Latest Posts:

સિનેમેટોગ્રાફીમાં કેમેરાની મુવમેન્ટને જ priority આપીને, એટલે કે કેમેરાની ચોક્કસ મુવમેન્ટ દ્વારા લેવામાં આવતા શોટને Camera Movement Shots કહે છે.

Camera Shots ના ત્રીજા blog માં આપણે 6 Camera Focus Shots વિષે જાણ્યું, હવે આ blog માં આપણે Camera Movement Shots વિષે, તેની definition, તેની techniques, તેને ક્યારે અને કઈ situations માં use કરવામાં આવે છે, અને તેના example વિષે જાણીએ અને સમજીએ.

22 Camera Movement – કેમેરાની અલગ અલગ movement દ્વારા લેવાતા શોટ્સ

01. પેડેસ્ટલ શોટ

કેમેરાને કોઈ એક position ઉપર સેટ કરીને, કેમેરાને એકદમ ધીમી અથવા મધ્યમ સ્પીડે up to down અથવા તો down to up vertically move કરાવીને લેવાતા શોટને pedestal shot કહે છે.

જયારે character, subject નું મહત્વ દર્શાવવું હોય, તેને નીચેથી ઉપર અથવા ઉપરથી નીચે સુધીનો physical look details માં બતાવવો, highlight કરવો હોય, અથવા ઊંચા અને લાંબા લોકેશનને vertically establish કરવા હોય ત્યારે આ શોટનો યુઝ કરવામાં આવે છે.

02. ટિલ્ટ શોટ

કેમેરાને કોઈ એક position ઉપર સેટ કરીને, કેમેરાને તેની જગ્યા ઉપરથી move કરાવ્યા વગર ફક્ત તેના એન્ગલને up to down અથવા down to up vertically ધીમી અથવા મધ્યમ સ્પીડે ફેરવીને લેવામાં આવતા શોટને tilt shot કહે છે.

Pedestal shot અને tilt shot બંનેમાં ફર્ક એ છે કે pedestal shot માં આખા કેમેરાને નીચેથી ઉપર અથવા ઉપરથી નીચે move કરાવવામાં આવે છે, જયારે tilt shot માં ફક્ત કેમેરાના એન્ગલને જ નીચેથી ઉપર અથવા ઉપરથી નીચે ફેરવવામાં આવે છે.

જયારે character, subject નું મહત્વ દર્શાવવું હોય, તેને નીચેથી ઉપર અથવા ઉપરથી નીચે સુધીનો physical look details માં બતાવવો, highlight કરવો હોય, અથવા ઊંચા અને લાંબા લોકેશનને vertically establish કરવા હોય ત્યારે આ શોટનો યુઝ કરવામાં આવે છે.

03. વિપ ટિલ્ટ શોટ, સ્વિશ ટિલ્ટ શોટ

કેમેરાને કોઈ એક position ઉપર સેટ કરીને, ફક્ત તેના એન્ગલને up to down અથવા down to up vertically એકદમ fast સ્પીડે ફેરવીને લેવામાં આવતા શોટને whip tilt shot અથવા swish tilt shot કહેવાય છે.

Tilt shot અને whip tilt shot બંનેમાં ફર્ક એ છે કે tilt shot માં કેમેરાના એન્ગલને એકદમ ધીમી અથવા મધ્યમ સ્પીડથી ઘુમાંવવામાં આવે છે, જયારે whip tilt shot માં કેમેરાના એન્ગલને fast સ્પીડમાં અથવા picture blur થાય એટલી સ્પીડથી ફેરવવામાં આવે છે.

ઉંચી બિલ્ડીંગ, વધુ હાઈટ ધરાવતા landmark, તેમજ ઉપર અને નીચે બંને જગ્યા ઉપરના, character, subject, object, લોકેશનને અથવા થઇ રહેલ ઘટનાને, એક પછી એક ઝડપથી બતાવવા માટે મોટાભાગે આ શોટનો ઉપયોગ કરવામાં આવે છે.

