ફિલ્મ ડિરેક્શન ખુબ જ lengthy process ધરાવતો subject છે, જેમાં અનેક જરૂરી task માંથી એક જરૂરી task છે સીન ડિરેક્શન. જેમાં સૌથી પહેલા જે તે સીનને કેવી રીતે ડિરેક્ટ કરવો તે નક્કી કરવામાં આવે છે, અને સીનને ડિરેક્ટ કરવાનું નક્કી કર્યા બાદ છેલ્લે શૂટિંગ દરમ્યાન તેને શૂટ કરવામાં આવે છે.
આ blog માં જાણીએ અને સમજીએ કે… કોઈપણ સીનને કેવી રીતે, અને કઈ technique થી ડિરેક્ટ કરવો? સીન ડિરેક્ટ કરવાના technical phase ક્યા ક્યા છે? કઈ કઈ technical process બાદ આખરે સીન શૂટ કરવામાં આવે છે? વગેરે.
કોઈપણ સીનને 5 technique થી ડિરેક્ટ કરવામાં આવે છે. જેમકે, (1). Shot division. (2). Storyboard. (3). Scene blocking. (4). Set designing. (5). Scene continuity, વગેરે. હવે તેના વિષે details માં સમજીએ.
01. Shot division
સ્ક્રિપ્ટનો ફાઈનલ ડ્રાફ્ટ રેડી થઇ જાય ત્યારબાદ સૌથી પહેલા સીન્સ અને કેમેરા શોટ્સની જરૂરીયાત પ્રમાણે, અલગ અલગ સીનને ક્યા કેમેરા શોટમાં લેવો તેનું સંપૂર્ણ લિસ્ટ બનાવો.
પહેલા સીનથી લઈને સ્ટાર્ટ કરો, દરેક સીનની requirement પ્રમાણે અને સીનના location ને ધ્યાનમાં રાખીને તેને ક્યા શોટમાં શૂટ કરી શકાય તેનું લીસ્ટ કરો, આ રીતે દરેક સીનને short-out કર્યા પછી, હવે દરેક સીનના શોટમાં અન્ય ક્યા પ્રકારના કેમેરા શોટનું combination થઇ શકે છે? તેનું પણ લિસ્ટ બનાવો, અને છેલ્લે દરેક સીનને ક્યા કેમેરા શોટમાં શૂટ કરવો છે? તે final કરો. આ technique ને શોટ ડીવીઝન કહેવાય છે.
શોટ ડીવીઝનના અમુક rules છે, કેટલાક ચોક્કસ સીન અમુક ચોક્કસ શોટમાં જ લેવો જોઈએ, જયારે અમુક સીનમાં કોઈ rule લાગુ નથી હોતો, તેને કોઈપણ શોટમાં લઇ શકો છો, અથવા તેમાં નવા experiments કરી શકો છો, like…
ફિલ્મના કોઈ મોટા location ને establish કરવું હોય તો તેના માટે long/wide/master shot અને તેના જેવા અન્ય શોટનો યુઝ કરવો જોઈએ, અહી close-up shot ના લેવાય. બે characters જયારે conversation કરી રહ્યા હોય ત્યારે Two shot/O.T.S. shot/reverse shot/180 degree rule વગેરે યુઝ કરવા જોઈએ, વગેરે.
02. Storyboard
સ્ટોરીબોર્ડ એ ફિલ્મ શૂટ થયા પહેલાની ફિલ્મની બ્લુપ્રિન્ટ છે, ફિલ્મ શૂટ થતા પહેલા તમે તેને જોઈ શકો છો કે ફિલ્મ visually કેવી લાગશે અને કેવી શૂટ થશે.
દરેક location પ્રમાણે ફિલ્મના દરેક સીનને કેવી રીતે શૂટ કરવા છે? ક્યા શોટમાં અને ક્યા angle માં અને કઈ movement સાથે શૂટ કરવા છે? તેની સીન ડિઝાઇન અને શોટ ડિવિઝન કરી તે જ પ્રમાણે તેને storyboard artist દ્વારા પેપરમાં draw કરાવવું, અને તેની સાથે સાથે સીનની basic details પણ ખાસ લખવી.
Storyboard બનાવવા માટે, D.O.P., આર્ટ ડિરેક્ટર અને પ્રોડક્શન ડિઝાઈનરની help લેવામાં આવે તો તે વધુ સારી રીતે તૈયાર શકી શકે છે.
Storyboard ના ફાયદા એ છે કે એક્ટર્સ easily સમજી શકે કે exactly સીન કેવી રીતે શૂટ કરવાનો છે? જેથી તેઓ પહેલેથી mentally prepare થઇ શકે, અને શૂટ પર ડિરેક્ટર અને D.O.P. નો discussion નો ઘણો ટાઈમ પણ બચી શકે છે, તેમજ સ્ટોરીબોર્ડનો use શૂટિંગના અમુક દિવસો પણ ઓછા કરી શકે છે.
03. Scene blocking
સીન બ્લોકીંગ એક રીતે ટાઈમ માંગી લેતું task છે. શૂટ ઉપર જતા પહેલા એક્ટર્સને સ્ટોરીબોર્ડ પ્રમાણે સીન સમજાવો જેમકે કયો સીન ક્યાં શોટમાં લેવાનો છે? dialogue બોલતી વખતે કઈ જગ્યાએ કેટલો pose અને કેટલી movement લેવાની છે? કેમેરા એંગલ ક્યારે change કરવાનો છે? તે દરેક points વિષે પહેલેથી detail માં સમજાવો, જેથી સીન શરુ થાય ત્યારે અથવા સીન દરમ્યાન પણ વધુ સમજાવવામાં ટાઈમ ના બગડે.
