એક્ટિંગ એટલે શું? કોઈના માટે એક્ટિંગ એ ફક્ત શોખ હોય છે, કોઈના માટે profession છે, તો કોઈના માટે passion હોય છે, પણ આ passion કઈ હદ સુધીનું હોઈ શકે?
એક એક્ટર ફિલ્મમાં તેના character ને સમજવા માટે, તે character ને અનુરૂપ પોતાને ઢાળવા માટેની તૈયારીઓ કરવા માટે અને તે character ની લાઈફ જીવવા માટે ક્યાં સુધી તૈયારી કરી શકે છે? અને કઈ હદ સુધી જઈ શકે? આ બધા જ પ્રશ્નોના જવાબ જોઈતા હોય તો ડેનિયલ ડે લુઇસ વિષે જાણો.
અથવા કોઈ પણ એક્ટર એક મહાન એક્ટર ક્યારે બની શકે? એક મહાન એક્ટરમાં ક્યાં ક્યાં ગુણો હોય છે? જેથી તે મહાન કહેવાય છે? હકીકતમાં એક્ટિંગ કોને કહેવાય? તે જાણવા માટે પણ સૌથી પહેલા ડેનિયલ ડે લુઇસને જાણો.
ડેનિયલ ડે લુઇસ

1957 માં ઇંગ્લેન્ડમાં જન્મેલા ડેનિયલ ડે લુઇસ હોલીવુડના legend એક્ટર છે, જેઓ ”મેથડ એક્ટિંગ” ના pioneer છે, ‘મેથડ એક્ટિંગ” દ્વારા જ characters ભજવવાની તેમની વિશેષતાના કારણે તેમની ગણતરી દુનિયાના સૌથી અલગ પ્રકારના એક્ટરમાં તરીકેની થાય છે.
મેથડ એક્ટિંગ અથવા મેથડ એક્ટર્સનું નામ આવે ત્યારે માર્લોન બ્રાન્ડો અને રોબર્ટ ડી નીરોનું નામ ચોક્કસ આગળ આવે. કારણ કે તે બંને એક્ટર્સ ડેનિયલ કરતા સીનીયર છે. પણ ડેનિયલે દુનિયા અન્ય એક્ટર્સને પોતાની અલગ રીત દ્વારા શીખવાડ્યું કે મેથડ એક્ટિંગ એટલે શું? અને મેથડ એક્ટિંગ કેવી રીતે થઇ શકે?
ડેનિયલની ફિલ્મો સામાન્ય audience માટે નથી હોતી
આ great એક્ટર વિષે હોલીવુડની ફિલ્મો જોનાર audience પણ ખુબ જ ઓછું જાણે છે, કારણ કે ડેનિયલની ફિલ્મો સામાન્ય audience માટે નથી હોતી, સામાન્ય audience એટલે હોલીવુડની કોમર્શીયલ અને મસાલા ફિલ્મોના શોખીન માટે નથી હોતી. જેના કારણે Indian audience તેમની વિષે ખાસ જાણકાર નથી..
તેમની મોટાભાગની ફિલ્મો હિસ્ટ્રી, પીરીયડ, ડ્રામા અને real incident ઉપર આધારિત છે, જેથી તેમની ફિલ્મો હકીકતમાં જોવા કરતા જાણવા અને સમજવા લાયક વધુ હોય છે. આપણે audience તરીકે હજી હોલીવુડની આ પ્રકારની અમુક great ફિલ્મો સુધી પહોચ્યા જ નથી.
હોલીવુડ અને બોલીવુડના અનેક ડિરેક્ટર્સ અને એક્ટર્સ તેમના fan છે
ડેનિયલ કદાચ એકમાત્ર એવા એક્ટર છે જેમના ફેન સામાન્ય વ્યક્તિઓ નહી પણ અન્ય એક્ટર્સ છે. તેઓ audience કરતા પણ અન્ય એક્ટર્સમાં અને મીડિયામાં વધુ popular છે.
તેમની મેથડ એક્ટિંગ, તેમની character માટેની preparations અને ખાસ કરીને character માં ઉતરવાની સૌથી અલગ મેથડના કારણે હોલીવુડમાં ટોમ હેન્કસ, લિઓનાર્દો ડી કેપ્રિયો જેવા અનેક એક્ટર્સના તેઓ રોલ મોડેલ છે. બોલીવુડમાં રાજ કુમાર રાવ પણ તેમને પોતાના આદર્શ માને છે.
જયારે સ્ટીવન સ્પીલબર્ગેથી લઈને માર્ટિન સ્કોર્સસે જેવા અનેક ડિરેક્ટર્સના તે ફેવરિટ એક્ટર છે. કોઈપણ ડિરેક્ટર્સને પોતાની ફિલ્મ માટે એક્ટર તરીકે ડેનિયલ મળી જાય તો તેમના માટે તેનાથી વધારે કંઇ જ નથી, તેવુ સ્ટેટ્સ ડેનિયલ ધરાવે છે.
ડેનિયલ શા માટે દુનિયાના અન્ય એક્ટર્સ કરતા સૌથી અલગ છે?

સૌથી પહેલા કોઈપણ વ્યક્તિનું talent, ત્યાર બાદ તેને પોતાની ફિલ્ડમાં કરેલી મહેનત, અને છેલ્લે તેના records અને તેને મેળવેલા achievements દ્વારા તેની મહાનતા નક્કી થતી હોય છે. ડેનીયલે આ બધીજ બાબતોમાં દુનિયાના અન્ય એક્ટર્સને ખુબ પાછળ રાખીને ખુબ આગળ નીકળી ગયા છે.
ડેનિયલ અન્ય એક્ટર્સ કરતા સૌથી અલગ છે, તેના અનેક કારણો છે. (1). સૌથી પહેલા તો ફિલ્મો પસંદ કરવા માટેના તેમના નિયમો. (2). ત્યારબાદ character ની preparations માટેની તેમની અઘરી મહેનત. Character માં ઉતરવાની તેમની સૌથી અલગ મેથડ. (3). એક્ટિંગ કેરિયર માટે તેના સૌથી અલગ goal અને vision, જેમકે…
ફક્ત અઘરા અને challenging characters નિભાવવા
જે character સૌથી અલગ હોય, historical અથવા કોઈ વ્યક્તિની biopic હોય, character challenging હોય, અને તેને નિભાવવું ખુબ અઘરું હોય તોજ character નિભાવવા માટે તૈયાર થવું.
