Latest Posts:

(એક્ટિંગ કેરિયર શરુ કરતા પહેલા ફિલ્મ ઇન્સ્ટીટ્યુટ join કરવું કેટલું જરૂરી છે? તેના દ્વારા કેટલો ફાયદો થઇ શકે?)

Just imagine કરો કે તમે ફિલ્મના સેટ ઉપર છો અને તમારી ફિલ્મનું શૂટ ચાલી રહ્યું છે, ડિરેક્ટર તમને કહે છે કે next close-up shot લેવાનો છે અને, શોટ શરુ થાય છે અને તમે આ શોટ દરમ્યાન કોઈપણ પ્રકારની એકદમ minor movement કરો છો અને… નવા એક્ટર્સ આવી ભૂલો ચોક્કસ કરે છે.

અહી એક એક્ટર તરીકે તમને ખબર હોવી જોઈએ કે close-up shot માં કોઈપણ પ્રકારની minor movement પણ નથી લેવામાં આવતી, અને તેના વિષે એક્ટરને ખબર હોવી જોઈએ, આ એક્ટિંગનું basic knowledge છે. આ પ્રકારનું દરેક knowledge તમને ફિલ્મ ઇન્સ્ટીટ્યુટ દ્વારા મળે છે, જો તમે એક્ટિંગ શીખ્યા હોવ તો.

જો તમને આ knowledge ના હોય તો સૌથી પહેલા ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં જઈને એક્ટિંગ શીખવી જોઈએ, ત્યારબાદ જ એક્ટર બનવા માટે પ્રયત્ન કરવા જોઈએ.

એક્ટર બનવા માટે એક્ટિંગ શીખવી કેમ જરૂરી છે?

તમે જે ફિલ્ડમાં કામ કરવા માંગતા હોવ તે ફિલ્ડનું સૌથી પહેલા basic અને ત્યારબાદ complete knowledge હોવું જ જોઈએ, તેની etiquette વિષે સમજ હોવી જોઈએ, તેની working system વિષે જાણતા હોવા જોઈએ, નહી તો તમે અનેક ભૂલો કરશો, જેમાંથી અમુક ભૂલો તમારી કેરિયર destroy કરી શકે છે.

હવેના ટાઈમમાં ફિલ્મોમાં એક્ટિંગનું મહત્વ ખુબ વધુ છે, પહેલાની અનેક ફિલ્મો ફક્ત songs અથવા એક્ટરના stardom ઉપર પણ ચાલી જતી હતી, પણ હવે એવું રહ્યું નથી,

જેથી હવે star kids પણ એક્ટર બનતા પહેલા એક્ટિંગ institute માંથી એક્ટિંગ શીખીને અને ત્યાર બાદ કોઈ ડિરેક્ટરની under માં આસિસ્ટન્ટનો અનુભવ મેળવીને ફિલ્મોમાં એક્ટિંગ કેરિયર બનાવવાનો પ્રયત્ન કરે છે.

10 Benefits – જેના કારણે એક્ટર બનવા માટે એક્ટિંગ શીખવી ખુબ જરૂરી છે

01. ફિલ્મ institute એકિટંગનું proper knowledge આપી એક્ટિંગ શીખવાડે છે

એક્ટર બનવા માટે પહેલા એક્ટિંગ આવડવી જોઈએ અને એક્ટિંગ આવડવા માટે સૌથી પહેલા એક્ટિંગનું technical knowledge મેળવવું પડે અને ત્યારબાદ એક્ટિંગ શીખવી પડે.

એક્ટિંગ શિખવા માટેનું ચોક્કસ technical knowledge હોય છે, જેમ કે એક્ટિંગના કેટલા પ્રકારો હોય છે? ફિલ્મ એક્ટિંગ એટલે શું? કેમેરા એક્ટિંગ એટલે શું? Character માં કેવી રીતે ઉતરવું? વગેરે, અને ત્યારબાદ આ knowledge નો ઉપયોગ કરી એક્ટિંગ કેવી રીતે કરવી? તે જાણવા અને શીખવા મળે છે.