04. પેન શોટ, 360 ડિગ્રી પેન શોટ

કેમેરાને fixed position ઉપર સેટ કરીને, કેમેરાને તેની જગ્યા ઉપરથી ખસેડ્યા વગર ફક્ત તેના એન્ગલને left to right અથવા right to left એકદમ ધીમેથી અથવા મધ્યમ સ્પીડથી horizontally ઘુમાવીને લેવામાં આવતા શોટને pan shot કહે છે.

કેમેરાને સેન્ટરમાં fixed position ઉપર રાખીને, તેના એન્ગલને ફૂલ રાઉન્ડમાં એકદમ ધીમેથી અથવા મધ્યમ સ્પીડથી ઘુમાવીને લેવામાં આવતા શોટને 360 degree pan shot કહેવાય છે.

મોટાભાગે અલગ અલગ અને એકબીજાથી થોડા અંતરે આવેલ character, subject અને location ને વારાફરતી એક પછી એક બતાવવા માટે, character અથવા subject એક સાઈડથી અન્ય સાઈડ horizontally મૂવ થતું હોય ત્યારે, અને જયારે horizontally ચારેય તરફના લોકેશનને રાઉન્ડમાં કવર કરવું હોય ત્યારે આ શોટ લેવામાં આવે છે.

05. વિપ પેન શોટ, સ્વીશ પેન શોટ

કેમેરાને fixed position ઉપર સેટ કરીને, કેમેરાને તેની જગ્યા ઉપરથી ખસેડ્યા વગર ફક્ત તેના એન્ગલને left to right અથવા right to left એકદમ ફાસ્ટ સ્પીડથી ઘુમાવીને લેવામાં આવતા શોટને whip pan, swish pan shot કહે છે.

ઘણી વાર બે અલગ અલગ અને એકબીજાથી થોડા અંતરે આવેલ character, subject અને location ને વારાફરતી એક પછી એક બતાવવા માટે, અને કોઈપણ સીનને ફાસ્ટ સ્પીડમાં બતાવવા માટે આ શોટનો ખાસ યુઝ કરવામાં આવે છે.

મોટાભાગે બે સીન વચ્ચેના transition તરીકે, એટલે કે ચાલુ સીનમાં કેમેરાના એન્ગલને જડપથી horizontally ઘુમાવીને, સીન કટ થતાની પહેલા જ picture એકદમ blur થઇ જાય, અને તેની સાથે જ કોઈ બીજો સીન શરુ થાય તે રીતે એડીટીંગમાં આ શોટ બનાવામાં આવે છે.

06. અર્ક શોટ

Character, subject ને center માં રાખીને કેમેરાને સેમી રાઉન્ડ, હાફ રાઉન્ડ અથવા ફૂલ રાઉન્ડમાં મૂવ કરાવીને લેવામાં આવતા શોટને arc shot (Mathematics ના નિયમ પ્રમાણે) કહેવાય છે. મોર્ડન ફિલ્મોના હવે તેનો યુઝ વધારે થાય છે.

Best Iconic Scene: Carrie (1976) ફિલ્મમાં લો એન્ગલથી શૂટ થયેલ સિસ્સી સ્પેસેક અને વિલીઅમ કેટ્ટનો પ્રોમ ડાન્સનો રોમેન્ટિક સીન અર્ક શોટનો best example છે.

07. સ્લાઈડર શોટ

કેમેરાને સ્લાઈડર ઉપર સેટ કરીને કેમેરાને અમુક નાના અંતર સુધી left to right અથવા right to left horizontally મુવ કરાવીને લેવાતા શોટને slider shot કહે છે.

મોટાભાગે જયારે લોકેશન થોડું લાંબુ હોય, અનેક characters one by one એક લાઈનમાં અથવા તો crowd માં હોય ત્યારે ખાસ આ શોટનો યુઝ કરવામાં આવે છે. સિનેમેટોગ્રાફી હિસ્ટ્રીના સૌથી જુના શોટ્સ માંથી એક શોટ છે.

