Latest Posts:

Camera Shots ના બીજા blog માં આપણે 13 Camera Angles વિષે જાણ્યું, હવે આ blog માં આપણે Camera Focus Shots વિષે, તેની definition, તેની techniques, તેને ક્યારે અને કઈ situations માં use કરવામાં આવે છે, અને તેના example વિષે જાણીએ અને સમજીએ.

6 Camera Focus – કેમેરા focus સેટ કરીને લેવાતા શોટ

01. ડિપ ફોકસ શોટ

ફ્રેમમાં નજીકથી લઈને દુર સુધીનું, એટલે કે extreme foreground થી લઈને extreme background સુધીનું બધુ જ શાર્પ દેખાય તે રીતે ફોકસ set કરીને, જેમાં ફ્રેમમાં એકદમ દૂર સુધીના character, subject અથવા થઇ રહેલ ઘટના પણ સંપૂર્ણ ફોકસમાં દેખાય તે રીતે લેવામાં આવતા શોટને deep focus shot કહે છે.

જયારે background નાં character, subject અથવા location ને ખાસ મહત્વ આપવું હોય, અથવા દુરના background માં કોઈ ઘટના થઇ રહી હોય ત્યારે તેને highlight કરવી હોય ત્યારે આ શોટ યુઝ કરવામાં આવે છે.

02. સોફ્ટ ફોકસ શોટ

ફ્રેમમાં નજીકથી લઈને દુર સુધીનું, એટલે કે extreme foreground થી લઈને extreme background સુધીનું બધુ જ સોફ્ટ ફોકસમાં દેખાય, એટલે આખી ફ્રેમ થોડી બ્લર, અસ્પષ્ટ, unclear દેખાય તે રીતે બ્લર ફોકસ set કરીને લેવામાં આવતા શોટને soft focus shot કહેવાય છે.

સોફ્ટ ફોકસનો ઉપયોગ એ દર્શાવવા માટે થાય છે કે audience જે જોઈ રહ્યા છે તે real નથી, તે કોઈની memory અથવા dream છે. મોટાભાગે dream sequence માં આ શોટનો ઉપયોગ વધુ કરવામાં આવે છે.

03. શેલો ફોકસ શોટ

ફ્રેમમાં foreground ના ભાગને tilt-shift લેન્સ દ્વારા focus કરી, અને background ના ભાગને out of focus કરીને લેવામાં આવતા શોટને shallow focus shotકહેવાય છે.

સામાન્ય રીતે આ શોટમાં foreground નો ભાગ એકદમ શાર્પ અને background નો ભાગ થોડો ઘણો અથવા પુરેપુરો બ્લર દેખાય છે. મોટાભાગે audience નું ધ્યાન character, subject ઉપર વધુ કેન્દ્રિત કરવા માટે આ શોટનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે.

04. ટિલ્ટ શિફ્ટ ફોકસ શોટ

ફ્રેમમાં કોઈ એક character, subject અથવા નાના ભાગને tilt-shift લેન્સ દ્વારા focus કરી, અન્ય દરેક character, subject અથવા કોઈપણ અન્ય ભાગને out of focus કરીને લેવામાં આવતા શોટને tilt-shift focus shot કહેવાય છે.

The Assassination of Jesse James by the Coward Robert Ford (2007) ફિલ્મમાં આ શોટનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે.

05. રેક ફોકસ, પુલ ફોકસ

કોઈપણ એક character, subject ઉપર કેમેરા focus set કર્યા બાદ તેને out of focus કરીને અન્ય character, subject ઉપર focus શિફ્ટ કરવામાં આવે તે શોટને rack focus shot અથવા pull focus shot કહેવાય છે.

મોટાભાગે જયારે બે characters વાતચીત કરી રહ્યા હોય ત્યારે, અને તે સિવાય ફ્રેમમાં audience નું ધ્યાન એક subject, object ઉપરથી હટાવીને જયારે અન્ય subject, object ઉપર શિફ્ટ કરવું હોય ત્યારે આ શોટ ખાસ યુઝ કરવામાં આવે છે.

06. સ્પ્લિટ ડાયોપ્ટર શોટ

કોઈપણ બે characters, objects ને એક ફ્રેમમાં, એક સાથે, અને એક બીજાથી થોડા દુરના અંતરે હોવા છતાં પણ બંને characters, objects ને એકસાથે focus માં રાખીને, અને અન્ય ભાગને out of focus કરીને લેવામાં આવતા શોટને split diopter shot કહેવાય છે. આ શોટ લેવા માટે સ્પ્લિટ ડાયોપ્ટરનો ઉપયોગ થાય છે, જે બે ફોકલ લેન્થને એકસાથે કામ કરવા દે છે.

જ્યારે background અને foreground બંને ઉપર અને બે અલગ-અલગ characters, objects ઉપર એક સમયે audience નું ધ્યાન કેન્દ્રિત કરવા માંગતા હોવ ત્યારે સ્પ્લિટ ડાયોપ્ટર લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે.

જૂની ફિલ્મોમાં તેનો ઉપયોગ વધુ થતો હતો પણ હવે ઓછો યુઝ થાય છે, Dressed to Kill (1980) અને Blow Out (1981) ફિલ્મોમાં આ શોટનો વધુ યુઝ કરવામાં આવ્યો છે.

Conclusion

ફિલ્મના અલગ અલગ સીન્સને અલગ અલગ કેમેરા શોટ્સ દ્વારા શૂટ કરવામાં આવે છે, કોઈપણ એક સીન અલગ અલગ શોટ્સ દ્વારા શૂટ થઇ શકે છે, તેને શૂટ કરવા માટેના ચોક્કસ નિયમો પણ છે, અને દરેક શોટ્સનું અલગ important, value હોય છે.

માટે shot division કરતી વખતે દરેક સીન્સ તેના ક્યા બેસ્ટ શોટ દ્વારા શૂટ થઇ શકે છે તેના વિષે study કરીને, અને ત્યારબાદ તે સીન માટે best prove થતા શોટમાં તેને શૂટ કરો.

Author

Hey there, I am Rahul... Watching movies, and Film direction is my real passion... I share my thoughts by writing blog about Film direction, Filmmaking and Acting @ GujaratiFilmmaking.com and Gujarati Film Review & Analysis @ GujaratiFilmreview.com

Write A Comment