જે character નિભાવવા માટે અંદરથી feeling ના થાય તે કોઈપણ કિંમતે નિભાવવું નહી
પોતાને જે ફિલ્ડમાં passion છે, તે ફિલ્ડમાં અને કામ કરવું તો ફક્ત unique અને challenging કરવું, નહી તો બિલકુલ ના કરવું. અને જે કામ માટે દિલ ના કરે અથવા માટે અંદરથી feeling ના થાય, તે કામ ક્યારેય અને કોઈપણ કિંમતે નહી કરવું. આવી thinking દુનિયાના ફક્ત અમુક લોકો જ ધરાવતા હોય છે, અને ડેનિયલ તેમાંથી એક છે.
જો character strong ના હોય તો કોઈપણ ડિરેક્ટર્સની ફિલ્મ reject કરી દેવી
જો ફિલ્મનું character strong ના હોય તો ગમે તે ડિરેક્ટરની ફિલ્મ પણ reject કરવી. કોઈપણ મોટા ડિરેક્ટરની ફિલ્મ મેળવવી તે કોઇપણ એકટર્સનું એક dream હોય છે, પણ આવા અનેક મોટા ડિરેક્ટર્સની અનેક મોટી ફિલ્મો ડેનિયલે આસાનીથી અને પુરા respect થી reject કરી દીધી છે.
જ્યાં સુધી પસંદગીનું character ના મળે તો વર્ષો સુધી ફિલ્મોમાં કામ ના કરવું
જો પસંદગીનું character ના મળે તો વર્ષો સુધી ફિલ્મોમાં કામ ના કરવું. ડેનિયલે પોતાની કેરિયરમાં બે વાર 5 વર્ષનો ગેપ રાખ્યો હતો, 1997 થી 2002 અને 2012 થી 2017. અન્ય કોઈપણ એક્ટર્સ આવી હિમ્મત ના કરી શકે કારણ કે તેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દુર થઇ જવાનું સૌથી મોટું જોખમ છે.
આજે કોઈપણ એક્ટર્સ જો એક બે વર્ષ કોઈ ફિલ્મમાં કામ ના કરે તો audience અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી તેને ભૂલવા લાગે છે. પણ આ નિયમ ડેનિયલ માટે લાગુ નહોતો પડતો.
ફક્ત મેથડ એક્ટિંગ દ્વારા જ કોઈપણ character નિભાવવું
(1). કોઈપણ ફિલ્મ સ્વીકાર્યા બાદ તે character ની અલગ અલગ preparation માટે અમુક વર્ષનો ટાઈમ લેવો. (2). તે character ની નાનામાં નાની વિગતો જાણવી, તેના વિષે research અને analysis કરવું, character માટેની 100% preparation કરીને, અને character માં પૂરે પુરા સેટ થયા બાદ તેને નિભાવવા માટે તૈયાર થવું. (3). જ્યાં સુધી ફિલ્મનું પૂરું શૂટિંગ ખત્મ ના થાય ત્યાં સુધી ફક્ત character માં જ રહેવું.
ડેનિયલના આ નિયમો હતા, 1988 બાદ તેમની ફિલ્મ The Unbearable Lightness of Being પછી તેમને પોતાના આ નિયમો ઉપર જ કામ કર્યું છે.
ડેનિયલ ત્રણ વાર best લીડ એક્ટર્સનો academy એવોર્ડ જીતનાર એકમાત્ર મેલ એક્ટર છે

“એકેડમી એવોર્ડ્સ” એટલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો most prestigious અને significant એવોર્ડ, જેને “ઓસ્કાર” પણ કહેવાય છે. ફિલ્મની અલગ અલગ કેટેગરીમાં કોઈપણ વ્યક્તિ આ એવોર્ડ મેળવી લે એટલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું સૌથી મોટું achievements, તેના પછી તેમને બીજું કંઇજ મેળવવાની જરૂરી નથી.
હોલીવુડના દરેક એક્ટર્સનું સૌથી મોટું સપનું હોય છે કે તે “એકેડમી એવોર્ડ્સ” જીતે. ડેનિયલ હોલીવુડમાં એવા પહેલા મેલ એક્ટર છે, જેને લીડ એક્ટર તરીકે best એક્ટરનો એકેડેમી એવોર્ડ ત્રણ વાર મેળવેલ છે. પહેલી વાર My Left Foot (1989) બીજી વાર There Will Be Blood (2007) અને ત્રીજી વાર Lincoln (2012). અને બે વાર નોમિનેટ થયેલ છે.
ફક્ત 21 ફિલ્મોમાં 3 academy એવોર્ડ્સનો રેકોર્ડ
ડેનિયલે 46 વર્ષની કેરિયરમાં, કુલ 21 ફિલ્મોમાંથી 3 વાર બેસ્ટ લીડ એક્ટરના academy એવોર્ડ્સ જીત્યા છે. સૌથી ઓછી ફિલ્મોમાં સૌથી વધુ બેસ્ટ લીડ એક્ટરના academy એવોર્ડ્સનો તેમનો એક રેકોર્ડ છે.
અને તે હોલીવુડ છે, જ્યાં આપણા બોલીવુડની જેમ એવોર્ડ નથી અપાતા કે નથી ખરીદી શકતા, કે નથી તેમાં લાગવગ ચાલતી, ત્યાં ફક્તને ફક્ત એક્ટરની એક્ટિંગ perform ઉપર એવોર્ડ અપાય છે.
46 વર્ષની કેરિયરમાં ફક્ત 21 ફિલ્મ કરી અને 80 ફિલ્મ reject કરી
ફિલ્મના character પસંદ કરવામાં ડેનિયલ એટલા બધા choosy હતા કે તેમને 1971 થી 2017, કુલ 46 વર્ષની કેરિયરમાં તેમણે ફક્ત 21 ફિલ્મોમાં કામ કર્યું છે, અને સામે 80 જેટલી ફિલ્મો reject કરી. કદાચ સૌથી વધુ ફિલ્મ reject કરવાનો પણ તેમનો રેકોર્ડ હશે.
