ફિલ્મ ઓડિશન એટલે ફિલ્મમાં એક્ટર selection માટેની એક process. એક એક્ટર માટે ઓડિશન એટલે ફિલ્મમાં select થવા માટેનો એક chance, opportunity. અનેક બોલીવુડ એક્ટર્સે ઓડિશન આપીને ફિલ્મ મેળવી છે, અને આજે તેઓ એક success એક્ટર છે.
મુંબઈમાં ફિલ્મ, વેબ સીરીઝ, ટીવી સીરીયલ, એડ શૂટ, વિડીઓ સોંગ વગેરે માટે અનેક ઓડિશન થાય છે. જેથી મુંબઈમાં એવા લાખો ફ્રેશ એક્ટર્સ છે, જે અલગ અલગ રાજ્યો માંથી એક્ટર બનવા માટે મુંબઈમાં આવે છે, અહી PG, ફ્લેટ, રૂમ ભાડે રાખીને રહે છે, અને એક્ટર બનવા માટે પ્રયત્નો કરે છે.
તેઓ લગભગ રોજ સવારે જોબ ઉપર નીકળતા હોય તેમ ઓડિશન માટે જાય છે, દિવસના એક અથવા એકથી વધુ ઓડિશન આપે છે, અને સાંજે ઘરે પાછા આવે છે, અને આ તેમની એક routine life છે. તેમાંથી ઘણા ઓડિશન કેવી રીતે આપવું તે સારી રીતે જાણે છે, તો કેટલાક બિલકુલ નથી જાણતા.
ફિલ્મ ઓડિશન કેવી રીતે આપવું? એક success ફિલ્મ ઓડિશન આપવા માટે ક્યા ક્યા points ને follow કરવા?
જેઓ ફિલ્મ institute માંથી એક્ટિંગ શીખેલા છે તેઓ સારી રીતે જાણે છે કે ઓડિશન કેવી રીતે આપવું, પણ જેઓ એકદમ ફ્રેશ છે તેઓ ઓડિશન આપવાની proper રીતથી બિલકુલ અજાણ છે.
આ blog માં ફિલ્મ ઓડિશન કેવી રીતે આપવું? ઓડિશનમાં શું શું કરવું? અને શું શું ના કરવું? સફળ ઓડિશન માટે ક્યા ક્યા points ધ્યાનમાં રાખવા? તેના વિશે જાણીએ.
ઓડિશન મોટાભાગે 3 પ્રકારના હોય છે
ઓપન ઓડિશન
જેમાં એક્ટિંગનો શોખ ધરાવનાર કોઈપણ વ્યક્તિ ઓડિશન પ્લેસ ઉપર જઈને ફિલ્મના કોઈપણ character માટે ઓડિશન આપી શકે છે, જેને ઓપન ઓડિશન કહે છે. ઓપન ઓડિશન મોટાભાગે ફ્રેશ એક્ટર્સ માટે અને supporting characters માટેનું હોય છે.
કાસ્ટિંગ ડિરેક્ટર through ઓડિશન
જેમાં ડિરેક્ટર ફિલ્મ માટે જોઈતા એક્ટર્સ વિષે કાસ્ટીંગ ડિરેક્ટરને જણાવે છે અને કાસ્ટીંગ ડિરેક્ટર characters ની requirement પ્રમાણે જે તે એક્ટર્સને ડિરેક્ટરનો contact કરાવે છે.
પર્સનલ ઓડિશન
જેમાં ડિરેક્ટર અથવા પ્રોડક્શન હાઉસ દ્વારા અમુક ફ્રેશ અથવા અનુભવી એક્ટર્સને ઓડિશન માટે બોલાવવામાં આવે છે. આ ઓડિશન મોટાભાગે અનુભવી અને ફિલ્મના લીડ characters માટેનું હોય છે.
