કેરિયરની શરૂઆતમાં ફ્રેશ એક્ટરને ફિલ્મમાં કેટલી ફીસ મળે છે? તે વિષે ઘણા ફ્રેશ એક્ટર્સ confuse હોય છે, કારણ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી બહારના મોટાભાગના વ્યક્તિઓ એવું સમજતા હોય છે કે એક્ટર તરીકે ફિલ્મમાં કામ કરવાથી લાખો કરોડો રૂપિયા ફીસ મળે છે.
જેથી ઘણા એમ સમજીને ફિલ્મોમાં એક્ટર બનવા માંગતા હોય છે, કારણ કે તેઓ પણ એમ સમજતા હોય છે કે ફિલ્મમાં કામ કરવાથી બસ એટલા માટે જ તેઓ એક્ટર બનવા માંગતા હોય છે.
આ blog માં સમજીએ કે પહેલી ફિલ્મમાં કોઈપણ એક્ટરને કેટલી ફીસ મળે છે? કોઈપણ એક્ટર સામાન્ય ફીસમાંથી કરોડોની ફીસ સુધી કેવી રીતે પહોચે છે? એક્ટર્સને કરોડોની ફીસ મળે છે તો કેમ મળે છે? એક્ટરની ફીસ ક્યારે વધે છે? અને ક્યારે ઘટે છે?
ક્યા એક્ટર્સને કરોડોની ફીસ મળે છે?
જેઓ 10, 15, 20 વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર એક્ટર છે, જેઓએ તેમની કેરિયરમાં અનેક હીટ ફિલ્મો આપીને સુપરસ્ટાર બન્યા છે, જેઓ હાલ regular હીટ ફિલ્મો આપે છે, જેઓના નામ ઉપરથી audience ફિલ્મો જોવા cinema hall માં જાય છે, જેઓના કરોડો fans and followers છે, તેમને જ કરોડો ફીસ મળે છે.
જેવા કે અમિતાભ બચ્ચન, આમીરખાન, શાહરૂખ ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર વગેરે જેવા બોલીવુડના અન્ય સુપરસ્ટાર એક્ટર્સ.
ફ્રેશ એક્ટર્સને કેટલી ફીસ મળે છે?
ઘણા ફ્રેશર્સને એવી misunderstanding હોય છે કે ફિલ્મોમાં દરેક એક્ટરને ખુબ મોટી ફીસ મળતી હોય છે. જયારે હકીકત એ છે કે કેરીયરની શરૂઆતમાં ફ્રેશ એક્ટર્સને ફક્ત નામની જ ફીસ મળતી હોય છે.
ફ્રેશ એક્ટરને પહેલી ફિલ્મમાં મહિનાની સેલેરી જેટલી જ ફીસ મળે છે. એક ફિલ્મમાં pre-production 15 ના દિવસ, શૂટિંગના 40 દિવસ, marketing promotion ના 30 દિવસ, આમ એક્ટર્સને 3 થી 4 મહિનાની સેલેરી જેટલી ફીસ મળે છે.
પણ મીડિયામાં આ ફીસ વિષે કહેવામાં આવતું તેના અનેક કારણો છે, તેના બદલે મીડિયામાં તો ફ્રેશ એક્ટર્સને પણ સારી amount આપીને ફિલ્મમાં સાઈન કર્યા હોય તેવું કહેવામાં આવે છે, જેથી તેની ક્રેડીટ વધે.
જો માનવામાં નાં આવતું હોય તો સૌથી પહેલા જાણીએ કે બોલીવુડના અત્યારના એક્ટર્સે તેમની પહેલી ફિલ્મમાં કેટલી ફીસ મેળવી હતી.
બોલીવુડ આ એક્ટર્સે તેમની પહેલી ફિલ્મમાં કેટલી ફીસ મેળવી હતી?
આમીર ખાનને તેની પહેલી હીટ ફિલ્મ Qayamat Se Qayamat Tak (1988) માટે રૂપિયા 11,000 મળ્યા હતા. સલમાન ખાનને પહેલી ફિલ્મ Maine Pyar Kiya (1989) માટે 31,000. અક્ષય કુમારને Saugandh (1991) ફિલ્મ માટે 5,000. શાહરૂખ ખાનને Dil Aashna Hai (1992) માં 50,000 મળ્યા હતા.