એક્ટિંગ શીખવાથી તમને સમજ આવશે કે એક્ટિંગ એટલે શું? એક્ટિંગ શું છે? એક્ટિંગ એટલે ફક્ત અભિનય કરવો જ નહી પણ એક્ટિંગ કરવા માટેની અમુક ચોક્કસ techniques હોય છે.

02. ફિલ્મ institute તમને એક્ટિંગ શીખવા માટે એક specific atmosphere provide કરે છે

ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં એક્ટિંગ શીખવા માટે એક ચોક્કસ atmosphere provide કરે છે, જ્યાં તમારા જેવા અનેક ફ્રેશ future એક્ટર્સ એક્ટિંગ શીખતા હોય છે, તેઓનું knowledge અને skill પણ almost તમારા જેટલી જ હશે, જેથી કોઈપણ પ્રકારની શરમ અથવા hesitation વગર એક્ટિંગ શીખી શકશો. આ પ્રકારનું atmosphere તમને બીજે ક્યાય પણ નથી મળતું હોતું.

03. કંઇપણ શીખવા માટે એક teacher હોવા ખુબ જરૂરી છે, એક્ટિંગ શીખવાથી તમને એક એક્ટિંગ trainer મળે છે

કંઈપણ શીખવા માટે એક ટીચર, એક કોચ હોવા ખુબ જ જરૂરી છે, જે તમને કંઇક શીખવાડે છે, તમને તે ફિલ્ડનું knowledge આપે છે, અને તમને તે ફિલ્ડમાં કેરિયર બનાવવા માટે તૈયાર કરે છે.

એક ટીચર, એક કોચ વગર કંઈપણ શીખવું મુશ્કેલ અને અશક્ય છે. વિચારો કે તમારા સ્કૂલ ટીચર તમારા માટે કેટલું મહત્વ ધરાવે છે? જો આ ટીચર ના હોત તો તમે શું શીખ્યા હોય? લાઈફમાં એક ગુરુ હોવા ખુબ જરૂરી, ગુરુ દ્વારા જ કોઈપણ ફિલ્ડમાં આગળ આવી શકાય છે.

ફિલ્મ ઇન્સ્ટીટ્યુટ દ્વારા તમને એક એક્ટિંગ ટીચર, એક કોચ મળે છે, જેના દ્વારા તમે તમારા દરેક પ્રશ્નો share કરી શકો છો, તમારા દરેક પ્રશ્નોના proper reply મેળવી શકો છો, તમારા દરેક problems નું solution મેળવી શકો છો.

04. એક્ટિંગ trainer દ્વારા એક્ટિંગ જલ્દી અને ઓછા ટાઈમમાં શીખી શકશો

એક ટીચર જયારે તમને કંઇક શીખવાડે છે ત્યારે તમે તેને જલ્દી શીખી શકશો, પણ તેના બદલે જાતે શીખવા જશો તો ક્યાય અટકશો અથવા શીખવામાં ખુબ ટાઈમ લાગશે. જયારે તમને guide કરનાર વ્યક્તિ હોય ત્યારે તમે જલ્દી, આસાનીથી અને smoothly શીખો છો.

05. એક્ટિંગ શીખવાથી, તેની practice અને તેના experience થી પોતાના એક્ટિંગના weak point દુર થઈને એક્ટિંગ improve થાય છે

ફિલ્મ ઇન્સ્ટીટ્યુટ દ્વારા એક્ટિંગ શીખવાથી એક્ટિંગની એક regular practice થતી રહે છે, અને એક્ટિંગનો એક experience મળી રહે છે, જે અન્ય ક્યાય મળી શકતી નથી. એક્ટિંગની આ practice અને experience દ્વારા એક્ટિંગમાં તમારા પોતાના અમુક જે weak points હોય તે દુર થાય છે અને તમારી એક્ટિંગ વધુ improve થાય છે.

06. એક્ટિંગ knowledge થી 100% confidence બનશો

એક્ટિંગ શીખવાથી તમારામાં એક confidence આવે છે, આ confidence તમને કેરિયર બનાવવામાં કામ આવે છે. જો તમારામાં knowledge હશે તો તમે એકદમ confidence બનશો, અને જો તમે એકદમ confidence હશો તો તમારામાં માટે એક્ટર બનવા માટેનો આગળનો રસ્તો અન્ય કરતા આસાન હશે.