ઓડિશન માટેની preparation
જયારે ઓડિશન માટે જાઓ તેની પહેલ અમુક જરૂરી preparation કરી લો, (1) સૌથી પહેલા એ જાણી લો કે તમે કોના માટે ઓડિશન આપી રહ્યા છો? ફિલ્મ, વેબ સીરીઝ, સીરીયલ વગેરે. (2) ઓડિશન કોણ organize કરે છે તેની basic details મેળવી લો. (3) ઓડિશન માટે હંમેશા light makeup કરો, અને જરૂર પડે તો makeup kit સાથે રાખો.
(4) ઓડિશન માટે હંમેશા casual wear પહેરીને જાઓ, અને બે થી ત્રણ કોસ્ચ્યુમ્સ પોતાની સાથે પણ રાખો, જેથી જરૂર પડે તો getup બનાવી શકાય. (5) ઓડિશન માટે proper mood બનાવીને જાઓ. જે તમને mentally effect કરશે.
ઓડિશન place ઉપર આવ્યા બાદ જરૂરી tips
ઓડિશન મોટાભાગે હોટેલ, પ્રોડક્શન હાઉસની ઓફીસ, અથવા institute વગેરેમાં લેવામાં આવતા હોય છે. ઓડિશન place ઉપર લાંબી લાઈન જોવા મળી શકે છે, જેને જોઇને ઘણાનો confidence ઉપર અસર થતી હોય છે. માટે અહીથી વધુ વિચારવાનું છોડી દો અને પોતાના નંબર આવે તેની રાહ જુવો.
ઓડિશન આપવા માટે કોઈપણ age ના વ્યક્તિઓ આવ્યા હશે. ઘણા વ્યક્તિઓ તે દરમ્યાન અન્ય સાથે વાતો કરી ટાઈમ પાસ કરે છે. પણ આ ટાઈમનો એક ખુબ સારો ઉપયોગ કરો, જે તમને ફાયદો કરાવશે.
પોતાનો નંબર આવે ત્યાં સુધી બને શકે તો એક કામ કરો, હાલના એક્ટર્સના struggle ટાઈમનો વીડિઓ જુવો, Youtube ઉપર આ પ્રકારના અનેક વીડિઓ છે જેમાં અત્યારના એક્ટર્સએ પોતાના struggle ટાઈમ અને તેમાંથી કેવી રીતે બહાર આવ્યા તેનો અનુભવ શેર કર્યો છે. આ વીડિઓ તમારામાં એક confidence ભરવાનું કામ કરશે, અને તમને એક inspiration આપશે.
એક સારા ઓડિશન માટે confidence હોવો ખુબ જરૂરી છે. જયારે તમારો નંબર આવશે ત્યારે તમને ઓડિશન રૂમમાં બોલાવવામાં આવશે, જ્યાં તમારે ઓડિશન આપવાનું છે.
ઓડિશન કેવી રીતે આપવું? ઓડિશનના 3 stages હોય છે
01. સૌ પહેલા પોતાની personal details આપવી
ઓડિશનની શરૂઆતમાં સૌથી પહેલા પોતાની personal details આપવી, જેમાં પોતાનું પૂરું નામ, ઉમર, હાઈટ, વેઇટ, contact number, તે સિવાય જો Film institute દ્વારા એક્ટિંગ શીખેલ હોય તો તેની details જણાવવી. થીએટર અથવા એક્ટિંગનો કોઈપણ પ્રકારનો અનુભવ હોય તો તે જણાવવું.
મુંબઈમાં ઓડિશન દરમ્યાન મોટાભાગે એક્ટર્સની personal details એક white board ઉપર લખીને તેનો ફોટો લેવામાં આવે છે, જેથી એક્ટરની personal details ને આસાનીથી જાણી શકાય. Personal details આપ્યા બાદ હવે તમારી લૂક પ્રોફાઈલ બતાવવાની હોય છે.