રાજકુમાર રાવ LSD (2010) 11,000 જયારે Ragini MMS (2011) માટે 1 લાખ. કાર્તિક આર્યન Pyaar Ka Punchnaama (2011) ફિલ્મ 1.25 લાખ. સિધાર્થ મલ્હોત્રા Student of the Year (2012) માટે 1,10,000. આયુષ્માન ખુરાનાને Vicky Donor (2012) માટે 2.5 લાખ મળ્યા હતા.
જયારે હર્ષવર્ધન કપૂરે તેની પહેલી ફિલ્મ Mirzya (2016) કોઇપણ પ્રકારની ફીસ લીધા વગર એકદમ free માં કરી હતી.
આ ફીસ છે બોલીવુડ ફિલ્મોના એક્ટર્સની, રીઝનલ ફિલ્મોની ફીસ આના કરતા 20% સમજવી.
પહેલી ફિલ્મમાં સામાન્ય ફીસ મેળવેલ એક્ટર્સ કેવી રીતે કરોડોની ફીસ સુધી પહોચે છે?
હવે અત્યારના સુપરસ્ટાર એક્ટર્સ જેઓએ પહેલી ફિલ્મમાં એકદમ સામાન્ય ફીસ મેળવી હતી, તો પછી તેઓ અત્યારે કરોડોની ફીસ સુધી કેવી રીતે પહોચ્યા? તેના વિષે જાણીએ.
એક્ટર્સની પહેલી ફિલ્મની આ ફીસ જોઇને અહી એક પ્રશ્ન જરૂર થાય છે કે આ એક્ટર્સ આટલી સામાન્ય ફીસથી શરુ કરીને કરોડોની ફીસ સુધી કેવી રીતે પહોચ્યા? હવે તેને step by step એકદમ details માં સમજીએ.
ફ્રેશ એક્ટરને તેની પહેલી ફિલ્મમાં ખુબ ઓછી ફીસ મળતી હોય છે
કોઈપણ એક્ટરને તેની પહેલી ફિલ્મમાં ખુબ સામાન્ય ફીસ મળતી હોય છે, તેના અનેક કારણો છે, જેમકે… (1) તેમને એક્ટિંગનો કોઈ અનુભવ હોતો નથી, જો તેમને ફિલ્મમાં લેવામાં આવે અને જોઈએ તેવું નાં આપી શકે તો? આ પ્રકારનું જોખમ લેવા ખુબ ઓછા ડિરેક્ટર તૈયાર હોય છે. જેથી તેમની પાસે એક્ટિંગ કઢાવવામાં ડિરેક્ટરને તકલીફ પડવાની છે.
(2) Audience તેમને ઓળખતી નથી હોતી, માટે અજાણ્યા એક્ટરની ફિલ્મ જોવાનું તેઓ મોટાભાગે ઓછા interested હોય છે.
(3) ફિલ્મને ખરીદનાર ડિસ્ટ્રીબ્યુટર્સ પણ નવા એક્ટર્સને લઈને બનાવેલ ફિલ્મને ખરીદવામાં interested ઓછા હોય છે, અને નવા એક્ટર્સની ફિલ્મ ખરીદે તો પણ ફિલ્મ ખુબ ઓછી કિંમતે ખરીદતા હોય છે.
આમ નવા એક્ટર્સને ફિલ્મમાં લેવાનો મતલબ કે ફિલ્મનો ઓછો બીઝનેસ. જેથી ફ્રેશ એક્ટર્સને પહેલી ફિલ્મમાં એક સામાન્ય ફીસ મળે છે.
આ જ એક strong reasons છે કે નવા એક્ટર્સને ફિલ્મમાં લેવા કરતા અનુભવી, સ્ટાર અથવા સુપરસ્ટાર એક્ટર્સને વધુ લેવામાં આવે તો ફિલ્મ વધુ બીઝનેસ કરી શકે છે.
કોઈપણ એક્ટરની ફીસ ક્યારે વધે છે?
ફ્રેશ એક્ટર્સની પહેલી ફિલ્મ હીટ, સુપરહિટ અથવા બ્લોકબસ્ટર જાય, અને સાથે સાથે તે ફિલ્મમાં તેનું character strong અને મહત્વનું હોય, જેમાં તેને એક્ટિંગ બતાવવાનો પૂરો chance મળ્યો હોય, તો next ફિલ્મમાં તેની ફીસ વધે છે, કારણ કે તે સફળ ફિલ્મના સફળ એક્ટર છે, આમ પહેલી ફિલ્મની સફળતાના કારણે બીજી ફિલ્મમાં તેની ફીસ વધે છે.
