Latest Posts:

એક સફળ એક્ટર બનવા માટે સૌથી પહેલા એક્ટર તરીકે કેરિયર શરુ કરવી પડે છે, અને ત્યાર બાદ અલગ અલગ પ્રકારના અનેક stage પાર કર્યા બાદ છેલ્લે સ્ટાર અથવા સુપરસ્ટાર બની શકાય છે. આમ સુપર સ્ટાર બનવા માટેના 7 stage હોય છે.

એક્ટિંગ કેરિયરની શરૂઆતથી લઈને ફિલ્મોમાં સુપરસ્ટાર બનવા સુધીના અલગ અલગ 7 stage હોય છે

01. Learning stage: એક્ટિંગ અને ફિલ્મમેકિંગ સ્ટડી કરવાનો stage.

02. Struggling stage: પહેલી ફિલ્મ મેળવવા struggle માટેનો stage.

03. Career startup stage: પહેલી ફિલ્મ મેળવીને એક્ટર તરીકે કેરિયર શરુ કરવા માટેનો stage.

04. Career establishment stage: Regular ફિલ્મોમાં કામ કરીને એક્ટર તરીકે establish થવાનો stage.

05. Mid-career stage: એક્ટર તરીકે set થયા પછી regular હીટ ફિલ્મો આપવાનો stage.

06. Steady career stage: અનેક હીટ ફિલ્મો આપીને steady કેરિયર બનાવ્યા પછીનો stage.

07. Star, superstar stage:

તો સફળ એક્ટર બનવા માટે ક્યાં ક્યાં stage ને પસાર કરવા પડતા હોય છે?, અને આ દરેક stage માં એક્ટર્સનું present status કેવુ હોય છે? અને તેઓના future plan શું હોય છે? તેના વિષે જાણીએ.

01. Learning stage: એક્ટિંગ અને ફિલ્મમેકિંગ સ્ટડી કરવાનો stage

આ stage જાણવા અને શીખવા માટેનો stage છે. Film institute માં એક્ટિંગ, ફિલ્મમેકિંગ શીખવાનો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિષે જાણવાનો stage. ત્યારબાદ એક્ટર બનવા માટેની અલગ અલગ preparation કરવાનો અને planning બનાવવાનો stage.

02. Struggling stage: પહેલી ફિલ્મ મેળવવા માટેનો stage

એક્ટર બનવા માટે પહેલી ફિલ્મ મેળવવા માટેની struggle નો stage, જેમાં ફ્રેશ એક્ટર્સ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી મેળવીને પહેલી ફિલ્મમાં કામ મેળવવા માટે સંઘર્ષ કરતા હોય છે, chance શોધતા હોય છે અને ઓડીશન આપતા હોય છે.

આ stage માં તેમનો આ એક જ vision હોય છે કે જેમ બને તેમ જલ્દી તેઓને પહેલી ફિલ્મમાં કામ મળે, જેથી એક્ટર તરીકે તેમની કેરિયર શરુ થઇ શકે.

03. Career startup stage: પહેલી ફિલ્મમાં કામ કર્યા પછીનો stage, એક્ટર તરીકે કેરિયર શરુ કરવા માટેનો stage

પહેલી ફિલ્મમાં કામ કર્યા પછીનો stage. આ stage માં એક્ટરને પહેલી ફિલ્મ દ્વારા બ્રેક મળી ચુક્યો હોય છે, અને તેની પહેલી ફિલ્મ રીલીઝ થઇ ગઈ હોય છે.

જો આ ફિલ્મ હીટ, સુપરહિટ હશે તો તેઓ જલ્દી આગળ વધશે અને બીજી ફિલ્મ તેમને સામેથી ઓફર થશે. પણ જો તેમની આ ફિલ્મ સાધારણ અથવા ફ્લોપ હશે તો હવે વધુ ફિલ્મોમાં કામ મેળવવા માટે જાતે મથવું પડશે. તેઓ હજી struggler જ છે,

પહેલી ફિલ્મ મેળવ્યા પછી દરેક એક્ટર્સને એવું લાગે છે કે હવે તેમનો struggle time પૂરો થયો, પણ હકીકતમાં તેમને struggle time હવે શરુ થાય છે, જે અત્યારે નહી પણ આગળ જતા તેમને સમજાય છે.

Minus point of this stage: ફિલ્મી ઇન્ડસ્ટ્રીનો વધુ અનુભવ ના હોવાથી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની રીત ભાતથી તેઓ હજી અજાણ હોય છે, જેથી આ stage માં તેઓ સૌથી વધુ ભૂલો કરતા હોય છે. અને કોઈપણ વ્યક્તિની વાતોમાં આવી જતા હોય છે. સાચા ખોટાનો ફર્ક અને કોઈપણ વ્યક્તિ અથવા situations નું મહત્વ તેઓ સમજી નથી શકતા હોતા. તેઓ હજી immature હોય છે, તેમને કોઈપણ છેતરી શકે છે.