Character પસંદ કરવામાં તેઓ માર્લોન બ્રાન્ડોને પણ ખુબ પાછળ રાખ્યા છે, માર્લોન બ્રાન્ડોએ 51 વર્ષની તેની કેરિયરમાં 42 ફિલ્મો જ કરી હતી.
ડેનિયલે ફિલ્મના characters માટે કરેલ અલગ અલગ planning અને preparation

કોઈપણ character નિભાવવા અને character માં ઉતરવા માટે તેઓ જે પ્રકારના passion અને madness સાથે planning અને preparation કરતા, તેવી method હજી સુધી બીજા કોઈ એક્ટર્સે follow કરવાની વાત તો દુર રહી પણ વિચારી પણ નહીં હોય. તેમની આ તૈયારીઓ વિષે ટૂંકમાં જાણીએ.
(1). ફક્ત quality ફિલ્મો જ કરવી, બે ત્રણ વર્ષે એક ફિલ્મ select કરવી. (2). ફિલ્મ select કર્યા પછી અમુક વર્ષ સુધી તેના character ને study, analysis કરવું, જો historical character હોય તો તેના વિષે જાણવા અનેક books વાંચવી અને તેના વિષે research કરવું. ત્યારબાદ તે character માં ઉતરવા માટેનીની અલગ અલગ તૈયારીઓ પાછળ અઘરી મહેનત કરવી.
(3). Character જે પ્રકારની લાઈફ જીવતો હોય તેવી જ લાઈફ જીવવી. (4). Character જે વર્ક કરતુ હોય તે profession શીખવા માટે તે જોબ કરવી. આટલા પ્રકારની અઘરી તૈયારીઓ કર્યા પછી ફિલ્મનું શૂટ માટે તૈયાર થવું.
(5). શૂટિંગ દરમ્યાન ફિલ્મમાં તે character જે ગેટઅપ અને જે વાતાવરણમાં રહેતો હોય તેવો જ ગેટઅપ અને તેવું જ વાતાવરણ બનાવીને ફેમિલીથી દૂર રહેવું. (6). જ્યાં સુધી ફિલ્મ પુરી ના થાય ત્યાં સુધી તે character માં જ રહેવું અને તેની લાઈફ જ જીવવી.
(7). ભૂલથી પણ તે character ની બહાર ના નીકળી જવાય તે માટે ફિલ્મ પુરી ના થાય ત્યાં સુધી બહારના કોઈ વ્યક્તિના contact માં રહેવું નહીં, અને તેમને મળવું પણ નહીં. (8). ફિલ્મ પુરી થાય એટલે ફિલ્મી દુનિયાથી એકદમ અલગ થઈને ફરી પાછા ફક્ત ડેનિયલ તરીકે ફેમિલી સાથે લાઈફ જીવવી.
એક એક્ટર તરીકેની તેમની આ professional life છે. એક્ટિંગની આ રીતેને simple language માં “મેથડ એક્ટિંગ” કહેવાય છે.
ફિલ્મના સેટ પર ડેનિયલ નહી પણ ફિલ્મના character તરીકે જ જોવા મળતા
ફિલ્મ શૂટ શરુ થાય ત્યાં સુધીમાં ડેનિયલે character માટેની એલટી બધી તૈયારીઓ કરીને પોતાને એટલા બધા prepare કરી લીધા હોય કે શૂટિંગમાં તેઓ character માં નહીં પણ character તેમનામાં પ્રવેશી ગયું હોય તેવું ફિલ્મના દરેક વ્યક્તિને લાગે.
My Left Foot (1989) ના ડિરેક્ટર જિમ શેરિડન કહે છે કે ડેનિયલને એક્ટિંગ કરવી ગમતી જ નથી. ડેનિયલ જે તે character ની એક્ટિંગ નથી કરતા, પણ તે character જ બની જાય છે. ફિલ્મ જ્યાં સુધી પુરી ના થાય ત્યાં સુધી એવું ના લાગે કે તેઓ એક એક્ટર છે, પણ એવું લાગે કે તેઓ ફિલ્મના character જ છે.
ડેનિયલની એક્ટિંગ કરવા માટેની આ techniques સૌથી અલગ અને unique હતી
ડેનિયલની આ એક્ટિંગ techniques સૌથી અલગ અને unique તો હતી જ, પણ સાથે સાથે તે અન્ય એક્ટર્સ માટે પણ અનેક example આપી શકે તેવી હતી. પણ તેને completely follow કરવાનું અન્ય એક્ટર્સ માટે possible નહતું, કારણ કે ડેનિયલે આ techniques અપનાવવામાં અનેક પ્રકારના જોખમો રહેલા છે.
ડેનિયલની method technique ને હોલીવુડમાં ખુબ seriously લેવામાં આવતી હતી
સામાન્ય રીતે જો તમે ક્રાઉડથી અલગ હોવ, તમારા thoughts unique હોય, અથવા ખાસ કરીને તમારા thoughts અને vision અન્ય લોકો સમજી ના શકે તેવા એકદમ અલગ હોય, તો તમારી મજાક પણ ચોક્કસ થતી હોય છે.
ફિલ્મ શરુ થાય ત્યારથી લઈને શૂટિંગ ખત્મ થાય ત્યાં સુધી સતત ફિલ્મના character તરીકે જ વર્તવું તે રીત સામાન્ય રીતે સાંભળવામાં ખુબજ વિચિત્ર લાગી શકે છે, પણ હોલીવુડના અનેક ડિરેક્ટર્સ, એક્ટર્સ અને મીડિયા ડેનિયલની આ method technique ને ખરેખર seriously લેતા હતા.
Generally બોલીવુડમાં જો કોઈ આવી madness ધરાવતું હોય તો તેની મજાક ચોક્કસ કરવામાં આવે, પણ આ હોલિવુડ છે જ્યાં વ્યક્તિ અને તેના talent ની ફક્ત શબ્દોથી નહી પણ દિલથી કદર થાય છે.