02. પ્રોફાઈલ બતાવવી
લૂક પ્રોફાઈલ બતાવવા માટે તમારી right side ફરી જાઓ, ત્યારબાદ તમારો ફેસ કેમેરા તરફ ઘુમાવો અને ફરી right side ઘુમાવો, ત્યારબાદ એજ રીતે left side પ્રોફાઈલ બતાવો. લૂક પ્રોફાઈલનો મતલબ થાય છે કે તમે સાઈડથી કેવા દેખાવ છો. પ્રોફાઈલ બતાવ્યા બાદ ઓડિશન આપવાનું હોય છે.
03. એક્ટિંગ ઓડિશન આપવું
ઓડિશન આપતા પહેલા તે character નું characterization જાણી લેવું
ઓડિશનમાં જયારે તમને કોઈ એક character ના dialogues આપીને perform કરવાનું કહેવામાં આવે, ત્યારે સૌથી પહેલા તે character નું characterization ને સમજી લો, જેથી perform કરવું આસાન બનશે.
જો character નું characterization કેવું છે તે જાણ્યા વગર જ ઓડિશન આપશે તો proper એક્ટિંગ નહી નીકળે, જેથી reject થવાના chance પણ છે. આમ તો character ના dialogues દ્વારા characterization જાણીપણ શકાય છે. પણ જો જરૂર લાગે તો પૂછી લો કે કે આ character નું characterization કેવું છે? અને situation કેવી છે? ત્યાર બાદ ઓડિશન આપો.
અમુક એક્ટર્સ બહુ જલ્દી characterization ને સમજી જાય છે, અને perform કરતી વખતે તે ડિરેક્ટરની expectation કરતા પણ વધુ સારું performance આપે છે, આવા એક્ટર્સ બહુ જલ્દી select થાય છે.
ઓડિશન કેવી રીતે આપવું?
ઓડિશનમાં મોટાભાગે એ જ જોવામાં આવે છે કે તમે કેવી એક્ટિંગ કરી શકો છો? કોઈપણ character ને કેટલું સારી રીતે accept કરી શકો છો? જેના માટે તમને કોઈ એક character ના dialogues આપવામાં આવે છે, જે character ની તમારે એક્ટિંગ કરવાની હોય છે.
આ character ની એક્ટિંગની સાથે સાથે એક્ટરની dialogue delivery, face expression, eye expression, reaction, confidence તેમજ એક્ટરની complete body language, confidence વગેરે ખાસ જોવામાં આવે છે. એક્ટરના આ perform ઉપરથી judge થાય છે કે તમે કેવા એક્ટર છો અને કેવી એક્ટિંગ કરી શકો છો.
ફ્રેશ એક્ટરની એક્ટિંગ ઘણીવાર તેમના એક perform દ્વારા judge કરી શકતી નથી, માટે તમને 2nd ઓડિશન માટે પણ બોલાવવામાં આવી શકે છે. જેમાં તમને અલગ અલગ characters ની વધુ hard સ્ક્રિપ્ટ આપવામાં આવશે જેના પર તમારે એક્ટિંગ કરવાની હોય છે. જો જરૂર પડે તો તમારે screen test પણ આપવી પડશે.
Screen test
Screen test એટલે ફિલ્મના અમુક સીન્સ ઉપર એક એક્ટરની સાથે અન્ય એક્ટર્સ એક્ટિંગ કરે છે. screen test ખાસ કરીને મોટાભાગે સીનીયર અને અનુભવી એક્ટર્સ માટે હોય છે, જેમની એક્ટિંગ વિષે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટાભાગના ડિરેક્ટર્સ જાણતા હોય છે, માટે તેમનું ઓડિશન નહિ પણ screen test લેવામાં આવે છે.
હકીકતમાં ઓડિશન કરતા screen test માં વધુ ખ્યાલ આવે છે કે એક્ટર ફિલ્મના character માં ફિટ બેસે છે કે નહી? ફિલ્મના character માટે તે એક્ટરની એક્ટિંગ perfect છે કે નહિ? અને ફિલ્મના character ને તે કેટલી હદ સુધી accept કરી શકે છે? જો આ screen test માં એક્ટર્સ પાસ થાય તો finally ફિલ્મના character માટે select થાય છે.
