ તેમને શૂટ ઉપર લઇ જાઓ, જેથી તેઓ પોતાના character અને તે સિવાય પણ દરેક બાબતે clear બને, તેમના mind માં કોઈ confusion ના રહે, શૂટ દરમ્યાન તેમને વારંવાર instructions આપવાની જરૂર ના રહે. અને તેઓને કેવી રીતે કામ કરવું છે તેના વિષે એકદમ clear mind રહે.

ફિલ્મનું શૂટ શરુ થતા પહેલા એક્ટર્સ એકદમ clear mind હોવા જોઈએ, જેથી તેમનું complete focus ફક્ત એક્ટિંગ ઉપર જ રહે અને પોતાનું best આપી શકે.

02. શૂટ દરમ્યાન એક્ટર્સને વધુ wait ના કરાવો

સીન શરુ કરવા માટેનો જે ચોક્કસ ટાઈમ હોય તેના 2 કલાક પહેલાની જ એક્ટર્સને call sheet આપો, ઘણી વાર એવું થતું હોય છે કે, એક્ટર્સ શૂટ ઉપર આવીને બેસી રહે છે, અને એક ચોક્કસ ટાઈમ પછી તેઓ ધીમે ધીમે કંટાળવા લાગે છે, અને ત્યારબાદ જેમ જેમ ટાઈમ જાય તેમ તેમ તેમનો ઉત્સાહ અને energy ધીમે ધીમે ઓછી થવા લાગે છે. ઉપરથી શૂટ દરમ્યાન તેમના mind ને distract કરનાર અનેક પરિબળો હોય છે.

આવી પરિસ્થિતિમાં તેઓ એક્ટિંગ તો કરી લેશે પણ તે એક્ટિંગ તેમની best નહી હોય, તેમાં તેમનું 100% નહી હોય. માટે એક્ટર્સને શૂટ દરમ્યાન વધુ wait ના કરાવો અને રાઈટ ટાઈમે જ call-sheet આપો.

03. એક્ટર્સને તેમના character ના નામથી બોલાવો

શૂટ દરમ્યાન એક્ટર્સ જેટલો ટાઈમ character ની અંદર રહેશે, તેઓ એટલી સારી એક્ટિંગ કરી શકશે. માટે એક્ટર્સને તેમના character ના નામથી બોલાવો, ખાસ કરીને શૂટ દરમ્યાન, જેથી તેઓ ફિલ્મના એક character છે તેવું તેમને strongly feel થાય.

04. સીન શરુ થતા પહેલા તેમને clear inform કરો

સામાન્ય રીતે દરેક ડિરેક્ટર સીન શરુ થતા પહેલા એક્ટર્સને basic information આપતા જ હોય છે, છતાં પણ આ point ને ખાસ ધ્યાનમાં રાખીને અમુક બાબતો તેમને પહેલથી જ જણાવો, શૂટિંગ દરમ્યાન કોઈપણ નવો શોટ શરુ કરતા પહેલા એક્ટર્સને તે શોટ વિશેની જરૂરી દરેક information આપો.

જેમ કે, કેમેરા ક્યા પ્લેસ છે, કેમરા movement કેવી થશે, કેમેરા એન્ગલ ક્યારે change થશે વગેરે. જેથી તેઓ વધુ prepare રહે.

05. એક્ટર્સ પાસેથી હંમેશા real, natural એક્ટિંગ જ કરાવો

બોલીવુડ અને હોલીવુડની ફિલ્મોમાં એક્ટિંગનો different એ છે કે હોલીવુડમાં natural એક્ટિંગ પર વધુ ભાર મુકવામાં આવે છે, બોલીવુડની કોઈ પણ ફિલ્મમા કદાચ તમને કોઈ એક્ટર ઓવર એક્ટિંગ કરતુ દેખાઈ આવશે, પણ હોલીવુડની ફિલ્મોમાં તમને એવો એક પણ એક્ટર નહીં મળે, કારણ કે હોલીવુડની ફિલ્મોમાં natural એક્ટિંગ જ થાય છે.

For example, (1) બોલીવુડ ફિલ્મોમાં એક્ટર્સ જયારે ડાઇનિંગ ટેબલ પર જમતા હોય ત્યારે મોટા ભાગના સીન real લાગતા નથી, અને આ ઓછું હોય તેમ જમવા કરતા તેઓ વારંવાર પાણી પીવે છે, જે વધુ fake લાગે છે. જયારે હોલીવુડની ફિલ્મોમાં એક્ટર્સ જયારે જમતા હોય તે સીન એકદમ natural લાગે છે.

(2) બોલીવુડ ફિલ્મોમાં એક્ટર્સ જયારે તેઓએ કોઈ સામાનની બેગ ઉંચકી હોય છે ત્યારે પણ મોટા ભાગે ખુબ આસાનીથી  દેખાઈ આવે છે કે બેગ almost ખાલી છે, તેમાં કોઈ ખાસ વજન નથી.