ડેનિયલે character preparations અને character માં સેટ થવા માટે કેટલી અને ક્યા પ્રકારની મહેનત કરી? તેની ફિલ્મો દ્વારા જાણીયે
My Left Foot (1989)

‘માય લેફ્ટ ફૂટ’ ફિલ્મ આયર્લેન્ડના ક્રીસ્ટી બ્રાઉન નામના world famous પેઇન્ટર અને રાઈટરની બાયોપિક હતી. ક્રીસ્ટી બ્રાઉન જન્મથી cerebral palsy બીમારીને લીધે તેઓ બોલી શકતા નહોતા અને તેમનું શરીર લગભગ પેરેલેસીસ સ્થિતિમાં હતું, ફક્ત તેમના ડાબો પગ ઉપર જ તેઓ પૂરો કટ્રોલ ધરાવતા હતા.
તેઓ લાઈફ ટાઈમ વ્હિલચેર પર રહીને તેમના ડાબા પગ દ્વારા painting કરતા શીખ્યા, અને પગના અંગુઠા દ્વારા ટાઈપ કરીને અનેક poems અને books લખી હતી.
ડેનિયલે ક્રીસ્ટી બ્રાઉનના character ને વધુ સમજવા માટે અને તેમના character માં ઉતારવા માટે સૌથી પહેલા તો તેનો જમણો પગ ખોટો પડી જાય એટલા માટે તેના ઘરની સીડી પરથી કૂદીને પગ ઉપર ફ્રેકચર કરી દીધું. જેથી પોતે અપંગ છે તેવું અંદરથી feel થાય.
ત્યારબાદ તેઓ મગજના જ્ઞાનતંતુના રોગના expert ડોક્ટર્સ અને ફીઝીયોની ટીમ રાખીને 8 અઠવાડિયા સુધી ડબલિનની સેન્ડમઉન્ટ ક્લિનિકમાં પેશન્ટ બની એડમીટ થયા, ત્યાના અન્ય પેશન્ટ્સ સાથે દોસ્તી કરીને તેમની બીમારી વિષે વધુ જાણવાના પ્રયત્નો કર્યા. ત્યારબાદ ડેનિયલ તેમના ડાબા પગથી painting કરતા પણ શીખ્યા.
ફિલ્મ શૂટિંગના છ અઠવાડિયા સુધી completely તેઓ વ્હિલચેર ઉપર જ રહ્યા હતા. ત્યાં સુધી કે તેઓ શૂટ દરમ્યાન તેઓ ફક્ત grunts communication દ્વારા જ વાતચીત કરતા. Character માં રહેવાના કારણે ક્રુ-મેમ્બર્સ તેમને ચમચી દ્વારા જમવાની હેલ્પ કરતા ત્યારે તેઓ જમતા. શૂટ ઉપર તેમને એક પેશન્ટની જેમ જ ટ્રીટ કરવામાં આવતા.
ડેનિયલે તેમના આ great perform દ્વારા ક્રીસ્ટી બ્રાઉનના જીવનને પરદા ઉપર જે પ્રકારે જીવી બતાવ્યું તે માટે હોલીવુડના critics ના opinion મુજબ ડેનિયલની આ ભૂમિકા કદાચ ફિલ્મ history ની best કહી શકાય તેવી ભૂમિકા હતી. જેના માટે તેમને પહેલો એકેડેમી એવોર્ડ મળ્યો.
The Last of the Mohicans (1992)

જેમ્સ ફેનીમોર કૂપરની નોવેલ ઉપર આધારિત, અને માઈકલ મેન ડિરેક્ટેડ આ ફિલ્મ 1757 ના પીરીયડના હોવ્કી નામના યોધ્ધાનું character ડેનિયલે નિભાવ્યું છે.
Character preparation માટે ડેનિયલ કેટલાક મહિનાઓ જંગલમાં રહ્યા. જ્યાં તેઓ કેમ્પિંગ, શિકાર અને માછીમારી કરતા શીખ્યા અને તેના દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવતા. જંગલમાં રહીને તેઓ કોઈની પણ હેલ્પ વગર જાતે કેનોઝ એટલે કે એક પ્રકારની હોળી બનાવવાનું અને તેને જાતે ચલાવવાનું શીખ્યા.
યુ.એસ. આર્મી કર્નલ દ્વારા રાઇફલ શૂટિંગ અને હેન્ડ-ટુ-હેન્ડ કોમ્બેટ skill develop કરવા માટેની અઘરી ટ્રેઈનીંગ લીધી. સાડા પાંચ કિલોની ફ્લિન્ટલોક રાઇફલને દોડતી વખતે કેવી રીતે ફાયર કરવી અને તેને ફરીથી લોડ કરવી તે પણ શીખ્યા.
ફિલ્મના પુરા શૂટિંગ દરમ્યાન character માં રહેવા માટે તેઓ હંમેશા પોતાની સાથે લાંબી રાઇફલ રાખતા હતા. પોતાની એક્ટિંગ બાબતે તેઓ એટલા સીરીયસ હતા કે શૂટ પૂરું થતા જ તેમને claustrophobia અને mild delusions માટે ટ્રીટમેન્ટ આપવી પડી હતી, તે પ્રકારે પોતાની હેલ્થને જોખમમાં મુકીને શૂટ પૂરું કર્યું હતું.
The Age of Innocent (1993)
અમેરિકાના ગિલ્ડેડ યુગ એટલે કે 1870 ના સમય ગાળાની ફિલ્મ The Age of Innocent ના શૂટિંગ પહેલા તેઓ ન્યૂયોર્ક સિટીની The Plaza હોટેલમાં ફિલ્મના character ન્યુલેન્ડ આર્ચરના નામે character ને અનુરૂપ કોસ્ચ્યુમ પહેરીને 2 week સુધી character ની preparation માટે રહ્યા હતા.
In The Name of Father (1993)

આ ફિલ્મમાં તેણે ગેરી કોનલોન નામના નિર્દોષ કેદીનો રોલ નીભાવેલો, જેને 1974 માં લંડનના એક પબમાં બોમ્બ વિસ્ફોટના આરોપ માટે 30 વર્ષની સજા કરવામાં આવી હતી.