Titanic (1997) ફિલ્મમાં કેટ વિન્સ્લેટ અને જેરેમી સિસ્ટોનો screen test નો વિડીઓ Youtube ઉપર જોવા મળી શકે છે. હોલીવુડ એક્ટર્સ પણ આ રીતે ઓડિશન અથવા screen test આપીને ફિલ્મ મેળવી છે.
તમારું આ એક ઓડિશન તમને future માં પણ કામ લાગી શકે છે
જો તમે સારા એક્ટર હશો તો તમારા આ ઓડિશનનો વિડીઓ અનેક વ્યક્તિઓ જોવાના છે, અનેક ડિરેક્ટર્સ સુધી આ વિડીઓ પહોચવાનો છે, અને ભવિષ્યમાં પણ ઘણા ડિરેક્ટર્સ જોવાના છે, માટે આ એક ઓડિશન તમને ગમે ત્યારે ભવિષ્યમાં કામ પણ લાગી શકે છે.
જો તમે character માં શૂટ થવા હોવ તો, એ ટાઈમે તમને contact કરવામાં આવશે અને તમને meeting માટે બોલાવવામાં આવશે. જેથી તમારા આ ઓડિશન બાદ ઘણા ટાઈમ પછી પણ call આવી શકે છે. આવું ઘણી વાર અનેક એક્ટર્સ સાથે બન્યું છે. માટે ઓડિશન આપ્યા બાદ જલ્દી reply નાં આવે તો નિરાશ ના થાઓ.
જો તમે character માં શૂટ થતા હશો તો તમને મિટિંગ માટે બોલાવવામાં આવશે
જો તમે ફિલ્મના character માં શૂટ થતા હશો, તો તમને મિટિંગ માટે બોલાવવામાં આવશે, આ meeting માં અનેક પ્રકારનું discussion થશે. અને ત્યાર બાદ છેલ્લે ફાયનલ થશે કે તમે એક્ટર તરીકે select થાઓ છો કે નહી.
ઓડિશન દ્વારા એક્ટર selection કેવી રીતે થાય છે?
ઓડિશન આપનાર દરેક એક્ટર્સના મનમાં આ question જરૂર થતો હોય છે કે, ઓડિશન દ્વારા એક્ટરનું selection કેવી રીતે થાય છે? આ એક ખુબ મહત્વના question નો જવાબ દરેક એક્ટર્સ જાણતા હોવા જોઈએ.
હકીકતમાં એક્ટર્સનું selection ફક્ત ઓડિશન દ્વારા જ થઇ જતું નથી. ઓડિશનમાં ફક્ત એ જોવામાં આવે છે કે તમારી એક્ટિંગ કેવી છે? ઓડિશનમાં કોઈપણ એક્ટરે કેટલું પણ સારું perform કર્યું હશે, પણ ફિલ્મમાં એક્ટર્સ select કરતી વખતે ફક્ત એ જ જોવામાં આવે છે કે એક્ટર્સ ફિલ્મના character માં perfect ફીટ થાય છે કે નહી?
જો એક્ટર ફિલ્મના character માં ફિટ થતા હશે તો જ તેનું select થશે, અને જો નહીં થતા હોય તો ગમે તેટલી સારી એક્ટિંગ કરી હશે તો પણ તે reject થશે. આ હકીકત દરેક એક્ટરે સમજવી ખુબ જરૂરી છે.
એક્ટર્સ selection ડિરેક્ટર માટે મુશ્કેલ task છે, કારણ કે તેમને જોઈતી દરેક qualities મોટાભાગે એક એક્ટરમાં નથી મળતી હોતી
એક્ટર્સ selection હંમેશા મુસ્કેલ હોય છે, તેમાં પણ ખાસ કરીને નવા એક્ટર્સનું selection એ ડિરેક્ટર માટે ઘણું headache નું કામ છે, કારણ કે તેમને જોઈતી દરેક qualities એક એક્ટરમાં મળવી મુશ્કેલ હોય છે.