જો એક્ટરની આ બીજી ફિલ્મ પણ ચાલી ગઈ તો ત્રીજી ફિલ્મમાં આનાથી પણ વધુ ફીસ મળી શકે છે. ભવિષ્યમાં તે એક્ટરની ફિલ્મો જેમ જેમ વધુ સફળ થાય તેમ તેમ તે એક્ટરની ફીસ સતત વધ્યા કરે છે. અને જો વર્ષો સુધી regular હીટ ફિલ્મો આપતા રહે તો તેઓની ફીસ કરોડો સુધી પણ પહોચે છે.
આ કોઈપણ એક્ટર પહેલી ફિલ્મમાં સામાન્ય ફીસથી લઈને કરોડોની ફીસ સુધી પહોચે છે.
ફ્રેશ એક્ટરની પહેલી ફિલ્મ ફ્લોપ જાય તો?
જો ફ્રેશ એક્ટરની આ પહેલી ફિલ્મ ફ્લોપ અથવા એવરેજ ગઈ, તો બીજી ફિલ્મમાં પણ આટલી જ ફીસ મળે છે. અને બીજી ફિલ્મ પણ ફ્લોપ ગઈ, તો એક્ટરને ત્રીજી ફિલ્મ મળે તો પણ તેના માટે ઘણું સારું છે.
અને જો ત્રીજી ફિલ્મ મળી ગઈ તો પણ કોઈ ખાસ ફીસ વધતી નથી, કારણ કે તે ફ્લોપ એક્ટર છે, અને ફ્લોપ એક્ટરને કોઈપણ વધુ ફીસ ક્યારેય પણ આપતું નથી.
અને આ રીતે જો સતત તેની ફિલ્મો ફ્લોપ જાય તો તેને તેની ફીસ વધવાનું તો શું ફિલ્મોમાં કામ મળવું જ મુશ્કેલ બની શકે છે. અથવા તો ભવિષ્યમાં તેને low બજેટની ફિલ્મો જ મળે છે, અને આવું સતત ચાલ્યું તો તેની કેરિયર ગમે ત્યારે પૂરી થવાના પુરા chance હોય છે.
કોઈપણ એક્ટરને પોતાની ફિલ્મમાં લેવાનું ડિરેક્ટર ક્યારે પસંદ કરે છે?
જો એક્ટર સફળ હોય તો કોઈપણ ડિરેક્ટર સફળ એક્ટરને પોતાની ફિલ્મમાં લેવામાં વધુ interested હોય છે, દરેક ડિરેક્ટરની એવી જ ઈચ્છા હોય છે કે તેમની ફિલ્મમાં સફળ એકટર્સ, હીટ ફિલ્મના એક્ટર્સ કામ કરે.
પણ કોઈ ડિરેક્ટર પોતાની ફિલ્મમાં ફ્લોપ એક્ટર્સ અને ફ્લોપ ફિલ્મના એક્ટર્સને લેવાનું પસંદ નહી કરે, સિવાય કે તેઓ ઓછી બજેટની ફિલ્મ બનાવતા હોય, તેમની ફિલ્મનું ખુબ જ ઓછું બજેટ હોય. તો જ તેઓ અનુભવી પણ ફ્લોપ એક્ટર્સને ફિલ્મમાં લેશે.
સફળ એક્ટરની ફીસ ક્યારે ઘટે છે?
જો સફળ થયા પછી એક્ટરની ફિલ્મો સતત ફ્લોપ જાય, અને તેની માર્કેટ value ઘટની જાય, ત્યારે તેઓ પોતાની ફીસ ઓછી કરી દેતા હોય છે. જેથી તેમને ફિલ્મ મળી શકે.
આમ કોઈપણ એક્ટર જેમ જેમ હીટ ફિલ્મ આપતો જાય તેમ તેની ફીસ વધે છે, અને ફ્લોપ ફિલ્મ ફીસ ઘટાડે પણ છે. આ કોઈપણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક નિયમ છે.