હવે સીન શરુ થતા પહેલા જે પ્રકારનો શોટ હશે તે શોટ પ્રમાણે કેમેરા placement કરવું, ત્યારબાદ શોટ વિષે એક્ટર્સને જણાવી તેમની position, location marking અને એક્ટર્સના dialogues ની ચોક્કસ લાઈન ઉપર ચોક્કસ movement, અને તે મુજબ કેમેરા ફ્રેમ અને કેમેરા movement કેટલી હશે તેની cinematographer સાથે clear discuss કરી, ત્યારબાદ એક્ટર્સ અને કેમેરા movements મુજબ લાઈટ સેટિંગ વિષે સેટ ગેફર સાથે discuss કરી લાઈટીંગ સેટ કરવી.
અને છેલ્લે સીન સ્ટાર્ટ કરતા પહેલા એક બે વાર rehearsal કરાવો. આ થયું એક perfect સીન બ્લોકીંગ, જેનું strong preplanning નહીં હોય તો ફિલ્મનું શૂટ ખુબ લાંબુ ચાલી શકે છે.
04. Set designing
સેટ ડીઝાઇનીંગની મુખ્ય અસર ફિલ્મના visual look ઉપર પડે છે, જે ફિલ્મના કેટલાક જરૂરી elements માંથી એક છે, જે સીન દ્વારા mood અને tone બનાવવાનું કામ કરે છે. કોઈપણ સીનની જરૂરીયાત પ્રમાણે તેના related properties થી decorate કરવામાં આવેલ ફિલ્મ સેટ ફિલ્મને એક rich look આપે છે.
સૌથી પહેલા સેટનું મુખ્ય location ઉપર, ત્યારબાદ sub location, તેનું furniture, તેના colors, તેની property, તેનો appearance, તે સિવાય frame માં જે પણ આવે તે બધાને focus કરો.
સેટની property એવી હોવી જોઈએ કે સીનમાં કૈંક અલગ ઉઠાવ આપે, અને તે સીનને related, meaningful પણ હોવી જોઈએ. સીનની frame પુરી ભરેલી હોવી જોઈએ, જેમાં કોઈ જગ્યા જરૂર વગર ખાલી ના રહેવી જોઈએ.
Location ના colors સીનના mood અને ton સાથે match થતા હોવા જોઈએ, તેમજ એક્ટર્સના costume ના colors સાથે background અને property colors match થવા જોઈએ.
આ વિષે સેટ ડિઝાઈનર, આર્ટ ડિરેક્ટર અને costume designer સાથે જેટલું clear discussion કરશો એટલું વધુ સારું result મળી શકશે.
05. Scene continuity
ફિલ્મ ડિરેક્શનના અનેક મહત્વના કામો વચ્ચે ઘણી વાર અવગણના પામતા scene continuity ના મહત્વના કામ ઉપર પણ enough ઘ્યાન આપો, કારણ કે ફિલ્મ બનાવવા માટે તમે ગમે તેટલી મહેનત કરશો, ગમે તેટલું ધ્યાન રાખશો છતાં પણ મોટાભાગે ફિલ્મમાં scene continuity ની અમુક નાની મોટી ભૂલ તો રહી જ જાય છે.
જેમકે એક જ સીનના અલગ અલગ શોટમાં એક્ટર્સની હેર સ્ટાઇલમાં થોડો ઘણો change થઇ જવો, property ની quantity વધુ ઓછી થઇ જવી, property ની movement થવી, અથવા તેની movement timing માં ફેરફાર થવો વગેરે.
આમ તો scene continuity ની ભૂલો ખુબ જ સામાન્ય બાબત છે, હોલીવુડની મોટી ફિલ્મોમાં પણ scene continuity ની આવી ભૂલો આસાનીથી દેખાતી હોય છે.
ડિરેક્શનમાં ખુબ accuracy થી થતું task એટલે scene continuity. ફિલ્મની આ ટેકનિકલી ભૂલોને goofs કહેવાય છે, જેના પર કઈ ફિલ્મમાં scene continuity ની કઈ ભૂલો હતી તેના વિષે ખુબ details માં લખાય છે. આ એક એવું task છે કે તેમાં ગમે તેટલી મહેનત કરો તો પણ તેમાં અમુક ભૂલો તો થવાની જ છે, પણ જો logic ના rules પ્રમાણે ડિરેક્શન કરશો તો ડિરેક્શનમાં ભૂલો ખુબ જ ઓછી થઇ જશે.
Conclusion
ફિલ્મના કોઈપણ સીન આ 5 technique દ્વારા જ શૂટ કરવામાં આવે છે, સીનને ડિરેક્ટ કરવાની આ એક best technique છે.
ફિલ્મ ડિરેક્શનમાં ખુબ જરૂરી ગણાતા આ 5 technical elements ને જો શૂટિંગ દરમ્યાન strictly follow કરવામાં આવે, તો કોઈપણ સીન technically વધુ strong શૂટ થઇ શકે છે, ઉપરાંત આ technique શૂટિંગના અમુક દિવસોને ઓછા કરીને શૂટિંગનો ઘણો કિંમતી ટાઈમ પણ બચાવી શકે છે.
Note: This blog and all text content has been copyright by author, under the Indian copyright act.