અમુક એક્ટરનું perfect look હોય તો એક્ટિંગ skill ઓછી હોય છે, એક્ટિંગ skill સારી હોય તો look ઓછો હોય, બંને યોગ્ય હોય તો height, weight ઓછા વધતા હોય, એ બધું perfect હોય તો કદાચ તે ફિલ્મના character માટે 100% ફીટ ના બેસતા હોય, અથવા તે સિવાય પણ બીજા અનેક કારણો હોય શકે છે.
ડિરેક્ટરને જોઈતી આ qualities ખુબ rare એક્ટરમાં હોય છે, અને જયારે ડિરેક્ટરને આવો એક્ટર મળે ત્યારે તેને select કરતા હોય છે. આમ ફિલ્મમાં select થવા માટે અનેક કારણો જરૂરી છે, જયારે reject થવા માટે ફક્ત એક કારણ enough છે, માટે ફિલ્મમાં select થવા માટે હંમેશા ખુબ patience રાખવી.
ઓડિશન માટેની most important tips
કોઈપણ પ્રકારની expectation વગર જ ઓડિશન આપો
ફિલ્મમાં select થવા માટે જેટલું વધુ expect કરશો એટલું વધુ pressure feel કરશો, અને જેટલું વધુ pressure feel એટલું ઓડિશન ખરાબ જશે, આ એક હકીકત છે. માટે વધુ પડતી expectation રાખ્યા વગર જ ઓડિશન આપો.
પોતાના તરફથી પણ કોઈ એક પોતાનું ઓડિશન perform આપો
તમને આપેલા character ના dialogues સિવાય પણ તમારા તરફથી કોઈપણ ઓડિશન perform ચોક્કસ આપો, ઘણી વાર પોતાના તરફથી ઓડિશન આપવા વિષે કહેવામાં આવે છે. તમારું પોતાનું perform બે મિનીટથી વધુ ના હોવું જોઈએ, આ બે મીનીટમાં સામેની વ્યક્તિ તમારી એક્ટિંગ skill જાણી લેશે.
Confident બનીને ઓડિશનને enjoy કરો
ઓડિશન પાસ કરવું દરેક એક્ટર્સની expectation હોય છે, જેથી મોટાભાગે ઓડિશન માટે થોડી ઘણી nervousness ચોક્કસ feel કરતા હોય છે, આ સિવાય ઓડિશનમાં આવેલ અન્ય એક્ટર્સને જોઇને ઘણી વાર confidence down પણ થઇ જતો હોય છે, પણ આ બધા points ઉપર ધ્યાન આપ્યા વગર અને result વિષે વધુ વિચાર્યા વગર focus ફક્ત ઓડિશન ઉપર જ આપો.
ક્યારેય પ્રભાવ પાડવાનો પ્રયત્ન ના કરો
અમુક વ્યક્તિઓ ઓડિશનમાં પોતાનો પ્રભાવ પાડવા માટે અલગ અલગ ગતગડા કરતા હોય છે, આવું કરશો તો સામેની વ્યક્તિ સમજી જશે કે તમે ખોટી impression જમાવવાની કોશીશ કરી રહ્યા છે અને તમારી image fake person તરીકે પણ થઇ શકે છે. તમારું selection તમારા એક્ટિંગ talent ઉપર થશે, impression ઉપર નહી. માટે ક્યારેય પ્રભાવ પાડવાનો પ્રયત્ન ના કરો.
આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકેનો અનુભવ તમને better ઓડિશન આપવામાં help કરે છે
જો તમને આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરવાનો અનુભવ હશે તો તે અનુભવ તમને better ઓડિશન આપવામાં ચોક્કસ help કરી શકે છે. (1) કારણ કે તમે એક્ટર્સને એક્ટિંગ કરતા જોયેલા છે, જેથી તમને એક્ટિંગની એ સમજ ચોક્કસ હશે. (2) આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરવાથી તમારામાં એક ચોક્કસ પ્રકારનો confidence હશે, જે અન્ય પાસે નહી હોય.