(3) એક ટીવી સીરીયલની પ્રોમોમાં એક એક્ટરને પાછળથી અન્ય એક્ટ્રેસ તેનો હાથ પકડે છે, ત્યારે એક્ટર સૌથી પહેલા તેના પકડેલ હાથ તરફ જુવે છે, અને પછી ઉંચે જોઇને તે એક્ટ્રેસ તરફ જુવે છે, જયારે real માં જયારે કોઈ હાથ પકડે ત્યારે તેનું ધ્યાન હાથ પકડનાર વ્યક્તિ તરફ જવું જોઈએ.

આ બધી એવી ભૂલો છે જેમાં ખાસ ધ્યાન નથી અપાતું, પણ professional ડિરેક્ટરનું કામ એ છે કે કોઈ પણ situation માં એક્ટર્સ પાસે બને તેટલી real અને natural એક્ટિંગ કઢાવવી.

06. એક્ટર્સને expression અને reactions પાછળ વધુ મહેનત કરાવો

Real અને natural એક્ટિંગમાં એક્ટર્સના expressions અને reactions સૌથી મોટો ભાગ ભજવે છે, માટે આ બંને જેટલા perfect હશે તેટલી તેમની એક્ટિંગ natural લાગશે. જયારે કોઈ એક એક્ટર dialogues બોલે ત્યારે dialogues સાથે તેના expression, અને તે dialogues ઉપર બીજા એક્ટર્સના જરૂરી reactions પણ એટલા જ real હોવા જોઈએ.

અથવા કોઈ નાની ઘટના પણ બને તો તેમાં પણ દરેક એક્ટર્સના reactions હોવા જોઈએ, ફિલ્મના dialogue પ્રમાણે જો એક્ટર્સના expression અને reactions મળતા હોય તો એકદમ real લાગે છે, અને main thing કે expression અને reactions બંને natural હોવા જોઈએ.

જો એક્ટર્સ strong હશે તો તેના expression અને reactions natural લાગશે અને weak એક્ટર્સ હશે તો તેના expression અને reactions ઓવર એક્ટિંગ લાગશે, heavy melodrama કરતા reality વધુ બતાવવામાં આવે છે.

ખાસ કરીને close-up shot દરમ્યાન એક્ટર્સના ચહેરાના expression અને reactions ખુબ જલ્દી એટલે કે micro second માં જ ઓળખાઈ જાય છે, માટે એક્ટર્સને તેની પાછળ વધુ મહેનત કરાવો.

07. થીયેટરનાં એક્ટર્સની એક્ટિંગને ફિલ્મ એક્ટિંગમાં convert કરાવો

થીયેટરનાં એક્ટર્સને મોટાભાગે એક્ટિંગનો અનુભવ હોય જ છે. પણ સાથે સાથે તેમની સંપૂર્ણ એક્ટિંગમાં એક પ્રકારની loudness પણ ચોક્કસ હશે જ, અને તે પણ તેમના થીયેટરના અનુભવનો એક ભાગ હોય છે. મોટાભાગના થીયેટર એક્ટર્સમાં આ loudness થોડી ઘણી હોય જ છે, માટે ફિલ્મમાં એક્ટિંગ માટે તમારે આ loudness ને દુર કરવી પડશે, જે જલ્દી નહી જાય, તેમાં થોડો ટાઈમ ચોક્કસ લાગશે.

આ સિવાય થીયેટર એક્ટિંગ અને ફિલ્મ એક્ટિંગ તે બંનેનો ફર્ક તેમને સમજાવવો પડશે, અને ત્યારબાદ તેમને ફિલ્મ એક્ટિંગ મુજબ ઢાળવા પડશે.

08. એક્ટર્સને પોતાના તરફથી improvisation ની છૂટ આપો

એક્ટરનું કામ ફક્ત ડિરેક્ટરની instructions ને blindly follow કરવાનું જ નથી, પણ તે સિવાય પોતાના તરફથી પણ એક્ટિંગમાં અમુક પ્રકારનું improvisation આપવાનું છે. માટે એક્ટર્સને પોતાના તરફથી improvisation કરવા માટે પુરેપુરી છૂટ આપો, બની શકે કે તેઓ કદાચ તમારી expectation કરતા પણ વધુ સારું perform આપી શકે.

એક્ટિંગ અને dialogues માં improvisation કરવાની છૂટ આપો અને જુવો કે તે improvisation best છે કે નહિ, છેલ્લે તો ડિરેકટરે જ બધું નક્કી કરવાનું છે કે તેમનું આ improvisation ખરેખર જરૂરી છે કે નહી.

09. એક્ટર્સને શૂટ દરમ્યાન monitor screen થી દુર રાખો

એક્ટર્સને બને ત્યાં સુધી શૂટ દરમ્યાન monitor screen થી દુર રાખો, તેમને તેમની એક્ટિંગના વિડિઓ ના બતાવો, કારણ કે ઘણી વાર એક્ટર્સ પોતે વિડિઓ જોવાથી તેમનું ધ્યાન તેમની એક્ટિંગ કરતા તેમના look ઉપર વધુ પડતું હોય છે. અને જો એક્ટર્સ એમ વિચારશે કે તેઓ એક્ટિંગ કરતી વખતે કેવા લાગી રહ્યા છે તો પછી તેમનું એક્ટિંગ ઉપરનું focus હટી શકે છે.

