ફિલ્મના કોઈપણ સીનને અલગ અલગ પ્રકારથી શૂટ કરવાની techniques એટલે કેમેરા શોટ્સ, સિનેમેટોગ્રાફીમાં આ દરેક શોટ્સ પોતાનું એક અલગ મહત્વ ધરાવે છે. કોઈપણ સીનમાં કયો શોટ યુઝ કરી શકાય તેના માટેના કેટલાક નિયમો પણ છે, અને આ નિયમો પ્રમાણે જ શોટ ડીવીઝન કરવામાં આવે છે.
કોઈપણ સીનને ચોક્કસ શોટમાં શૂટ કરવા માટેના રૂલ્સ હોય છે
કોઈપણ સીનને કોઈપણ શોટમાં ક્યારેય શૂટ નથી કરી શકાતા હોતા. દરેક કેમેરા શોટ્સને યુઝ કરવા માટેના અમુક ચોક્કસ rules & regulations પણ હોય છે, તે પ્રમાણે જ કોઈપણ સીનને અમુક શોટ દ્વારા જ શૂટ કરવામાં આવે છે.
કેમેરા શોટ્સ 5 પ્રકારના હોય છે
(1). શોટની size મુજબ લેવામાં આવતા કેમેરા શોટ્સ. (2). કેમેરાનો angles સેટ કરીને લેવામાં આવતા શોટ્સ. (3). Focus સેટ કરીને લેવામાં આવતા શોટ્સ. (4). કેમેરાની movements દ્વારા લેવામાં આવતા શોટ્સ. (5). એડીટીંગમાં બનાવવામાં આવતા શોટ્સ.
આ કેમેરા શોટ્સમાંથી ઘણા બધા શોટ્સ એકબીજાને મળતા આવે છે, તો કેટલાક શોટ્સ વચ્ચે ખુબ નાનો different છે. દરેક ડિરેક્ટર્સ અને એક્ટિંગ શીખનાર ફ્રેશ એક્ટર્સે પણ આ શોટ્સ અને તેની techniques વિષે જાણવું જરૂરી છે.
આ blog માં અલગ અલગ કેમેરા શોટ્સ, તે દરેક શોટ્સની techniques અને તે શોટ્સને ક્યારે યુઝ કરી શકાય તેના વિષે જાણીએ અને સમજીએ.
Steady shots – કેમેરાને સ્થિર રાખીને લેવામાં આવતા શોટ્સ
01. ફૂલ શોટ (FS)
Character નો માથાથી લઈને પગની સુધીનો 100% સંપૂર્ણ ભાગ ફૂલ ફ્રેમમાં દેખાય, અથવા subject નો દરેક ભાગ ફ્રેમમાં પુરેપુરો દેખાય તે રીતે લેવાતા શોટને full shot કહે છે.
Character નો દેખાવ, તેની activity, action અને તેનું complete characterization અને personality બતાવવા માટે મોટાભાગે ફૂલ શોટનો યુઝ કરવામાં આવે છે.
02. મીડીયમ ફૂલ શોટ (MFS), કાઉબોય શોટ
Character નો almost 75% જેટલો ભાગ, એટલે કે માથાથી લઈને ઘૂંટણ આસપાસ સુધીનો ભાગ ફૂલ ફ્રેમમાં દેખાય તે રીતે લેવામાં આવતા શોટને medium full shot કહેવાય છે. Character ની movement, body language અને તેની આસપાસના atmosphere ને highlight કરવા માટે મોટાભાગે મીડીયમ ફૂલ શોટનો યુઝ કરવામાં આવે છે.
મીડીયમ ફૂલ શોટની જેમજ character ના માથાથી લઈને ઘુટણ સુધીનો ભાગ કવર થાય તે રીતે લેવામાં આવતા શોટને cowboy shot કહે છે. 1960s ની હોલીવુડની western ફિલ્મોમાં આ શોટનો સૌથી વધુ યુઝ કરવામાં આવતો હતો.
03. મીડીયમ શોટ (MS)
Character નો almost 50% જેટલો ભાગ, એટલે કે માથાથી લઈને કમર સુધીનો ભાગ ફૂલ ફ્રેમમાં દેખાય તે રીતે લેવામાં આવતા શોટને medium shot અથવા mid shot કહેવાય છે.
મોટાભાગે character ની body language બતાવવા માટે અને ખાસ કરીને એક્ટર્સ વાતચીત કરી રહ્યા હોય ત્યારે આ શોટનો યુઝ કરવામાં આવે છે. Cinematography મા સૌથી જુનો અને most common શોટ છે, મોટાભાગની ફિલ્મમાં તેનો સૌથી વધારે યુઝ થાય છે.
04. મીડીયમ ક્લોઝઅપ શોટ (MCU)
Character નો almost 25% જેટલો ભાગ, એટલે કે માથાથી લઈને છાતી સુધીનો ભાગ ફૂલ ફ્રેમમાં દેખાય તે રીતે લેવામાં આવતા શોટને medium close-up shot કહેવાય છે.