08. ક્રેઈન શોટ, ઝીબ શોટ, બૂમ શોટ

કેમેરાને ક્રેઇન અથવા ઝીબ ઉપર સેટ કરી, સીનની જરૂરિયાત પ્રમાણે ક્રેઇન અથવા ઝીબને ઉપર, નીચે, આજુ, બાજુ, આગળ, પાછળ, રાઉન્ડમાં કોઈપણ એન્ગલ અથવા કોઈપણ પ્રકારની movement દ્વારા લેવામાં આવતા શોટને crane shot, jib shot અથવા boom shot કહે છે.

મોટાભાગે જયારે કોઈ મોટા લોકેશનના મોટા એરિયાને cover કરવો હોય, મોટા લોકેશનને establish કરવું હોય અથવા મોટા crowd ને બતાવવું હોય ત્યારે આ શોટનો યુઝ કરવામાં આવે છે. આ એક creative અને rich શોટ હોવાથી તે production value માં પણ વધારો કરે છે. અનેક ફિલ્મોના closing shot માં તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

09. ડોલી શોટ

કેમેરાને ડોલી ઉપર સેટ કરીને તેને જરૂરિયાત મુજબ move કરાવીને, એકદમ smooth અને slow movement દ્વારા લેવામાં આવતા શોટને ડોલી શોટ કહે છે.

મોટાભાગે જયારે ઝૂમ ઇન અને ઝૂમ આઉટ શોટ લેવા માટે, characters ને center માં રાખીને અર્ક શોટ લેવા માટે, અને નાના લોકેશનને horizontal show કરવા માટે specially ડોલી શોટનો યુઝ કરવામાં આવે છે. આ સિવાય અનેક કેમેરા શોટ્સમાં ડોલીનો અલગ અલગ રીતે યુઝ થઇ શકે છે.

ડોલી શોટમાં જર્ક ના આવવાના કારણે તે એક રીતે mini steadicam તરીકે પણ કામ કરે છે. ડોલીનો યુઝ હવે પહેલા જેવા નથી રહ્યો, મોર્ડન ફિલ્મોમાં હવે almost તેનું સ્થાન ગિમ્બલે લઇ લીધું છે, જેથી હવે ડોલીનો યુઝ પહેલા કરતા ઓછો થાય છે.

10. ડોલી ઝૂમ

Character/subject તરફ કેમેરા મુવ કરતી વખતે તેની સાથે સાથે કેમેરા લેન્સથી ઝૂમ આઉટ કરવામાં આવે, અથવા character/subject થી કેમેરા દુર મુવ કરતી વખતે લેન્સથી ઝૂમ ઇન કરવામાં આવે, જેમાં character/subject સ્થિર રહે પણ તેનું બેકગ્રાઉન્ડ વધતું અથવા ઘટતું જાય તે રીતે લેવાતા શોટને dolly zoom કહે છે.

આ એક most creative શોટ્સ માંથી એક છે, કેમેરામેન ઈરમીન રોબર્ટ્સે પહેલી વાર આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ Vertigo (1958) માં આ શોટનો યુઝ કર્યો હતો. આ સિવાય સ્ટીવન સ્પીલબર્ગની Jaws (1975) ફિલ્મમાં રોય સ્ચીડર દરિયામાં શાર્કને જુવે છે ત્યારે તેના reaction નો સીન ડોલી ઝૂમ શોટનો best example છે.

11. સ્નોરીકેમ શોટ

Character, subject ના body સાથે કેમેરાને બાંધીને character, subject અને કેમેરાની મુવમેન્ટ દ્વારા લેવામાં આવતા શોટને snorricam, bodycam, bodymount camara વગેરે કહેવામાં આવે છે. જેમાં character, subject ના background ની shacky movement જોવા મળે છે.

Character, subject ને physical weak, injury, નશા અથવા ડ્રગની અસર હેઠળ બતાવવા માટે મોટાભાગે આ શોટનો ઉપયોગ કરવામાં આવે છે.

12. એસ્ટાબ્લિઝિંગ શોટ

કોઈપણ location, landmark અને તેની આસપાસના એરિયાને, કેમેરાના કોઈપણ એન્ગલ અથવા movement દ્વારા creatively cover કરીને લેવાતા શોટને establishing shot કહે છે.