એક્ટિંગ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું knowledge હોવાના કારણે ઓડિશનમાં તમારો confidence આસાનીથી દેખાઈ આવશે, અને તમે પુરા confidence થી ઓડિશન આપી શકશો.

Knowledge હોવાથી તમે જયારે કોઈ ડિરેક્ટરને મળશો ત્યારે તેના પ્રશ્નોના proper reply આપી શકશો. તેમની સાથે proper communicate કરી શકશો. ફિલ્મમાં કામ કરવા માટે તમે કેટલા તૈયાર છો તે તમારા confidence ઉપરથી દેખાઈ આવશે અને સામેની વ્યક્તિ આસાનીથી જાણી શકશે. ફિલ્ડનું knowledge હોવાથી તમે ક્યારેય confuse બિલકુલ નહી હોવ અને તમે clear mind હશો.

જયારે કોઈપણ વિષયનું knowledge ના હોવાથી તમે કોઈપણ વ્યક્તિની વાતોમાં આવી જશો, અને સાથે સાથે અનેક પ્રકારની ઘણી બધી ભૂલો કરશો.

07. કોઈપણ subject નું knowledge હોવાથી તેનું true value કરી શકશો અને importance સમજી શકશો

કોઈપણ subject નું complete knowledge હોવાથી તે subject ને યોગ્ય રીતે સમજી શકશો, તેનું importance શું છે તે જાણી શકશો, અને તેનું true value કરી શકશો.

જો તમે હિન્દી ફિલ્મો વિષે કંઈ જાણતા ના હોવ, જો તમે એક્ટિંગ ફિલ્ડ વિષે કંઈપણ જાણતા ના હોવ તો પછી અમિતાભ તમારી સામે આવીને ઉભા રહે તો પણ તમને તેમનું મહત્વ નહી સમજાય, તેમના achievement નહી સમજાય. ફિલ્મોમાં તેમને આપેલ યોગદાન તમે નહી સમજી શકો, અને તમારા માટે તે વ્યક્તિની કિંમત ઝીરો હશે, તમારા માટે તે વ્યક્તિ કોઈ કામની નથી.

માટે કોઈપણ વિષયનું સાચું અને પૂરું knowledge હશે તો તેનું importance, value જાણી અને સમજી શકાશે. માટે એક્ટિંગ શીખવી અને તેનું knowledge મેળવવું જરૂરી છે.

08. ફિલ્મ institute દ્વારા ફિલ્મ ઇન્ડસ્ટ્રીની working system, rules regulations અને etiquette જાણવા પણ મળે છે

કોઈપણ ફિલ્ડ અથવા ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની ચોક્કસ system હોય છે. આ working system પ્રમાણે જ અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં કામ થતું હોય છે.

બસ આવી જ રીતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ એક એક્ટર તરીકે કામ કરવાની પણ એક system હોય છે, એક્ટિંગ શીખવાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશેની working system જાણવા મળે છે, જે એક એક્ટર માટે ખુબ જરૂરી છે.

જો તમે આ working system નહી જાણતા હોવ તો કેરિયર બનાવવામાં ભૂલો થશે, વારંવાર અનેક ભૂલો કર્યા કરશો, તમે ગમે તેટલી મહેનત કરતા હશો તો પણ જોઈતું result નહી મેળવી શકો. સફળ એક્ટર બનવામાં અનેક problems આવશે.

09. એક્ટિંગનું knowledge તમને better ઓડિશન આપવામાં help કરે છે

ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં એક્ટિંગ શીખવાથી અને એક્ટિંગનું knowledge તમને better ઓડિશન આપવામાં help કરે છે, એક્ટિંગનું આ knowledge દ્વારા તમે પુરા confidence થી ઓડિશન આપી શકશો. ફિલ્મ ઓડિશન એક એવી exam છે જ્યાં વર્ષોથી એક્ટિંગ કરતા હોય તેઓ પણ pressure feel કરતા હોય છે.