04. Career establishment stage: Regular ફિલ્મો મેળવીને એક્ટર તરીકે establish થવા માટેનો stage

એક્ટિંગ કેરિયર establish કરવા માટેનો stage. એક્ટરે 5, 6 ફિલ્મોમાં કામ કર્યું છે. આ stage માં એક્ટર્સ ફિલ્મોમાં ધીમે ધીમે કામ મેળવતા થયા હોય છે.

Current Status: પણ ફિલ્મો મેળવવા માટે હજી તેમને ઓડીશન આપવા પડતા હોય છે, અને હજી સંઘર્ષ કરવો પડતો હોય છે, કારણ કે તેમની કેરિયર હજી થઇ નથી હોતી, અને એક્ટર તરીકે હજી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સેટ થવાનું બાકી છે, audience તેમને હજી નામથી ખાસ ઓળખતા નથી હોતા. તેમને હજી પણ પોતાનો introduction આપવો પડતો હોય છે કે તેઓ એક્ટર છે.

માટે આ stage માં તેઓ regular ફિલ્મ મેળવવા પ્રયત્નો કરતા હોય છે અને regular ફિલ્મો મેળવીને કેરિયર જમાવવાનો પ્રયત્નો કરતા હોય.

Future Plan: પણ તેમની હજી સુધી કોઈ હીટ ફિલ્મ આપી નથી હોતી માટે તેઓ પોતાની પહેલી હીટ ફિલ્મ મેળવવા માટે પ્રયત્નો કરતા હોય છે. આ stage દરમ્યાન તેઓ સારી રીતે જાણી ગયા હોય છે કે હીટ ફિલ્મ આપવાથી જ જલ્દી આગળ અવાતું હોય છે. અને જેટલી વધુ હીટ ફિલ્મો આપીશું, કેરિયર એટલી વધુ લાંબી ચાલશે.

Minus point of this stage: અન્ય સીનીઅર એક્ટરને સહન કરવા પડતા હોય છે, આ stage માં તેમને પોલીટીક્સનો સૌથી વધુ સામનો કરવો પડે છે. આ સ્ટેજમાં પણ ઘણી વાર તમારે insult feel કરવું પડતું હોય છે. ખાસ કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા વ્યક્તિઓ દ્વારા.

05. Mid-career stage: એક્ટર તરીકે set થયા પછી regular હીટ ફિલ્મો આપવા માટેનો stage

Present Stage: regular હીટ ફિલ્મો આપતા રહેવા માટેનો stage. આ stage સુધીમાં આવતા આવતા લગભગ 5 થી 7 વર્ષ નીકળી જતા હોય છે. જેમાં એક્ટરે 3, 5 હીટ ફિલ્મો કરી હોય છે, જેના કારણે હવે તેઓને regular ફિલ્મો મળતી હોય છે. અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થોડા ઘણા set પણ થઇ ગયા હોય છે. જાહેરમાં તેઓ એક્ટર તરીકે ઓળખાઈ જતા હોય છે.

Current Status: Audience તેમને એક્ટર તરીકે ઓળખતી થઇ ગઈ હોય છે, પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટર તરીકે હજી તેમની એટલી ખાસ demand ઉભી થઇ નથી હોતી, તેઓ હજી ડિરેક્ટર્સની પહેલી પસંદગીના એક્ટર્સ બન્યા નથી હોતા. માટે હવે તેમને regular હીટ ફિલ્મોની જરૂર છે, જેથી તેમની કેરિયર થોડી વધુ steady અને secure થઇ શકે.

કેરિયર બનાવવા ગમે તેટલી મહેનત કરવા તૈયાર હોય છે કારણ કે આ stage માં તેઓ ખુબ સારી રીતે સમજી ગયા હોય છે કે ફિલ્મોમાં મહેનત કરવી કેટલી જરૂરી છે. તેમનું આગળનું future તેમની અત્યારની મહેનત ઉપર depend કરે છે.

આ stage માં કંઈપણ થવાના chance છે.

(1). Regular હીટ ફિલ્મો આપી અને strong characters ભજવીને આ stage થી એક્ટર જલ્દી આગળ વધી શકે છે.

(2). એક જ પ્રકારની ફિલ્મો અને characters ભજવવાના કારણે એક્ટર્સ માટે આ stage ખુબ લાંબો પણ ચાલી શકે છે, અને regular ફિલ્મો કરવા છતાં તેઓ આ stage થી આગળ વધી શકતા નથી. અને મોટા અને સફળ ડિરેક્ટરની પહેલી પસંદ નથી બની શકતા. એક્ટર હોવા છતાં audience માં તેમનો craze નથી હોતો.

(3). સતત ફ્લોપ ફિલ્મો અને કોઈ ખાસ ના હોય તેવા characters ભજવવાના કારણે આ stage થી એક્ટર ફ્લોપ બની શકે છે. અને આ ટાઈમ જો વધુ ચાલ્યો તો આ stage માં એક્ટર્સની કેરિયર ખત્મ પણ થઇ શકે છે.