વધુ અનુભવ અથવા વધુ ફિલ્મો કરી હોવાથી નહી પણ સફળ ફિલ્મો કરવાથી ફીસ વધે છે
અમુક એક્ટર્સ ફિલ્મમાં વધુ ફીસ માંગતા હોય છે, તેઓ કહે છે કે તેમને આટલી ફિલ્મો કરી છે, તેમને આટલો અનુભવ છે, પણ ફિલ્મો વધુ કરી હોવાથી નહી પણ સફળ ફિલ્મો કરવાથી ફીસ વધે છે.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વધુ કામથી નહી પણ હીટ ફિલ્મ અને quality work દ્વારા ફીસ વધે છે.
આમ વધુ ફિલ્મો કરવાથી નહિ પણ સફળ ફિલ્મો આપવાથી એક્ટરની ફીસ વધે છે, તેનું સ્ટારડમ વધે છે. પછી ભલે તે એક્ટર audience માં popular હોય કે ના હોય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તે એક્ટરની ગણતરી સફળ એક્ટરમાં થાય છે.
વર્ષો સુધી regular અને સતત હીટ ફિલ્મો આપવાથી કોઈપણ એક્ટર ફીસ કરોડો સુધી પહોચે છે
બોલીવુડમાં આમીર ખાન, શાહરૂખ ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર વગેરે એક્ટર્સે regular સફળ આપી છે, જેને કારણે તેમની ફીસ સતત વધતી જાય છે, અને તેમની ફિલ્મો સારી ચાલતી હોવાથી ફિલ્મના rights પણ વધુ કિંમતમાં વેચાય છે?
જેઓ સ્ટાર, સુપરસ્ટાર બન્યા છે તેઓ વર્ષો સુધી સફળ ફિલ્મો આપીને સુપરસ્ટાર બન્યા છે, જેથી તેમને આટલી ફીસ મળે છે.
સફળ ફિલ્મ, હીટ ફિલ્મ, સુપરડુપર હીટ અને બ્લોકબસ્ટર હીટ ફિલ્મો વચ્ચે પણ ઘણો ફર્ક છે
અલગ અલગ એક્ટર્સની ફીસ કેવી રીતે નક્કી થતી હોય છે
અલગ અલગ એક્ટર્સની ફીસ મોટા ભાગે 7 points ઉપર આધાર રાખે છે. (1) એક્ટર્સની હીટ ફિલ્મોની સંખ્યા, જેટલી હીટ ફિલ્મો વધુ એટલી તેની ફીસ વધુ. (2) એક્ટરે ભજવેલા strong characters. (3) એક્ટનું stardom, તેની popularity, market value. (4) એક્ટની work profile.
(5) આ સિવાય ફિલ્મ પ્રોડક્શન કંપની અથવા ફિલ્મનું બજેટ પ્રમાણે પણ ઘણી વાર એક્ટરને ફીસ મળે છે. (6) અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં એક્ટર ફીસ અલગ અલગ હોય છે, જેમકે બોલીવુડ, તમિલ, તેલુગુ, કન્નડ, મરાઠી, બેન્ગાલી, પંજાબી, ગુજરાતી વગેરે.
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટરને કેટલી ફીસ મળે છે?
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટાભાગે ફિલ્મના budget પ્રમાણે જ એક્ટર ફીસ ઓફર થાય છે. Medium budget ની ફિલ્મોમાં લીડ એક્ટર તરીકે પહેલી ફિલ્મમાં 40,000 થી લઈને 50,000 આસપાસ જેટલી ફીસ મળે છે.
ગુજરાતના મોટા ફિલ્મ પ્રોડક્શન હાઉસની good budget ની ફિલ્મોમાં લીડ એક્ટર તરીકે પહેલી ફિલ્મમાં 75,000 થી લઈને 1,00,000 આસપાસ જેટલી ફીસ મળે છે.
અમુક low budget ફિલ્મોમાં નવા લીડ એક્ટરને 15,000 થી 25,000 માં પણ ફિલ્મ ઓફર થાય છે, અને આ નવા એક્ટર્સ આટલામાં કામ પણ કરે છે.
અને આ amount થઇ એક્ટર્સની, એક્ટ્રેસીસને એક્ટર્સ કરતા ઘણી ઓછી ફીસ મળે છે, જે ઇન્ડસ્ટ્રીનો એક વર્ષો જુનો અને strange rule છે. અને સપોર્ટિંગ fresher એક્ટર્સને ફિલ્મમાં જેટલા સીન અથવા જેટલા દિવસો હોય તેટલી ફીસ મળે છે.