Character preparation માટે તેઓ રીયલ લાઈફમાં પણ કેદી બની ગયા, ફિલ્મના શૂટિંગ અગાઉ સેટ પર ફિલ્મમાં જેવી જેલ બતાવવાની હતી તેવી જ જેલ તૈયાર કરાવી તેઓ મહિનાઓ સુધી તેમાં રહ્યા. તે દરમ્યાન જે ભોજન કોનલોનને મળતું હતું તેવું જ ભોજન તેમણે રેગ્યુલર લીધું, ડાયેશિયનની સલાહ વગર જાતે જ કેદી જેટલું ભોજન ખાઈને 22 કિલો વજન ઉતાર્યું હતું, જેલના કેદીની રૂટીન પ્રમાણે રહીને ઊંઘ પણ તે એટલી જ લેતા.
ફિલ્મમાં એક ખુબ મહત્વના સીનમાં તેમને જેલમાં પોલીસ દ્વારા ખુબ ખરાબ રીતે ટોર્ચર કરીને પૂછપરછ કરવામાં આવે છે. આ સીનના શૂટ દરમ્યાન રીયલ ફિલિંગ આવે તે માટે આ સીનના શૂટ પહેલાં સળંગ ત્રણ રાત સુધી તેઓ સૂતા નહોતા. તેમના સ્ટાફને તેમને વિનંતી કરી કે મારી જોડે પણ કેદી જોડે થતું હોય તેવું જ વર્તન કરો. કેદી પાસેથી જેમ માહિતી લેવાતી હોય તેમ જ રીતે મારી ઉલટ તપાસ કરો.
આટલું ઓછું હોય તેમ ડેનિયલના કહેવાથી સ્પેશિયલ બ્રાંચના અધિકારીઓની ત્રણ જુદી જુદી ટીમો દ્વારા નોનસ્ટોપ 9 કલાક સુધી તેમની પૂછપરછ કરવામાં આવી, જેમાં સૌથી ખાસ તેમના કહેવાથી તેમના પર કેદી પર નિર્દયતા ગુજારાય તેમ તેને લાફા ફટકારાયા હતા અને મોં પર ઠંડુ પાણી છાંટી, અમુક શબ્દો દ્વારા પણ તેને અપમાનીત પણ કરાયા.
આટલું બધું, એ પણ ફક્ત ફિલ્મના એક character ની preparation માટે, character ને સમજવા માટે અને તે character માં ઉતરવા માટે, જે તેમના નિયમો હતા. આ ફિલ્મ જુવો ત્યારે સમજાશે કે આ સીન કેટલો રીયલ લાગે છે, તેની અસરમાં આવ્યા વગર રહેશો નહી.
The Crucible (1996)
Character માં રહેવા માટે તે શૂટમાં ઘણા દિવસો સુધી નહાયા નહોતા. Character ને વધુ સારી રીતે ન્યાય આપવા ફિલ્મના પુરા શૂટ દરમ્યાન ડેનિયલ ફેમિલીથી દૂર એક અલગ ઘર બનાવીને ફિલ્મના character ના નામે એટલે કે John Proctor તરીકે નવી ઓળખ બનાવીને રહ્યા હતા.
The Boxer (1997)

”ધ બોક્સર” માટે ડેનિયલે character ની તૈયારીઓ માટે અત્યાર સુધીનો સૌથી વધુ સમય એટલે કે 3 વર્ષનો ટાઈમ લીધો હતા. 3 વર્ષ સુધી તેઓએ એક બોક્સર તરીકે ખુબ જ અઘરી ટ્રેઈનીંગ લીધી.
Former world champion બોક્સર બેરી મેકગ્યુગને ફિલ્મમાં બોક્સિંગ સીનની preparation માટે ડેનિયલેને બે વર્ષ સુધી કોચિંગ આપ્યું હતું.
ડેનિયલનું dedication જોઇને બેરીએ ત્યાં સુધી કહ્યું કે “ડેનિયલ તેમની ટ્રેનિંગ માટે એટલા બધા સીરીયસ હતા કે તે સમયે તેમના weight class પ્રમાણે તેઓ ટોચના ફાઇટર્સ સામે પણ તેઓ રીયલ બોક્સિંગ મેચ ખુબ આસાનીથી લડી શકત.” ત્યાં સુધીની તેઓએ તૈયારી કરી હતી.
Gangs of New York (2002)

માર્ટિન સ્કોર્સિસ ડિરેક્ટેડ ગેંગ્સ ઓફ ન્યૂયોર્ક (2002) ફિલ્મમાં તેમણે 1860 ના સમયના એક ક્રૂર ગેન્ગ-લીડર Bill Butcher નું negative character નિભાવ્યું હતું.
ડેનિયલે Bill Butcher ના character ની તૈયારી રૂપે butchering skills શીખવા કેટલાંક અઠવાડિયા સુધી લંડનના પેકહામમાં એક કસાઈની શોપમાં apprenticeship તરીકે કામ કર્યું હતું. લાકડાના ટાર્ગેટ ઉપર પાતળા, તીક્ષ્ણ ચાકુને ફેંકવાની ટેકનીક શીખવવા માટે બે circus performers ને hire કરીને તેમની પાસેથી training લીધી હતી.
ઇટાલીમાં શૂટિંગ દરમિયાન ડેનિયલને ન્યુમોનિયા થઇ ગયો હતો અને તેમના character ના woollen કોટને બદલે ગરમ કોટ પહેરવાની જીદ પૂર્વક ના પાડી દીધી હતી, કારણ કે ફિલ્મનું character 1860 ના સમયનું હતું અને ગરમ કોટ 19 મી સદીમાં અસ્તિત્વમાં જ નહોતો, આખરે situation એટલી સીરીયસ થઇ કે ડોક્ટરોએ છેલ્લે તેમને એન્ટિબાયોટિક્સ લેવાની ફરજ પાડી હતી.
શૂટિંગ દરમ્યાન લિયોનાર્ડો ડિકેપ્રિઓ સાથેની લડાઈનો સીન શૂટ કરતી વખતે ડેનિયલના નાકને અકસ્માત થયો હતો ત્યારે ઇજા હોવા છતાં ડેનિયલે સીનનું શૂટિંગ ચાલુ રખાવ્યુ હતુ. એક વાર શૂટિંગ પૂરું થયા પછી જયારે લીઓનાર્ડો ડિકેપ્રિઓ અને માર્ટિન સ્કોર્સિસે તેમને તેઓની સાથે બહાર dinner માટે આવવા કહ્યું, પણ ડેનીયલે character break થઇ શકવાના કારણે સાથે આવવાનો ઇનકાર કર્યો હતો.
