એક સ્ટોરી અને એક ફિલ્મ સ્ક્રિપ્ટ બંનેમાં ખુબ ફર્ક રહેલો હોય છે. દરેક સ્ટોરી સાંભળનારને ગમે અને તે interesting હોય તે જરૂરી નથી, પણ એક ફિલ્મ બનાવવા માટે લખવામાં આવતી સ્ક્રિપ્ટ હંમેશા audience ને પસંદ આવે તેવી જ હોવી જોઈએ.
માટે એક સ્ટોરીને એક ફિલ્મ સ્ક્રિપ્ટમાં convert કરવા માટે તેમાં અમુક creative અને cinematic elements ઉમેરવામાં આવતા હોય છે, જેના દ્વારા એક professional સ્ક્રિપ્ટ બની શકે.
સ્ક્રિપ્ટ લખતી વખતે તેમાં ક્યા ક્યા creative અને cinematic elements ઉમેરવા?
આ blog માં, એક ફિલ્મ સ્ક્રિપ્ટ લખતી વખતે તેમાં ક્યાં ક્યાં creative elements add કરવા? સ્ક્રિપ્ટમાં ક્યા ક્યા cinematic points હોવા જોઈએ? એક સ્ક્રિપ્ટને strong બનાવનાર cinematic points ક્યા છે? તેના વિષે જાણીએ.
8 creative અને cinematic elements જે ફિલ્મ સ્ક્રિપ્ટમાં ચોક્કસ હોવા જોઈએ
01. Bonding
ફિલ્મના કોઈપણ બે characters વચ્ચે એક પ્રકારની bonding, attachment અને relationship ચોક્કસ હોય જ છે. પછી તે કોઈપણ characters વચ્ચે કોઈપણ પ્રકારની હોય. બે characters વચ્ચેનું connection કેવું અને ક્યાં પ્રકારનું છે, તે ફિલ્મના શરૂઆતના ભાગમાં અમુક સીન્સ દ્વારા બતાવવામાં આવે છે,
ફિલ્મમાં તે bonding, attachment, relationship નું શું મહત્વ છે? સ્ટોરી ઉપર તે શું અસર કરે છે? તે ધીમે ધીમે સ્ટોરી આગળ વધે ત્યારે clear કરવામાં આવે છે.
Bonding નું આ cinematic element ફિલ્મમાં એટલા માટે જરૂરી છે કારણ કે હકીકતમાં તે audience ને ભાવનાત્મક રીતે તે character સાથે વધારે connect કરતું હોય છે. આ સિવાય તે સ્ટોરીનો એક બેઝ પણ છે. જેના ઉપરથી ફિલ્મની સ્ટોરી બને છે.
કોઈપણ ફિલ્મને ધ્યાનની જોજો, તેમાં કોઈપણ બે characters વચ્ચે એક normal relationship, ખુબ સારૂ bonding, વિચારોના મતભેદ, ચોક્કસ હોય છે.
Sholey (1975) ફિલ્મમાં ધર્મેન્દ્ર અને અમિતાભની દોસ્તી,
02. Conflict
ફિલ્મ સ્ટોરીમાં કોઈપણ બે characters વચ્ચે વિચારોના તફાવત, મતભેદ ચોક્કસ હોવો. જેના કારણે તેમના વચ્ચે discussion, વિવાદ, સંઘર્ષ, ઘર્ષણ વગેરે પણ ચોક્કસ થતા હોય છે, તેમના વચ્ચે હંમેશા નાની મોટી અથડામણ થતી હોય છે.
અને આ conflict કોઈપણ પ્રકારનું હોઈ શકે છે, મજાકમાં, સામાન્ય વાતચીતમાં, ક્યારેક serious topic ઉપર અથવા તો ક્યારેક ખુબ મોટી પણ હોઈ શકે છે. જેમાં એક character સાચું હોય અને એક ખોટું હોય છે. અથવા તો ક્યારેક બંને characters પોતાની રીતે સાચા હોઈ શકે છે.