જો તમે ફ્રેશ એક્ટર છો, તો તમારી પાસે બે options છે, જે ફીસ ઓફર થાય તેને accept કરો અથવા reject કરો
જો તમે ફ્રેશ એક્ટર છો તો તમે જે ફીસ ઓફર થાય તેને accept કરો અથવા reject કરો, તમારી પાસે બીજી કોઈ choice અથવા option નથી.
જો તમે accept ના કરો તો બીજું કોઈ કરી લેશે, અનેક ફ્રેશ એક્ટર્સ તૈયાર જ છે ફિલ્મમાં કામ કરવા માટે.
અમુક ફ્રેશ એક્ટર આ ફીસમાં કામ કરવાને બદલે ફિલ્મ reject કરી પોતાનું નુકશાન કરતા હોય છે
અમુક ફ્રેશ એક્ટર્સ જેઓ હજી એમજ સમજતા હોય છે કે એક્ટર્સને વધુ ફીસ મળે છે, તો મને પણ મળવી જોઈએ. જેના કારણે તેઓ ફિલ્મ reject કરી દેતા હોય છે. જયારે અન્ય ફ્રેશ એક્ટર્સ જેઓ કોઈપણ ફીસમાં કામ કરવા તૈયાર થઇ જતા હોય છે.
અમુક એક્ટર્સ આટલી ફીસ જોઇને ફિલ્મમાં કામ કરવાની નાં કહી દેતા હોય છે, જયારે અમુક smart એક્ટર્સ ફિલ્મમાં chance મળતો હોવાથી ફિલ્મ કરી લેતા હોય છે.
Passionate એક્ટર ક્યારેય વધુ ફીસ મેળવવાની લાલચમાં ફિલ્મ છોડતા નથી હોતા
જે genuine એક્ટર છે તેઓ વધુ ફીસની લાલચ રાખતા નથી હોતા, કારણ કે તેમને એ qualities હોય છે જે તેમને genuine બનાવે છે, અને તેના કારણે જ તેઓ સફળ બને છે.
બાકી જેમને passion નથી તેઓ વધુ ફિલ્મ ના મળતી હોવાથી ફિલ્મ છોડી દે છે, આવા એક્ટર્સને ક્યારેય આ point ઉપર સમજાવવાનો પ્રયત્ન ના કરવો કારણ કે આવા એક્ટર્સ ભવિષ્યમાં ફેઈલ જ જવાના હોય છે. અને આવા એક્ટર્સ ક્યારેય સફળ બની શકતા નથી, આ મેં પોતે જોયેલ છે.
ફ્રેશ એક્ટર્સ બે પ્રકારના હોય છે
ફ્રેશ એક્ટર્સ બે પ્રકારના હોય છે, એક જેમને ફિલ્મમાં chance જોઈએ છે પણ પહેલી ફિલ્મમાં જ વધુ ફીસ જોઈએ છે. બીજા જેઓ પહેલી ફિલ્મમાં કોઈપણ ફીસમાં કામ કરવા માટે રેડી હોય છે, અને અમુક ફ્રેશ એક્ટર્સ તો ફીમાં પણ ફિલ્મમાં કામ કરવા રેડી છે બસ તેમને એક chance જોઈએ છે.
આટલી information દ્વારા હવે ફ્રેશ એક્ટર્સ નક્કી કરે કે તેમને કેટલી ફીસમાં કામ કરવું છે?
Conclusion
એક્ટિંગનું passion હોય અને એક્ટિંગનો શોખ પૂરો કરવા હોય તો જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટર બનવા વિષે વિચારો, ફક્ત વધુ ફીસ મળતી હોવાના કારણે નહી. કારણ કે પહેલી ફિલ્મમાં દરેક એક્ટર્સને સામાન્ય ફીસ જ મળતી હોય છે. અને કરોડોની ફીસ સુધી ખુબ ઓછા એક્ટર્સ પહોચતા હોય છે.
કરોડોની ફીસ સુધી પહોચવા માટે સૌથી પહેલા તો એક્ટિંગ passion જોઈએ, ખુબ સ્ટ્રગલ, ખુબ જ અઘરી મેહનત, પહેલી ફિલ્મ, અનેક હીટ ફિલ્મો, ત્યારબાદ સ્ટાર, સુપર સ્ટાર બન્યા બાદ આટલી ફીસ મળતી હોય છે.
એક્ટર અથવા એક્ટિંગ related કોઈપણ question, query માટે WhatsApp કરો 8758110999, અથવા Email કરો gujarati.filmmaking@gmail.com