આ ફિલ્મમાં તેમની એક્ટિંગ skill અને તેમના પ્રભાવ સામે Titanic (1997) ફેઈમ લીઓનાર્ડો ડિકેપ્રિઓ પણ એકદમ ઝાંખો લાગે છે.
The Ballad of Jack and Rose (2005)
આ ફિલ્મમાં ડેનિયલે Jack Slavin નામના એક Scottish farmer નું character નિભાવ્યું હતું. ફિલ્મની ડિરેક્ટર અને કો-રાઇટર તેમની wife રેબેકા મિલર હતી. શૂટ દરમ્યાન character માં focus કરવા માટે તેમની wife થી દૂર Canada ના Prince Edward Island પર (ફિલ્મના set ની નજીક) એક ઝુંપડામાં એકલા રહ્યા હતા.
There Will Be Blood (2007)
આ ફિલ્મમાં ડેનિયલે તેમનું રીયલ નામે એટલે કે ડેનિયલ પ્લેનવ્યુ નામના ઓઈલમેનનુ character નિભાવ્યું છે, જે વીસમી સદીની શરૂઆતના ટાઈમમાં ઓઈલ ડ્રીલિંગ બીઝનેસની શરૂઆત કરે છે અને પોતાના goals ને achieve કરવા માટે ગમે તે હદે જઈ શકે છે અને ગમે તે કરી શકે છે.
ફિલ્મની સ્ક્રિપ્ટ ફક્ત ડેનિયલને ધ્યાનમાં રાખીને લખાઈ હતી, પ્રોડ્યુસર જોએન સેલરના જણાવ્યા મુજબ જો ડેનિયલે ફિલ્મને reject કરશે તો આ ફિલ્મ બનશે જ નહીં. હોલીવુડમાં ડેનિયલનો આટલી હદે પ્રભાવ હતો.
Lincoln (2012)

અબ્રાહમ લિંકનનું character કોઈ નાનું મોટું સામાન્ય character નહોતું, પણ તે એક અમેરિકન પ્રેસિડેન્ટ તરીકેનું most iconic character હતું, અને અમેરિકન પ્રેસિડેન્ટ એટલે ત્યાંના અનેક નાગરિકોના રોલ મોડેલ, એટલે જો એક્ટર તરીકે આ character ને પુરેપુરો ન્યાય ના આપી શકે તો હોલીવુડના critics એક્ટરને એ હદે જાટકી કાઢે કે એક્ટરને તેની અસર માંથી બહાર આવવું મુશ્કેલ થઇ જાય.
ડેનિયલે લિંકનના character ની તૈયારી માટે એક વર્ષ મહેનત કરી હતી. લિંકનના character ને સમજવા ડેનિયલે 100 થી વધારે books વાંચી, અમેરિકાનો ઇતિહાસ, રંગભેદ, સીવીલ વોર અને લિંકનના ઇતિહાસનો એટલું deeply સ્ટડી કર્યો હતો.
ડેનિયલના કહેવાથી શૂટિંગના સાડા ત્રણ મહિના સુધી સ્ટીવન સ્પીલબર્ગે ડેનિયલને ફિલ્મના character ના નામે એટલે કે “અબ્રાહમ લિંકન” તરીકે જ સંબોધતા, અને કોલશીટ પર પણ ડેનિયલના નામની જગ્યાએ “મિસ્ટર પ્રેસિડેન્ટ” લખવામાં આવતું, આખા શૂટિંગ દરમિયાન ડેનિયલને અબ્રાહમ લિંકન તરીકે આદર અપાતું અને તેમનો પ્રોટોકોલ પણ જાળવવામાં આવતો.
આ character ભજવતી વખતે ડેનિયલ character માં એટલા ઓતપ્રોત થઇ ગયા હતા કે સાચે જ લિંકન જ હોય, ફિલ્મના પ્રોડયુસર કેથલીન કેનેડીએ કહ્યું કે કે “હું શુટિંગમાં જાઉં ત્યારે લિંકન ધરતી પર ઉતરી આવ્યા હોય તેવું વિચારો આવતા, મારે વારંવાર મારા મનને મનાવવું પડતું કે ના આ લિંકન નથી પણ ડેનિયલ છે.”
લિંકનના શૂટિંગ દરમ્યાન ડેનિયલે જાહેરાત કરી કે “જો તેણે આ ફિલ્મ માટે ત્રીજા એકેડેમી એવોર્ડ જીતશે તો તે 5 વર્ષ માટે એક્ટિંગ ફિલ્ડથી નિવૃત્તિ લેશે” અને તેમને ખરેખર એવોર્ડ જીત્યો અને 5 વર્ષનો બ્રેક પણ લીધો.
Phantom Thread (2017)

આ ફિલ્મમાં ડેનિયલ 1950 ના દાયકાના લંડનની હાઇ સોસાયટીના એક ટોચના ડ્રેસમેકર રેનોલ્ડ્ઝ વૂડકોકનું character ભજવ્યું છે.
અહી પણ તેમને character preparation માટે 1940 અને 1950 ના દાયકાના અનેક ફેશન ફૂટેજ જોયા. તે વખતના અનેક ફેમસ ડિઝાઈનર વિષે સ્ટડી કર્યું. લંડનના વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમના ફેશન અને textiles ના ક્યુરેટરને મળીને તેમની પાસેથી ત્યારના કોસ્ચ્યુમ્સ અને ફેશન વિશેની અનેક સલાહો લીધી.
ન્યુયોર્ક સિટીના બેલેટ કોસ્ચ્યુમ ડીપાર્ટમેન્ટના હેડ માર્ક હેપ્પલની અન્ડર માં apprentice તરીકે કામ પણ કર્યું. સીવવાનું પણ શીખ્યા, અને ડ્રેસમેકર તરીકે બાલેન્સિઆગા શેથ ડ્રેસને recreate કરવાનો પ્રયાસ પણ કર્યો. આટલી તૈયારીઓ પછી તેમને લાગ્યું કે હવે તેઓ character નિભાવવા માટે પૂરે પુરા તૈયાર છે.
ડેનિયલે તેમની ફિલ્મોમાં આટલી હદે કરેલ અઘરી મહેનત વિષે જાણ્યા પછી ખ્યાલ આવી શકે છે કે શા માટે ડેનિયલ એક ગ્રેટ એક્ટર છે.