મોટાભાગે તે વાઈડ શોટમાં સામેથી, ક્રેઇન દ્વારા અને ડ્રોન કેમેરાથી ખુબ ઉપરથી લેવામાં આવતો હોય છે. કોઈપણ મહત્વના સીનની શરૂઆતમાં આ શોટ ખાસ બતાવવામાં આવે છે, જેથી audience ને ખ્યાલ આવે કે ઘટના ક્યાં બની રહી છે. ઘણી ફિલ્મોના ઓપનીંગ સીનને આ શોટ દ્વારા લેવામાં આવ્યો છે.

આ શોટનુ main vision કોઈપણ મહત્વના location ને establish કરવાનું છે, કોઈપણ location, landmark ને specially show, introduce કરવા અથવા highlight કરવા માટે establishing shot નો યુઝ કરવામાં આવે છે.

13. પોઇન્ટ ઓફ વ્યુ શોટ (POV)

Character, subject તેની આંખોથી જે કંઈપણ જોતું હોય, અથવા કોઈપણ મહત્વની ઘટનાને તે imagine અથવા observe કરતું હોય, ત્યારે તે ઘટનાને જે શોટ દ્વારા બતાવવામાં આવે તે શોટને point of view shot (POV) કહેવાય છે. આ શોટમાં કેમેરા character, subject ની આંખોનું કામ કરતી હોય છે.

મોટાભાગે હોરર, સસ્પેન્સ અને animal subject ધરાવતી ફિલ્મોમાં આ શોટ ખાસ લેવામાં આવે છે. Halloween (1978) ફિલ્મનો 4 મિનીટ અને 39 સેકંડનો ઓપનીંગ સીન એ પોઇન્ટ ઓફ વ્યુ શોટનું best example છે.

14. લોક ડાઉન શોટ

ચાલુ ઘટનામાં એક point ઉપર આવીને કેમેરાની મુવમેન્ટ એકદમ lock થઇ જાય છે, અને character કેમેરા ફ્રેમની બહાર નીકળી જાય છે, અને તેમ છતાં પણ ફ્રેમની બહાર ઘટના ચાલુ રહે છે, અને ત્યારબાદ ફરી character ફ્રેમની અંદર આવે છે, આ રીતે શોટ દરમ્યાન કેમેરાને કોઈ એક જગ્યા ઉપર સ્ટોપ કરીને સીન of-screen ચાલુ રહે તે રીતે લેવાતા શોટને locked down shot કહેવાય છે.

મોટાભાગે સસ્પેન્સ ફિલ્મોમાં આ પ્રકારના શોટ વધુ યુઝ કરવામાં આવે છે, જેમાં ઓડીયન્સ કેમેરા ફ્રેમની બહાર કંઇક થઇ રહ્યું છે તે વિષે વિચારે છે જેથી ફિલ્મમાં તેનું involvement વધે છે.

15. હાયપરલેપ્સ શોટ

કેમેરાને ગીમ્બલ ઉપર set કરીને, પહેલા લોકેશનથી શરુ કરીને તેનાથી થોડા દુરના અંતરના અન્ય લોકેશન સુધી, એટલે એક લાંબા અંતરને cover કરીને એડીટીંગમાં વિડિઓને completely અથવા અમુક ભાગને fast forward કરીને બનાવવામાં આવતા શોટને hyperlapse shot કહેવાય છે.

મોટાભાગે સ્પીડ બતાવવા, એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર shifting માટે, જડપી ટ્રાવેલિંગ માટે, અને ખાસ કરીને moving object બતાવવા માટે આ શોટનો ઉપયોગ થાય છે.

16. હેન્ડ હેલ્ડ શોટ, શેકી કેમ શોટ

કેમેરાને હાથથી પકડીને અથવા ઓપરેટરમાં ખભાના સપોર્ટ દ્વારા વીડિઓમાં જર્ક આવે તે રીતે લેવામાં આવતા શોટને hand-held shot અથવા કહે છે. વીડિઓને થોડો અસ્થિર બતાવવા માટે કેમેરાને shoulder mount અને easyrig ઉપર સેટ કરીને લેવાતા શોટને shaky cam shot કહે છે.