આ conflict ને કોઈપણ situations માં અને ખાસ કરીને effective dialogues દ્વારા બતાવી શકાય છે. Conflict માં effective dialogues સૌથી મહત્વનો ભાગ ભજવે છે.
જયારે કોઈ બે strong character ની અથડામણ હોય જેમાં બંને પોત પોતાની જગ્યાએ સાચા હોય ત્યારે dialogues વધુ અસરકારક બની શકે છે.
Deewaar (1975) ફિલ્મમાં અમિતાભ અને શશી કપૂર વચ્ચેનો આઇકોનિક સીન. Good Will Hunting (1997) ફિલ્મમાં રોબીન વિલિયમ અને મેટ્ટ ડેમન વચ્ચેના અનેક સીન્સ. Avengers ફિલ્મ સીરીઝના almost characters વચ્ચે વિચારોના મતભેદ વગેરે.
ફિલ્મમાં conflict નું મહત્વ
Conflict ફિલ્મનો એક ખુબ મહત્વનો cinematic elements છે. ફિલ્મમાં conflict હોવાથી સિક્કાની બીજી બાજુની સાઈડને જાણવા ઓળખવા મળે છે. કોઈપણ character શું વિચારે છે? તેનો પોતાનો opinion શું છે? તે ખ્યાલ આવે છે.
03. Wish, Desire, Plan
ફિલ્મના કોઈપણ character ની life માં અમુક dreams હોય છે. તેની અમુક નાની, મોટી ચોક્કસ wish, desire અને planning હોય છે, જે પૂરી કરવા તે સતત પ્રયત્ન કરતો હોય, અથવા તો ભવિષ્યમાં તે ઈચ્છા પૂરી કરવા માંગતો હોય છે.
ફિલ્મના character ની આવી કોઈ નાની મોટી wish, plan, desire ને ખાસ બતાવો. તેનાથી તેનું characterization strong બનશે. પછી તે ફિલ્મનું કોઈપણ character હોય, હીરો, વિલન, અથવા છેલ્લે નાનું બાળક હોય, ફિલ્મના મહત્વના character સાથે આ cinematic elements ને ખાસ જોડી દો.
મોટાભાગે આ wish, desire અને planning જે ભવિષ્યમાં problem create કરે છે.
ફિલ્મનો કોઈપણ character કૈંક મેળવવા કંઇક કરવા માટે સતત પ્રયત્ન કરતો હોય છે.
04. Problem
ફિલ્મનો સૌથી મોટો cinematic elements એટલે problem. જો ફિલ્મની સ્ટોરીમાં કોઈપણ problem ના હોય તો મોટાભાગે ફિલ્મ બની જ ના શકે, કારણ કે એક commercial ફિલ્મ એટલે સ્ટોરીમાં problem અને છેલ્લે તે problem નું solution. મોટાભાગની commercial ફિલ્મની સ્ટોરીનો આધાર જ problem ઉપર હોય છે, જે ફિલ્મના end માં solve થતો હોય છે.
05. Not easy going
Life ક્યારેય આસાન હોતી નથી, એમ જ ફિલ્મમાં દરેક ઘટનાઓ હંમેશા આસાનીથી બનતી નથી, જો દરેક ઘટના આસાનીથી બનતી હોય તો તેનું કોઈ મહત્વ રહેતું નથી. આસાની મતલબ તેની કિંમત ઝીરો અને આસાનીથી બનતી ઘટનાઓ જોવામાં audience ને કોઈ ખાસ interest નહી પડે.
માટે ફિલ્મમાં ups & downs ની અમુક situations ચોક્કસ add કરો. ફિલ્મ એટલે વાસ્તવિક દુનિયાથી ઘણી દુરની એક કાલ્પનિક દુનિયા, જેમાં કઈ પણ થઇ શકે છે. એક ફિલ્મમાં હંમેશા કંઇકને કંઇક થતું જ રહેવું જોઈએ.