ડેનિયલે શરૂઆતમાં અનેક વર્ષો સુધી ખુબ સ્ટ્રગલ કર્યું હતુ

સંઘર્ષ વગર આટલી સફળતા મળતી નથી, એવું નથી કે ડેનિયલ ફિલ્મોમાં આવ્યા અને રાતો રાત સફળ થઇ ગયા. તેમને પણ અન્ય એક્ટર્સની જેમ વર્ષો સુધી સંઘર્ષ કર્યો છે.
આટલા ગ્રેટ એક્ટરે પણ એક જુનીયર આર્ટીસ્ટ તરીકે ફિલ્મોમાં શરૂઆત કરી હતી. 14 વર્ષે ડેનિયલે Sunday Bloody Sunday (1971) ફિલ્મમાં એક એક્સ્ટ્રા એટલે કે જુનીયર આર્ટીસ્ટ તરીકે કામ કર્યું હતું, જેના માટે તેમને 2 યુરો મળ્યા હતા. ત્યારબાદ તેઓ એક્ટિંગ વિષે વધુ સીરીયસ થયા જેથી તેમને Bristol Old Vic Theatre School માં એડમીશન લઈને 3 વર્ષ સુધી એક્ટિંગ શીખ્યા.
ત્યારબાદ ખુબ લાંબો સમય તેમને સ્ટ્રગલ કર્યું અને થીએટરમાં પણ કામ કર્યું. પહેલી ફિલ્મના નવ વર્ષે પછી Shoestring (1980) ટીવી સીરીઝમાં તેમને ડીજેનો એક નાનો રોલ કર્યો, ત્યારબાદ થોડીઘણી સીરીયલ અને ટીવી ફિલ્મોમાં નાના રોલ કર્યા. રિચાર્ડ એટનબરોની Gandhi (1982) ફિલ્મમાં તેમને 1 મિનીટનો નાનકડો character રોલ કર્યો હતો.
તેમને પહેલો મોટો બ્રેક મળ્યો The Bounty (1984) ફિલ્મમાં, જેમાં કેરિયરનું પહેલુ નોટીસ કરી શકાય તેવું supporting character નિભાવ્યું. ત્યારબાદ My Beautiful Laundrette (1985) ફિલ્મ દ્વારા એક એક્ટર તરીકે તેમને ઓળખ મળી.
31 વર્ષે તેમને પહેલી વાર The Unbearable Lightness of Being (1988) ફિલ્મ દ્વારા લીડ એક્ટર તરીકે શરૂઆત કરી. આ ફિલ્મના આઠ મહિનાના શૂટિંગ દરમિયાન, તેમણે ચેક ભાષા શીખી, અને પહેલી વાર મેથડ એક્ટિંગ દ્વારા character નિભાવ્યુ.
આ ફિલ્મ બાદ તેઓ હોલીવુડમાં એક્ટર તરીકે establish થયા અને ત્યારબાદ તેમણે ફિલ્મોમાં સફળતા મેળવી. આમ ડેનિયલ માટે આ સફર આસાન તો બિલકુલ નહોતી.
Reserved nature અને મીડિયાથી દૂર રહેનાર એક્ટર
ડેનિયલ એકદમ reserved nature એક્ટર છે, અન્ય એક્ટર્સ કરતા તેઓ એકદમ opposite છે. સામાન્ય રીતે એક એક્ટર જે પ્રકારની limelight ધરાવતી લાઈફ જીવતા હોય છે તેના કરતા એકદમ અલગ પ્રકારની સિમ્પલ લાઈફ તેઓ જીવ્યા છે.
એક ગ્રેટ સેલિબ્રિટી હોવા છતાં પણ limelight થી તેઓ હંમેશા ખુબ જ દૂર રહ્યા છે. પોતાની પર્સનલ લાઈફને મીડિયાથી હંમેશા દુર રાખતા, સોશિયલ મીડિયાથી પણ તેઓ દુર રહ્યા છે.
તેઓ પોતાની ફિલ્મોના પ્રમોશન કે પ્રિમિયર સિવાય કોઈ અન્ય ફિલ્મોના પ્રિમીયરમાં ક્યારેક દેખાતા નહોતા. તેઓ કદી ફિલ્મી પાર્ટીમાં દેખાતા નહોતા. મીડિયાને ઇન્ટરવ્યૂ પણ ખુબ ઓછા આપતા હતા. કારણ વગર હાઈલાઈટ થવું તેમને પસંદ નહોતું.
ડેનિયલ તે રેર એક્ટર્સ માંથી એક છે જેઓ ગ્લેમર અને લાઇમલાઈટ ધરાવતી લાઈફથી સ્વેચ્છાએ દુર રહ્યા છે. બાકી આ આકર્ષણથી ખુબ ઓછા એક્ટર્સ બચી શક્યા છે.
ફિલ્મોમાં મેથડ એક્ટિંગ સિવાય તેમને ક્યારેય અન્ય કોઈ લાલચ નહોતી
મોટા ભાગના એક્ટર્સ થોડાક સફળ થતા જ તેઓ પૈસા કમાઈ લઈને, બેંક બેલેન્સ બનાવી પોતાનું future safe કરવામાં લાગેલા હોય છે. પણ ડેનિયલને આ પ્રકારની કોઈ અન્ય લાલચ ક્યારેય નહોતી.
જસ્ટ વિચારો કે તેમને reject કરેલ 80 ફિલ્મો કરી હોત તો તેમને કેટલી ફીસ મળી હોત, ત્યારબાદ તેમનું બેંક બેલેન્સ કેટલું હોત.
પણ અમુક વ્યક્તિઓ માટે પૈસા કરતા પણ તેમનું passion વધુ મહત્વનું હોય છે. કોઈપણ પ્રકારના આકર્ષણ, લાલચ કરતા પોતાની લાઈફના rules regulation વધુ મહત્વના હોય છે. અને આવા વ્યક્તિઓ જ હકીકતમાં legend કહેવાને લાયક હોય છે, કારણ કે તેઓ તે બધાથી પર હોય છે.