જલ્દી હિંમત ના હારો, બોલીવુડના અનેક એક્ટર્સ પણ ઓડિશનમાં અનેક વખત reject થયા છે
ઘણા રીજનલ એક્ટર્સ જયારે બોલીવુડ ફિલ્મ માટે ઓડિશન આપે ત્યારે ફેઈલ જતા હોય છે. જયારે બોલીવુડ એક્ટર્સ પણ હોલીવુડ ફિલ્મ માટે ઓડિશન આપે છે અને તેમાં fail પણ જાય છે, જો તમે reject થાવ તો નિરાશ થવાને બદલે next ઓડિશન માટે prepare રહો. ઓડિશન સતત આપતા રહો, અને જ્યાં જરૂર લાગે ત્યાં પોતાનામાં સતત improvement કરતા રહો.
Confident બનો, બોલીવુડના અનેક સ્ટાર એક્ટર્સે પણ આ રીતે જ ઓડિશન આપીને પોતાની પહેલી ફિલ્મ મેળવી છે
બોલીવુડના મોટા સ્ટાર સુપરસ્ટાર એક્ટર્સ પણ આવી રીતે ઓડિશન આપીને ફિલ્મ મેળવી છે, રાજકુમાર રાવ, આયુષ્માન ખુરાના, કાર્તિક આર્યન, વીકી કૌશલ, એક્ટ્રેસમાં અનુષ્કા શર્મા, જેક્લીન ફર્નાન્ડીસ, આલિયા ભટ્ટ, ક્રિતી સેનન, વગેરેના ઓડિશન વિડીઓ Youtube ઉપર જોવા મળે છે, તેઓ પણ અન્ય struggler ની જેમ ઓડિશન આપતા હતા અને ત્યારબાદ તેમને પહેલી ફિલ્મ મળી છે.
જો તમારામાં passion, talent બંને હોય, તો જ્યા સુધી selection ના થાય ત્યાં સુધી ઓડિશન આપતા રહો
દરેક એક્ટર્સની લાઈફમાં એક struggle ટાઈમ ચોક્કસ આવતો હોય છે, તમારી લાઈફમાં પણ તમારે આવો એક struggle ટાઈમ ચોક્કસ face કરવો પડશે. હાલના સુપરસ્ટાર એક્ટર્સનો પણ એક struggle ટાઈમ હતો.
જો તમારામાં એક્ટિંગનું passion હશે અને talent પણ હશે, અને સાથે સાથે જો તમે ફિલ્મના character માં ફીટ થતા હશો, ત્યારે તમારું selection ચોક્કસ થશે. ક્યાં ઓડિશન દ્વારા તમારું selection થશે તે તમને નહી ખબર હોય, માટે જ્યા સુધી ફિલ્મમાં selection ના થાય ત્યાં સુધી ઓડિશન સતત આપતા રહો.
Conclusion
ઓડિશન આપવાની એક રીત હોય છે, એક ચોક્કસ technique હોય છે. ઓડિશન આપવા માટે ઘણું બધું શીખવું, જાણવું અને સમજવું જરૂરી છે. કારણ કે ઓડિશન એક એક્ટર માટે ફિલ્મમાં select થવા માટેનો એક chance છે, એક better ઓડિશન perform તમને એક એક્ટર બનાવી શકે છે.
એક્ટર અથવા એક્ટિંગ related કોઈપણ question, query માટે WhatsApp કરો 8758110999, અથવા Email કરો gujarati.filmmaking@gmail.com
Note: This blog content has been copyright by author.
2 Comments
Hi Mali dasharath bhai mane actors bavu Che
Kindly read this blog
https://gujaratifilmmaking.com/how-to-become-an-actor/
The complete information given in this blog.