06. Steady career stage: અનેક હીટ ફિલ્મો આપીને well set, steady કેરિયર બનાવ્યા પછીનો stage

Present Stage: આ stage મોટાભાગે કેરિયરના આશરે 10 વર્ષ પછી, અને 5, 8 જેટલી હીટ, સુપરહિટ ફિલ્મો આપ્યા બાદ અને ઘણા strong characters ભજવ્યા પછી આવે છે. આ stage માં એક્ટર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખુબ સારી રીતે set થઇ ગયા હોય છે, અને તેમની એક steady કેરિયર બની ગયી હોય છે.

પબ્લિક તેમને એક્ટર તરીકે ખુબ સારી રીતે ઓળખતી થઇ ગઈ હોય છે, audience માં તેમનો સારો craze હોય છે અને તેમની મોટી fans following પણ હોય છે. ટોપના ન્યુઝ પેપેર્સ અને મેગેઝીન્સમાં તેમના ઈન્ટરવ્યું છપાતા હોય છે. મીડિયા તેમને celebrity તરીકે show, event માં invite કરતા હોય છે. એક્ટર તરીકે તેમને સારું માન સન્માન મળતું હોય છે.

Current Status: તેઓ એક સાથે એક થી વધુ ફિલ્મો કરતા હોય છે. મોટી ફીસ પણ મેળવતા હોય છે. ડિરેક્ટર્સના ફેવરીટ એક્ટર બની ગયા હોય છે, અને એક્ટર તરીકે તેમની સારી demand હોય છે. માટે એક્ટર તરીકે હવે તેઓ choosy થઇ ગયા હોય છે અને selected ફિલ્મો જ કરતા હોય છે. કારણ કે તેમની પાસે ફિલ્મોની ઘણી બધી ઓફર હોય છે, જેના કારણે તેઓની પાસે ફિલ્મો પસંદ કરવાના ઘણા options હોય છે.

Future Plan: પણ તેઓ હજી સ્ટાર, સુપરસ્ટાર નથી બન્યા, માટે તેઓ future plan માં હવે સ્ટાર બનવા માટેના પ્રયત્નો કરે છે, જેના માટે તેઓ વધુમાં વધુ હિટ ફિલ્મો આપવા માટે પ્રયત્નો કરશે.

07. Star, superstar stage

Present Stage: આ stage મોટાભાગે કેરિયરના લગભગ 15, 17 વર્ષ પછી આવતો હોય છે. આ stage માં આવ્યા સુધીમાં એક્ટરે ઘણી બધી હિટ, સુપરહિટ, બ્લોકબસ્ટર ફિલ્મો આપી ચુક્યા હોય છે જેના કારણે તેઓ સ્ટાર બન્યા હોય છે. તેઓ આટલા બધા જ stage પાસ કરીને અહી સુધી પહોચીને સુપરસ્ટાર બન્યા હોય છે.

Present Situations: આ stage માં તેમને તેમની કેરિયરના મોટાભાગના achievements મેળવી ચુક્યા હોય છે. દરેક પ્રકારના characters તેઓ ભજવી ચુક્યા હોય છે. એક્ટર તરીકે તેઓ ડિરેક્ટર્સની પહેલી પસંદગી હોય છે, અને તેઓ ખુબ મોટી ફીસ મેળવતા હોય છે.

Future Plan: એક્ટર તરીકે તેમને હવે કંઇ નવું કરવાનું નથી રહ્યું. માટે હવે તેઓ વર્ષે એક બે હિટ, સુપરહિટ ફિલ્મો આપી સ્ટારપદને ટકાવી રાખીને બને તેટલી એક્ટિંગ કેરિયર લાંબી ચલાવવાનો planning કરતા હોય છે, જેથી તેઓ ખુબ લાંબા ટાઈમ સુધી ફિલ્મોમાં કામ કરી શકે.

સતત 2, 3 વર્ષ સુધી જો તમે એકપણ હીટ ફિલ્મ ના આપો અથવા એક પણ મજબુત character ના નિભાવો તો જ તમારી કેરિયરને જોખમ છે

Conclusion

એક એક્ટરની કેરિયરના અનેક stage હોય છે. એક્ટર જેટલી વધુ હીટ ફિલ્મ આપશે તેની કેરિયર એટલી વધુ secure બનતી જાય છે, અને તે એટલા જલ્દી સ્ટાર એક્ટર બનવાને નજીક પહોચે છે.

એક્ટર અથવા એક્ટિંગ related કોઈપણ question, query માટે WhatsApp કરો 8758110999, અથવા Email કરો gujarati.filmmaking@gmail.com

Note: This blog content has been copyright by author.

Author

Hey there, I am Rahul... Watching movies, and Film direction is my real passion... I share my thoughts by writing blog about Film direction, Filmmaking and Acting @ GujaratiFilmmaking.com and Gujarati Film Review & Analysis @ GujaratiFilmreview.com

Write A Comment