અમુક વ્યક્તિઓની લાઈફમાં તેમનું passion જ સૌથી મહત્વનું હોય છે
અમુક વ્યક્તિઓ એવા હોય છે જેમની લાઈફમાં તેમના માટે પૈસા અથવા અન્ય કોઈપણ આકર્ષણ કરતા તેમનું passion જ સૌથી મહત્વનું હોય છે. પોતાનું passion પૂરું કરવામાં તેમને દુનિયાના કોઈપણ કામો કરતા સૌથી વધુ ખુશી મળતી હોય, અને આ passion જ અમુક વ્યક્તિઓના જીવવાનો આધાર હોય છે.
આ passion માટે તેઓ ગમે તેવી ઓફર reject કરી દે છે. જેમ કે સિલ્વેસ્ટર સ્ટેલોને રાઈટર તરીકે 3,50,00 ડોલર reject કરીને 35,000 માં એક્ટર તરીકે Rocky (1976) ફિલ્મમાં કામ કર્યું, કારણ કે એક્ટિંગ તેમનું passion હતું.
ડેનિયલને એક્ટિંગ માટેનું એક passion છે, આવા passion lover વ્યક્તિઓ દરેક ફિલ્ડમાં હોય છે.
20 June, 2017 ડેનિયલે એક્ટિંગમાંથી નિવૃત્તિ લીધી

20 જૂન, 2017 ના રોજ તેમણે અચાનક announce કર્યું કે તે અભિનયમાંથી retired થઈ રહ્યા છે, અને પોલ થોમસ એન્ડરસન ડિરેક્ટેડ Phantom Thread (2017) તેમની છેલ્લી ફિલ્મ હશે.
તેમના આ statement મીડિયામાં ખુબ નોટીસ થઇ. હોલીવુડમાં તેમના લાખો ફેંસને જાટકો લાગ્યો. અગાઉ તેમને બે વાર એક્ટિંગમાંથી 5 વર્ષનો બ્રેક લીધો હતો, પણ હવે તેઓ કાયમ માટે retired થઇ રહ્યા છે તે ઘણા વ્યક્તિઓ ખરેખર માની નહોતા શકતા. ઘણાએ એમ પણ કહ્યું કે આવા એક્ટરે ક્યારેય retired ના થવું જોઈએ.
પણ દરેક એક્ટર એક personal લાઈફ હોય છે. ફિલ્મી character માંથી કાયમ માટે બહાર આવી ડેનિયલ હવે ખરેખર એક વ્યક્તિ તરીકે જીવવા માંગે છે.
એક્ટિંગ institutes માં ડેનિયલ વિષે special ભણાવવામાં આવે છે
ફિલ્મ ઇન્સ્ટીટ્યુટ્સમાં ડેનિયલના એક્ટિંગ માટેના goal, vision, વિષે students ને ખાસ ભણાવવામાં આવે છે. જેથી તેમની લાઈફમાંથી શીખવા લાયક અમુક lessons મેળવી શકે. તેમને પોતાના character માટે કરેલી અઘરી મહેનત અને તૈયારીઓ વિષે students જાણી શકે.
એક્ટર બનતા પહેલા ડેનિયલ વિષે જાણવાથી સમજાશે કે એક્ટિંગ એટલે શું?, એક્ટિંગ કેવી રીતે થઇ શકે? Character preparation કેવી રીતે થઇ શકે? Character કેવી રીતે નિભાવી શકાય? અને એક ગ્રેટ એક્ટર કેવી રીતે બની શકાય?
એક્ટિંગ ઇન્સ્ટીટ્યુટ્સના અનેક નવા એક્ટર્સ ડેનિયલને પોતાના રોલ મોડેલ માનીને એક્ટર બનવાની શરૂઆત કરતા હોય છે.
ડેનિયલ પાસેથી શીખવા જેવા lessons
(1). કોઈપણ ફિલ્ડમાં success મેળવવા માટે સૌથી પહેલા passion હોવું જોઈએ, અને જો તેમાં અઘરી મહેનત કરવામાં આવે, તો ત્યારબાદ success મેળવીને ટોપ ઉપર પણ પહોચી શકાય છે. (2). સફળ થવા માટે સૌથી અલગ બનવું, અલગ thoughts અપનાંવવા, અને અલગ way પસંદ કરવા.
(3). દરેક એક્ટરના પોતાની કેરિયર માટે ચોક્કસ planning, goal અને vision હોવા જોઈએ. (4). જે પણ કામ કરવું તો તેના વિષે પૂરેપૂરું જાણી, સમજી અને તેની પૂરી તૈયારીઓ કર્યા બાદ કરવું.
(5). પોતાના દરેક work અને responsibilities ને હંમેશા ગંભીરતાથી લેવી. (6). દરેક ઉમરે કંઇકને કંઇક નવું શીખી શકાય છે, ડેનિયલ તેમની આખી લાઈફ દરમ્યાન સતત શીખતા રહ્યા છે. 60 વર્ષે પણ ડેનિયલે તેમની છેલ્લી ફિલ્મમાં character preparation દરમ્યાન ઘણું બધું શીખ્યા હતા. (7). યોગ્ય સમયે પુરા સન્માન સાથે retired પણ થવું.
Conclusion
એક્ટિંગ એ આર્ટ છે, તે કોઈ ફક્ત એમજ enjoy કરવા જેવું task નથી. અથવા એક્ટિંગ એ ફક્ત પૈસા કમાવવા માટેનો profession નથી. એક્ટિંગ અમુક વ્યક્તિઓ માટે એક passion હોય છે, અને આ passion માટે અમુક વ્યક્તિ કંઈપણ કરી શકે છે.
એક્ટર તરીકે કૈંક શીખવું હોય તો ડેનિયલ ડે લુઇસની લાઈફ ઉપરથી ઘણું જ બધું શીખી શકાય છે. અન્ય એક્ટર્સ માટે ડેનિયલ ડે લુઇસ એક guidelines નું કામ કરી શકે છે. જેમ સચિન તેન્દુલકરને God of cricket કહેવાય છે તેમ ડેનિયલને God of acting કહેવામાં કંઇજ ખોટું નથી.
ડેનિયલની લાઈફની આ information કોઈપણ એક્ટરની કેરિયરનું vision બદલી નાખવા માટે enough છે.
Note: This blog content has been copyright by author.