(1). સીનમાં intentionally જર્ક મેળવવા માટે. (2). કોઈપણ ઘટનાની તીવ્રતા વધારવા માટે. (3). સ્પીડ બતાવવા માટે. (4). એક્ટર્સ ચાલતા હોય, ચાલતા ચાલતા વાત કરતા હોય. (5). ક્યારેક આ શોટ subject ની આંખનું કામ પણ કરે છે. (6). તેમજ ખાસ કરીને એક્શન સીનમાં આ શોટનો યુઝ કરવામાં આવે છે. Saving Private Ryan (1998) ફિલ્મમાં આ શોટનો સૌથી વધુ યુઝ થયો છે.

17. ક્રેબ શોટ

Character, subject ને તેની બાજુની સાઈડથી કવર કરીને, અને તેની સાથે સાથે horizontally લાઈનમાં કેમેરાની movement દ્વારા લેવામાં આવતા શોટને crab shot કહેવાય છે.

18. ફોલો શોટ

Character, subject ને આગળથી, પાછળથી, બાજુથી અથવા કોઇપણ એન્ગલથી follow કરી અને તેની સાથે અથવા તેનાથી થોડું અંદર રાખીને ચાલીને, દોડીને અથવા કોઈપણ રીતે કેમેરાને મૂવ કરાવીને લેવાતા શોટને follow shot કહે છે.

આ શોટમાં mainly character, subject ને follow કરવામાં આવે છે, તે સિવાય આ સીનમાં અન્ય કોઈપણ ખાસ ઘટના બનતી નથી હોતી.

જયારે character, subject ને follow અથવા પીછો કરવો હોય ત્યારે આ શોટ ખાસ લેવા આવે છે, મોટાભાગે સસ્પેન્સ, હોરર ફિલ્મોમાં આ પ્રકારના શોટ વધારે યુઝ થાય છે.

19. ટ્રેકિંગ શોટ

Character, subject ની સાથે સાથે લોકેશનના ચોક્કસ ટ્રેક ઉપર ટૂંકા અથવા લાંબા અંતર સુધી ચાલીને, અને સાથે સાથે તેની દરેક movement, action અને બની રહેલ ઘટનાને cover કરીને લેવામાં આવતા શોટને tracking shot કહે છે.

ટ્રેકિંગ શોટ અને ફોલો શોટ એક બીજાને ઘણા મળતા આવે છે, બંનેમાં ફર્ક એ છે કે follow શોટમાં મોટાભાગે character સાથે થોડું અંતર રાખીને તેને સતત follow કરવામાં આવે છે, આ shot માં character ને ફક્ત follow કરવા ઉપર વધુ ભાર મુકવામાં આવે છે.

જયારે ટ્રેકિંગ શોટમાં લોકેશનના special track, way ઉપર વધુ ભાર મુકવામાં આવે છે, જેમાં character, subject કોઈ ચોક્કસ track, way ઉપર આગળ વધીને એક લોકેશનથી બીજા લોકેશન ઉપર જાય છે, જેમાં લોકેશન મોટાભાગે લાંબા અને વધુ અંતરે હોય છે.

20. સ્ટેડિકેમ શોટ, સ્ટેડિશોટ

વીડિઓમાં સહેજપણ જર્ક ના આવે તે માટે stabilizer rig ઉપર, અથવા gimbal ઉપર કેમેરાને સેટ કરીને, કેમેરાને વધુ મૂવ થતો અટકાવીને કેમેરા એન્ગલની એકદમ smooth અને stable movement દ્વારા લેવાતા શોટને steadicam shot અથવા steadishot કહેવાય છે.

આ શોટમાં સૌથી પહેલા કેમેરાના એન્ગલને stable રાખવા ઉપર વધુ ધ્યાન આપવામાં આવે છે, જેમાં stabilizing device કેમેરાને વધુ હલતો અટકાવે છે, જેથી વીડિઓમાં બિનજરૂરી જર્ક નથી આવતો.

મોટાભાગે આ શોટમાં લોકેશન થોડા લાંબા અંતરે હોય છે, જેમાં character/subject ની movement, action ની સાથે અમુક ચોક્કસ aria સુધીની દરેક ઘટનાને કોઈપણ એન્ગલથી કવર થઇ શકે તેવી રીતે લેવામાં આવે છે.