વિચારો કે જયારે અધુરી તૈયારી સાથે exam આપવા જાવ ત્યારે અને પૂરી તૈયારી કરીને exam આપવા જાવ ત્યારે તમારો confidence માં કેટલો ફર્ક હોય છે? બસ એક્ટર બનવા માટે એક્ટિંગ શીખવાથી તમારા confidence માં આટલો ફર્ક પડતો હોય છે.

10. એક્ટિંગ શીખ્યા બાદ એક્ટર કેવી રીતે બનવું? એકિટંગ કેરિયર કેવી રીતે શરુ કરવી? ફિલ્મ institute તેનું proper knowledge આપે છે

ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં એક્ટિંગ શીખી લીધા પછી શું? ફક્ત એક્ટિંગ શીખી લેવાથી ફિલ્મમાં કામ નહી મળે, માટે ફિલ્મ ઇન્સ્ટીટ્યુટ તમને એક્ટિંગની સાથે સાથે એક્ટિંગ કેરિયર, એક્ટર લાઈફ, ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિષે knowledge અને guidance આપે છે. જે તમે અન્ય ક્યાયથી પણ મળી શકે તેમ નથી.

એક્ટિંગ શીખવી જેટલી જરૂરી છે, તેટલું આ knowledge મેળવવું પણ એટલું જ જરૂરી છે, કારણ કે આ knowledge તમને એક એક્ટર તરીકે કેરિયર શરુ કરવામાં કામ લાગે છે.

એક્ટિંગ શીખ્યા બાદ step by step એક્ટર કેવી રીતે બનવું? એક્ટર બનવા માટે ક્યા ક્યા planning preparation કરવી? તેના માટે કોને મળવું? ક્યા વ્યક્તિને મળવું? વગેરેનું guidance ફિલ્મ ઇન્સ્ટીટ્યુટ આપે છે.

મોટાભાગના બોલીવુડ એક્ટર્સ ફિલ્મ institute દ્વારા એક્ટિંગ શીખીને એક્ટિંગ કેરિયર શરૂ કરતા હોય છે

શાહરૂખ ખાન, હ્રીતિક રોશન, કરીના કપૂર, જોન અબ્રાહમ, પ્રિયંકા ચોપરા, દીપિકા પાદુકોણે, અનુષ્કા શર્મા, રણવીર સિંહ, વરુણ ધવન, ટાઈગર શ્રોફ, જેવા અનેક બોલીવુડ એક્ટર્સ પણ ફિલ્મ સ્કૂલમાં એડમીશન લઈને એક્ટિંગ શીખ્યા છે.

ફિલ્મમાં કામ કરતા પહેલા તેમની પાસે એક્ટિંગ અને ફિલ્મમેકિંગનું દરેક પ્રકારનું knowledge હોય છે, અને પુરેપુરા prepare થઇ ત્યાર પછી જ તેઓ ફિલ્મોમાં કેરયર શરુ કરતા હોય છે.

Conclusion

એક્ટર બનવા માટે સૌથી પહેલા એક્ટિંગ શીખવી જરૂરી છે, જો તમારામાં એક્ટિંગ talent હોય તો પણ તે talent નો ઉપયોગ કેવી રીતે કરવો? આ talent ને finishing touch કેવી રીતે આપવો? આ talent દ્વારા એક્ટિંગ કેરિયર કેવી રીતે બનાવવી? તે જાણવા અને શીખવા માટે પણ એક્ટિંગ teacher, trainer ની under માં training લેવી જરૂરી છે.

એક્ટર અથવા એક્ટિંગ related કોઈપણ question, query માટે WhatsApp કરો 8758110999, અથવા Email કરો gujarati.filmmaking@gmail.com

Note: This blog content has been copyright by author.

Author

Hey there, I am Rahul... Watching movies, and Film direction is my real passion... I share my thoughts by writing blog about Film direction, Filmmaking and Acting @ GujaratiFilmmaking.com and Gujarati Film Review & Analysis @ GujaratiFilmreview.com

Write A Comment