10. જરૂર લાગે ત્યાં એક્ટર્સને પૂછતાં રહો

શૂટ દરમ્યાન ખાસ કરીને ફ્રેશ એક્ટર્સને પૂછતાં રહો કે, are you ready? તેઓ comfortable છે? અથવા કોઈ problem? તે સિવાય અન્ય નાની મોટી બાબતો પણ ચોક્કસ પૂછો, કારણ કે ઘણી વાર ફ્રેશ એક્ટર્સ કંઈપણ કહેતા અચકાતા પણ હોય છે. આવા ટાઈમે તમે કંઇક પૂછશો અને તેઓને ખરેખર કંઇક genuine problem હોય તો તેનું solution નીકળી શકે છે.

ક્યારેક ક્યારેક જો આ પ્રકારના પ્રશ્નો બસ એમજ casually પૂછતાં રહેશો તો તેમના મનની સ્થિતિ અને mood વિષે પણ જાણવા અને સમજવા મળશે.

શૂટ દરમ્યાન અનેક કારણોના લીધે ઘણી વાર એક્ટર્સ પોતાની માનસિક સ્થિતિને દબાવીને કામ કરતા હોય છે, જેનાથી તેમની એક્ટિંગ ઉપર ચોક્કસ અસર પડી શકે છે. આવામાં જો તેમનો problem હલ થાય તો તેઓ વધુ સારી રીતે કામ કરી શકે છે.

11. એક્ટર્સ ઉપર pressure કરવાના બદલે તેમને inspire કરો confidence વધારો

શૂટ દરમ્યાન એક્ટર્સને તેમના એક્ટિંગ perform અથવા કોઈપણ અન્ય બાબતે તેમના ઉપર pressure કરવાના બદલે, તેમને તે કામ માટે inspire કરો અને તેમનો confidence વધારવાનું કામ કરશો તો તેનાથી result better અને વધુ positive આવશે. કારણ કે pressure કરવાથી મોટાભાગે કામ હંમેશા બગડે છે. અહી ડિરેક્ટર તરીકે તેમને mentally હેન્ડલ કરવાના છે.

કોઈપણ advise, instruction ને બસ એમજ follow કરાવવા કરતા તેમને તે સમજાવી દો, કોઈપણ advise, instruction ને 100% સમજી લીધા પછી તેઓ વધુ સારું આપી શકે છે.

12. જરૂર લાગે ત્યાં એક્ટર્સને praise પણ કરો

એક્ટર્સ જ્યાં એકદમ સારું preform કરે ત્યારે તેમને praise પણ કરો, ખાસ કરીને ફ્રેશ એક્ટર્સને, જેથી તેમનો ઉત્સાહ અને confidence વધે, અને તેઓ વધુ સારું કામ કરવા માટે inspire થાય. પણ સાથે સાથે આ praise જરૂર હોય ત્યાં જ અને લીમીટમાં જ કરો, નહી તો તેઓ over confident પણ બની શકે છે.

13. એક્ટર્સને એક સાથે ઘણી બધી advice, instructions ના આપો

કોઈપણ એક્ટર્સને એક સાથે ઘણી બધી advice, instructions ના આપો. એક સાથે વધુ instructions આપવાથી તેઓ દરેક instructions ને proper સમજી નહી શકે. જયારે જરૂર પડે ત્યારે જ તેમને અમુક advice આપો. અને તે પણ શૂટ પહેલા જ કારણ કે શૂટ દરમ્યાન કદાચ તેઓ સમજશે નહી તો તેમની confusion વધશે.

શૂટ દરમ્યાન તેમને વધુ advice નાં આપો કારણ કે એક્ટિંગ કરતી વખતે તેમનું mind જેટલું ખાલી હશે તેટલું character વધુ સારું નિભાવી શકશે.

Conclusion

એક્ટર્સ પાસેથી best એક્ટિંગ perform કઢાવવું તે ડિરેક્ટરની સૌથી મોટી responsibilities માંથી એક છે, અને કોઈપણ વ્યક્તિ પાસેથી તેનું best કઢાવવું એક હકીકતમાં એક art છે, જે તમારી અંદર હોવી જોઈએ, અને સાથે સાથે તે એક technique પણ છે, જે એક ડિરેક્ટર સારી રીતે જાણતા હોવા જોઈએ.

Note: This blog and all text content has been copyright by author, under the Indian copyright act.

Author

Hey there, I am Rahul... Watching movies, and Film direction is my real passion... I share my thoughts by writing blog about Film direction, Filmmaking and Acting @ GujaratiFilmmaking.com and Gujarati Film Review & Analysis @ GujaratiFilmreview.com

Write A Comment