21. લોંગ ટેક, સિક્વન્સ શોટ, વન ટેક શોટ

કોઈપણ લાંબા સીન દરમ્યાન બની રહેલ નાની નાની દરેક ઘટનાને કોઈપણ કટ વગર સળંગ શૂટ કરવામાં આવે તેને long take shot, sequence shot અથવા one take shot કહે છે.

મોટાભાગે આ સીનમાં લોકેશન્સ એકબીજાથી દુર અને થોડા લાંબા અંતરે હોય છે, અને શોટ કોઈ એક લોકેશનથી શરુ થઈને અન્ય લોકેશન ઉપર ખત્મ થતો હોય છે. ફિલ્મની creativity વધારવા માટે ખાસ આ શોટનો ઉપયોગ થાય છે.

આ શોટ લેવો સૌથી અઘરો છે કારણ કે આ શોટમાં નાનામાં નાની ઘટનાઓ પણ perfect ટાઈમિંગ સાથે થવી જોઈએ, તેને શૂટ કરવામાં, તેના સીન composition માં અને શોટના rehearsal માં ખુબજ ટાઈમ લાગતો હોય છે.

Birdman (2014) ફિલ્મમાં ખુબ જ લાંબા અનેક long take shots લેવામાં આવ્યા છે. Boogie Nights (1997) ફિલ્મમાં પણ 3 best અને iconic long take shots લેવામાં આવ્યા છે.

22. માસ્ટર શોટ (MS)

કોઈપણ એક સીનમાં characters, props, lighting, action, movement અને દરેક મહત્વની ઘટનાને એક જ શોટ દ્વારા cover કરીને લેવામાં આવતા શોટને master shot કહેવાય છે. સામાન્ય રીતે આ શોટ વાઈડ એન્ગલ દ્વારા વધુ લેવામાં આવે છે.

આ સિવાય માસ્ટર શોટ અન્ય ઘણા બધા શોટસના એક combination દ્વારા પણ બનાવવામાં આવે છે, આ શોટ time duration ની દ્રષ્ટીએ અન્ય શોટ કરતા થોડો લાંબો હોય છે. માસ્ટર શોટ અને લોંગ ટેક શોટ બંને વચ્ચે મુખ્ય ફર્ક એ છે કે, લોંગ ટેક શોટમાં કોઈ ખાસ મહત્વની ઘટના બનતી નથી હોતી, જયારે માસ્ટર શોટમાં ઘટનાનું મહત્વ ખાસ હોય છે.

ફિલ્મ એડીટીંગ દરમ્યાન એવો શોટ હોવો જોઈએ જેમાં સીનની દરેક ઘટનાઓ શામેલ હોય. નાના location, ઓછા એક્ટર્સ અને કેમેરાની ઓછી movement દ્વારા લેવામાં આવે તો માસ્ટર શોટ એક રીતે શૂટિંગનો ઘણો ટાઈમ બચાવી શકે છે.

Conclusion

ફિલ્મના અલગ અલગ સીન્સને અલગ અલગ કેમેરા શોટ્સ દ્વારા શૂટ કરવામાં આવે છે, કોઈપણ એક સીન અલગ અલગ શોટ્સ દ્વારા શૂટ થઇ શકે છે, તેને શૂટ કરવા માટેના ચોક્કસ નિયમો પણ છે, અને દરેક શોટ્સનું અલગ important, value હોય છે.

માટે shot division કરતી વખતે દરેક સીન્સ તેના ક્યા બેસ્ટ શોટ દ્વારા શૂટ થઇ શકે છે તેના વિષે study કરીને, અને ત્યારબાદ તે સીન માટે best prove થતા શોટમાં તેને શૂટ કરો.

Author

Hey there, I am Rahul... Watching movies, and Film direction is my real passion... I share my thoughts by writing blog about Film direction, Filmmaking and Acting @ GujaratiFilmmaking.com and Gujarati Film Review & Analysis @ GujaratiFilmreview.com

Write A Comment