મોટાભાગે characters ના ચહેરાના expression અને reaction ને બતાવવા માટે, ઉપરાંત કોઈપણ મહત્વની ઘટના સાથેનો character નો relation show કરવા માટે મીડીયમ ક્લોઝઅપ શોટનો યુઝ કરવામાં આવે છે. આ શોટ audience ને તે સીન સાથે emotionally connect કરે છે.
05. ક્લોઝઅપ શોટ (CU), ચોકર શોટ
Character નો full face, તેમજ માથાથી લઈને ગળા સુધીનો ભાગ ફૂલ ફ્રેમમાં દેખાય તે રીતે લેવાતા શોટને, અથવા subject નો કોઈપણ ભાગ ફૂલ ફ્રેમમાં મોટો દેખાય તે રીતે લેવાતા શોટને close-up shot કહેવાય છે.
Character ના strong emotions અને feelings ને એકદમ નજીકથી, highlight કરીને અને intentionally બતાવવા માટે ક્લોઝઅપ શોટનો યુઝ કરવામાં આવે છે. આ શોટ ફિલ્મોમાં સૌથી વધુ યુઝ કરવામાં આવતા શોટ્સ માંથી એક છે.
ક્લોઝ અપ શોટની જેમ, character નો આખો face (આંખો ઉપરથી લઈને દાઢી સુધીનો ભાગ) ફ્રેમમાં પૂરો દેખાય તે રીતે લેવાતા શોટને choker shot કહે છે.
06. એક્સ્ટ્રીમ ક્લોઝઅપ શોટ (XCU)
Character ના face નો 50% થી 75% આસપાસનો ભાગ ફ્રેમમાં દેખાય, character નો કોઈપણ એક body part ફ્રેમમાં ખુબ જ મોટો દેખાય, અથવા subject ના કોઈપણ એક ભાગને ફ્રેમમાં ખુબ જ નજીકથી ખુબ જ મોટો દેખાય તે રીતે લેવાતા શોટને extreme close-up shot કહેવાય છે.
Audience નું focus, attention મેળવવું હોય ત્યારે, character ના કોઈપણ ભાગને detail માં show કરવો હોય ત્યારે અને subject ને highlight કરવું હોય ત્યારે આ શોટ લેવામાં આવે છે.
07. વાઈડ શોટ, લોન્ગ શોટ (WS, LS)
એક અથવા એકથી વધુ character, subject, object સંપૂર્ણ રીતે ફ્રેમમાં દેખાય તે રીતે તેનાથી થોડા દુરના અંતરેથી, અથવા કોઈપણ location નો મોટાભાગનો વિસ્તાર ફ્રેમમાં દેખાય તે રીતે તેને થોડા દુરથી cover કરીને લેવામાં આવતા શોટને wide shot અથવા long shot કહેવાય છે.
લોકેશનને show અથવા establish કરવા માટે, એકથી વધારે એક્ટર્સને એક સાથે બતાવવા માટે, ચોક્કસ atmosphere create કરવા માટે મોટાભાગે આ શોટનો યુઝ થાય છે.
08. એક્સ્ટ્રીમ વાઈડ, એક્સ્ટ્રીમ લોન્ગ શોટ (EWS, ELS)
Character, subject ફ્રેમમા ખુબજ નાનું દેખાય તે રીતે તેને ખુબજ દુરથી, અને તેની આસપાસની ઘણી મોટી જગ્યાને કવર કરીને, અથવા કોઈપણ location ના મોટાભાગના વિસ્તારને ખુબજ દુરથી કવર કરીને લેવામાં આવતા શોટને extreme wide અથવા extreme long shot કહેવાય છે.
ખુબ મહત્વના અને ખુબ દૂરના લોકેશન અથવા ઘટના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટે, ખુબ દુરના અને લાંબા અંતરને બતાવવા માટે આ શોટનો યુઝ કરવામાં આવે છે. Lawrence of Arabia (1962) ફિલ્મમાં આ શોટનો સૌથી વધુ યુઝ થયો છે.
09. ઝૂમ ઇન શોટ
Character, subject અથવા location ધીમે ધીમે ફ્રેમની નજીક આવતા જાય તે રીતે લેવામાં આવતા શોટને zoom in shot કહેવાય છે. આ શોટ કેમેરાને મૂવ કરાવીને અને ઝૂમ લેન્સ દ્વારા બંનેથી લઇ શકાય છે, સાથે સાથે ફિલ્મ એડીટીંગ દરમ્યાન એડીટીંગ software દ્વારા પણ આ શોટ બનાવી શકાય છે.
એક્ટર ઉપર ઘટનાની અસર બતાવવા, એક્ટરના expression, reaction ને highlight કરવા, character, subject ઉપર ભાર મુકવા અથવા તેને ખાસ મહત્વ આપવાનું હોય ત્યારે આ શોટનો ઉપયોગ થાય છે.
