કોઈપણ ફિલ્મ બનાવવા માટે સૌ પહેલા ફિલ્મની સ્ટોરી લખવામાં આવે છે. આ સ્ટોરીમાંથી plot અને તે plot માંથી એક સ્ક્રિપ્ટ બનાવવામાં આવે છે.
સ્ક્રિપ્ટ બનાવવા માટે સૌ પહેલા સ્ટોરીને ફિલ્મના એક structure પ્રમાણે, એટલે કે cinematic structure પ્રમાણે લખવામાં આવે છે.
અથવા તો જયારે કોઈ idea, event ઉપરથી ફિલ્મ બનાવવામાં આવે ત્યારે તે idea, event ને cinematic structure માં convert કરીને ફિલ્મની સ્ટોરી લખવામાં આવે છે. કારણ કે એક ફિલ્મ અને સ્ટોરી, idea, event બંનેનું structure અલગ અલગ હોય છે.
Cinematic structure એટલે શું?
એક ફિલ્મ બનાવવા માટેની સ્ટોરીનું એક ચોક્કસ structure હોય છે, અને તે structure માજ ફિલ્મની સ્ટોરીને લખવામાં આવે છે. કારણ કે એક ફિલ્મ હંમેશા તેના એક specific structure માં બનતી હોય છે.
જેમ કે… ફિલ્મ કેવી રીતે શરુ થાય છે, સ્ટોરી કેવી રીતે આગળ વધે છે, ત્યારબાદ અલગ અલગ ઘટનાઓ બને છે, અને સ્ટોરીમાં કેવા twists and turns આવે છે, અને છેલ્લે climax સાથે ફિલ્મ કેવી રીતે પૂરી થાય છે.
આમ ફિલ્મ શરૂઆતથી લઈને end સુધી તેના એક specific structure માં બનતી હોય છે, ફિલ્મ સ્ટોરીના આ structure ને cinematic structure કહેવામાં આવે છે. જેથી ફિલ્મ બનાવતા પહેલા સ્ટોરીને cinematic structure ના format માં લખવી ખુબ જ જરૂરી છે.
સ્ટોરીને cinematic structure ના format માં કેવી રીતે લખવી? કોઈપણ idea, event ને ફિલ્મ સ્ટોરીમાં કેવી રીતે convert કરવા?
કોઈપણ સ્ટોરીને cinematic structure માં કેવી રીતે લખવી તેની ચોક્કસ techniques અને format છે. આ blog માં જાણીએ, સ્ટોરીને cinematic structure માં કેવી રીતે લખવી? એક ફિલ્મ સ્ટોરી ક્યા structure માં બનેલી હોય છે? કોઈપણ idea, event ને એક ફિલ્મ સ્ટોરીમાં કેવી રીતે convert કરવા? વગેરે.
10 stages – જેના દ્વારા સ્ટોરીને cinematic structure ના format માં લખવામાં આવે છે
01. Opening
કોઈપણ એક સામાન્ય અથવા મહત્વની ઘટના દ્વારા ફિલ્મની શરૂઆત થાય છે, અને આ ઘટના મોટાભાગે ફિલ્મની main સ્ટોરી સાથે કોઈપણ રીતે સંકળાયેલ હોય છે.
02. Character introduction
ફિલ્મની શરૂઆત બાદ લીડ એક્ટર્સની entry થાય છે, અને તેની સાથે તેનું પણ character introduce કરવામાં આવે છે. ત્યારબાદ અન્ય મહત્વના characters ને દર્શાવવામાં આવે છે, અને તેનું characterization clear કરવામાં આવે છે.
03. Story buildup
ફિલ્મની શરૂઆત અને characters introduce થયા બાદ, ધીમે ધીમે સ્ટોરી બનવાની, અને સ્ટોરી આગળ વધવાની શરૂઆત થાય છે, ત્યારબાદ હવે મુખ્ય સ્ટોરી શરુ થાય છે, અનેક નાની મોટી ઘટનાઓ બનતી જાય છે, જેમાં અન્ય નાના મોટા અનેક નવા characters આવતા જાય છે.
04. Problem
ફિલ્મની મુખ્ય સ્ટોરીમાં હવે અચાનક જ એક મોટો problem આવે છે, જે આસાનીથી solve થાય તેવો નથી. મોટાભાગે આ problem લીડ એક્ટર્સને direct effect કરતો હોય છે.
05. Failing
Problem નો સામનો કરવામાં અને તેને solve કરવા માટે મોટાભાગે લીડ એક્ટર્સ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવે છે, પણ તે બધા જ પ્રયત્નો એક પછી એક fail થતા જાય છે.
06. Situations make change
Problem ઉભા થવાના કારણે પહેલાની situations માં હવે અચાનક ઘણાબધા changes આવવા લાગે છે, અને હવે ધીમે ધીમે situations negative બનતી જાય છે, અને લીડ એક્ટર્સ weak થતા જાય છે.
07. Help, solution
Problem ને solve કરવા માટેના અનેક નિષ્ફળ પ્રયત્નો બાદ, લીડ એક્ટર્સને એક નાની help મળે છે, જેના દ્વારા problem ને solve કરવા માટેનું એક ખુબ અઘરૂ solution દેખાય છે.
08. Situations make change
આ help દ્વારા situation ને solve કરવાના પ્રયત્નો કરવામાં આવે છે, તેનાથી problem ખત્મ થતો નથી પણ situation ધીમે ધીમે થોડી normal બનવાની શરૂઆત ચોક્કસ થાય છે. અને હવે problem ખત્મ થવાનો એક final stage બાકી છે, જે ખુબ જ અઘરો છે.
09. Climax
Problem ને ખત્મ કરવાના આ final stage માં લીડ એકટર્સ, અને તેને રોકવા માટે અન્ય characters વચ્ચે એક ખુબ interesting મુકાબલો થાય છે, ખુબ સારા એવા સંઘર્ષ પછી છેલ્લે એક interesting climax સાથે લીડ એકટર્સને સફળતા મળે છે, અને problem ખત્મ થાય છે.
10. End
સૌથી છેલ્લે હવે સુધરેલી situations સાથે લીડ એક્ટર્સ અને મુખ્ય characters વચ્ચેના અમુક happy events ની સાથે જ ફિલ્મ અહી પૂરી થાય છે.
બોલીવુડ, હોલીવુડની મોટાભાગની ફિલ્મો આ structure દ્વારા જ બને છે
બોલીવુડ અને હોલીવુડની અમુક genres ની ફિલ્મોને બાદ કરતા મોટાભાગની commercial genres ની ફિલ્મો, એટલે કે action, romance, comedy, suspense, thriller, crime વગેરે genres ની ફિલ્મો આ cinematic structure દ્વારા બનતી હોય છે.
કારણ કે મોટા ભાગના audience ને આવી ફિલ્મો વધુ પસંદ આવે છે. જેના કારણે આ ફિલ્મો સારી ચાલે છે અને box-office ઉપર વધુ business કરે છે.
Conclusion
કોઈપણ સ્ટોરીને ફિલ્મ દ્વારા અસરકારક રીતે રજુ કરવા તેને cinematic structure પ્રમાણે લખવામાં આવે છે. કોઈપણ idea, event, novel, biography ઉપરથી ફિલ્મ બનાવવા માટે તેને cinematic structure માં convert કરીને તેના ઉપરથી સ્ટોરી લખવામાં આવે છે.
Note: This blog content has been copyright by author.