06. Always show in effective way
ફિલ્મની કોઈપણ situations ને એકદમ સરળ રીતે બતાવશો તો તેને જોવામાં interest નહી પડે.
માટે ફિલ્મની કોઈપણ ઘટનાને હંમેશા ફિલ્મી treatment માં અને એકદમ interesting, effective way માં convert કરીને બતાવવી, અને આ interesting, effective way એવો હોવો જોઈએ જે audience ને પસંદ આવે અને તેમાં interest પડે. ત્યાં સુધી કે normal life ની સામાન્ય ઘટનાઓને પણ ફિલ્મી treatment આપીને interesting, effective way માં બતાવો.
ફિલ્મની મોટાભાગની ઘટનાઓને હંમેશા ઘુમાવીને, અનેક મુશ્કેલીઓ, અને સંઘર્ષ દ્વારા તેને વધુ interesting, effective બનાવીને બતાવમાં આવે છે.
07. Opposite than expectation
એક્ટર્સ જે વિચારતા હોય, જે expect કરતા હોય, જે planning કરતા હોય અથવા order કરતા હોય તેના કરતા એકદમ અલગ ઘટના થવી. ખાસ કરીને કોમેડી genre ની ફિલ્મોમાં અને કોઈપણ અન્ય genre ની ફિલ્મમાં જયારે comic element add કરવું હોય ત્યારે આ point વધુ કામ કરતો હોય છે.
કોઈપણ expectation ની opposite ઘટના બને ત્યારે તે audience ના mind ઉપર લાંબા ટાઈમ સુધી અસર કરી શકે છે. કારણ કે expectation વિરુધ્ધની ઘટના mind આસાનીથી accept નથી કરી શકતું. જેના કારણે તેની desire વધુ strong બને છે.
આવી ઘટનાઓથી audience વિચારતી થઇ જાય છે. અને જો audience વિચારતી થઇ જાય તો તેનો મતલબ તે ફિલ્મ સાથે સારી રીતે connect થઇ રહી છે.
08. Something new, different
એક ફિલ્મમાં હંમેશા કંઇક નવું, કંઇક અલગ, અને unique બતાવવાનો ટ્રાય ચોક્કસ કરો. જે audience ને ગમશે અને ડિરેક્શનમાં પણ ચોક્કસ માર્ક્સ મળશે. ફિલ્મમાં શું નવું લાવવું તે આખરે ડિરેક્ટરના knowledge, talent અને creativity ઉપર dipend કરે છે.
જયારે કંઇક નવું હોય ત્યારે જ તે સફળ થાય છે. Jane Bhi Do Yaro (1983) ફિલ્મનો લાસ્ટ ડ્રામા સીન. Naseeb (1982) ફિલ્મના સોંગમાં અનેક એક્ટર્સને ભેગા કરવાનો પ્લાન, Namak Halal (1982) ફિલ્મમાં અમિતાભ અને Pyaar Ka Punchnama (2011) ફિલ્મમાં કાર્તિક આર્યનનો લાંબો dialogues,
આ દરેક cinematic elements તે વખતે નવા હતા અને તે સફળ પણ થયા. તે નોટીસ પણ થયા.
Conclusion
કોઇપણ સ્ક્રિપ્ટમાં, ખાસ કરીને commercial સ્ક્રિપ્ટમાં આ creative અને cinematic elements ચોક્કસ હોવા જોઈએ, જેથી તે સ્ક્રિપ્ટ એક ફિલ્મને અનુરૂપ બની શકે, અને તેની quality અને richness વધી શકે.
કોઈપણ સ્ટોરીને આ points એક ફિલ્મનું structure આપવામાં help કરે છે. હોલીવુડની મોટાભાગની commercial ફિલ્મોમાં આ points ચોક્કસ જોવા મળશે.