10. ઝૂમ આઉટ શોટ
Character, subject અથવા location ધીમે ધીમે ફ્રેમથી દુર જાય તે રીતે લેવાતા શોટને zoom out shot કહેવાય છે. આ શોટ કેમેરાને મૂવ કરાવીને અને ઝૂમ લેન્સ દ્વારા, બંનેથી લઇ શકાય છે, સાથે સાથે ફિલ્મ એડીટીંગ દરમ્યાન એડીટીંગ software દ્વારા પણ આ શોટ બનાવી શકાય છે.
કોઈપણ situation, effect માંથી બહાર આવવા માટે, અથવા તેની અસર ઓછી કરવા માટે, location અથવા atmosphere ને reveal કરવું હોય ત્યારે આ શોટનો ઉપયોગ કરવામાં આવે છે.
11. ક્રેશ ઝૂમ, વીપ ઝૂમ, સ્નેપ ઝૂમ શોટ
Character, subject અથવા location એકદમ સ્પીડમાં ફ્રેમની નજીક આવે અથવા ફ્રેમની દુર જાય તે રીતે zoom in અથવા zoom out કરવામાં આવે તેને crash zoom, whip zoom અથવા snap zoom shot કહેવાય છે. આ શોટ ઝૂમ લેન્સ દ્વારા લેવામાં આવે છે, સાથે સાથે ફિલ્મ એડીટીંગ દરમ્યાન એડીટીંગ software દ્વારા પણ આ શોટ બનાવી કરી શકાય છે.
અચાનક અને જડપથી બનતી ઘટના માટે, એક્ટરના reaction માટે, કોઈપણ subject અથવા object નું importance દર્શાવવા માટે આ શોટનો ઉપયોગ કરવામાં આવે છે.
ડિરેક્ટર કવેન્ટીન ટેરેન્ટીનોની ફિલ્મોમાં આ શોટ વધુ જોવા મળે છે. Kill Bill Vol. 2 (2004) ફિલ્મમાં આ શોટનો વધુ યુઝ થયો છે.
12. રિએક્શન શોટ
જયારે બે અથવા તેથી વધુ characters communication કરતા હોય ત્યારે એક એક્ટરના dialogues ઉપર અન્ય character કોઈપણ પ્રકારનુ reaction હંમેશા આપે છે. તે સિવાય જયારે કોઈપણ character કંઇક જુવે છે, અનુભવે છે, કોઈપણ ઘટનાની અસર character ઉપર થાય છે, ત્યારે તે character હંમેશા પરિસ્થિતિ મુજબ અલગ અલગ પ્રકારનું reaction આપતા હોય છે, જે મોટાભાગે face અને body language દ્વારા આપવામાં આવે છે.
મોટાભાગે એક્ટર્સના reaction ને તે શોટની સાથે જ cover કરીને બતાવવામાં આવે છે, તે સિવાય ક્યારેક ક્યારેય ખાસ અને અતિ મહત્વના reaction ને specially એક અલગ શોટ દ્વારા પણ શૂટ કરીને highlight કરવામાં આવે છે, જેને reaction shot કહેવાય છે.
એક્ટર્સના reaction સાથે audience આસાનીથી અને જલ્દી connect થઇ શકે છે. મોટાભાગે એક્ટરના reaction ને ક્લોઝઅપ શોટ, મીડીયમ ક્લોઝઅપ શોટ, મીડીયમ શોટ, ઝૂમ ઇન, ઝૂમ આઉટ કરીને અથવા ડોલી ઝૂમ શોટ દ્વારા લેવામાં આવતો હોય છે.
13. ટુ શોટ
કોઈપણ બે characters એક જ ફ્રેમમાં એકસાથે દેખાય તે રીતે કોઈપણ એન્ગલ દ્વારા લેવામાં આવતા શોટને two shot કહેવાય છે. આ શોટમાં મોટાભાગે બે characters એકબીજાથી નજીક, અથવા એકબીજાની સામસામે વધુ હોય છે.
મોટાભાગે બે characters વચ્ચે chemistry, bonding બતાવવી હોય, બંને વચ્ચે relationships establish કરવી હોય, અથવા બંને વચ્ચે કોઈ ખાસ જરૂરી communication થઇ રહ્યું હોય ત્યારે આ શોટ લેવામાં આવતો હોય છે.
14. સ્ટેટિક શૉટ, ફિક્સ્ડ શૉટ
કેમેરાને ટ્રાઇપોડ ઉપર અથવા કોઈ એક જ position ઉપર સેટ કરીને, કેમેરાને સહેજ પણ મૂવ કરાવ્યા વગર લેવામાં આવતા શોટને static shot અથવા fixed shot કહેવાય છે.
મોટાભાગે સીનમાં જયારે audience નું focus મેળવવું હોય ત્યારે અથવા જયારે સીનમાં dialogues ઉપર મહત્વ આપવાનું હોય, ત્યારે કેમેરાને મૂવ કરાવ્યા વગર આ પ્રકારનો શોટ લેવામાં આવે છે, જેથી audience નું સંપૂર્ણ ધ્યાન ફક્ત dialogues ઉપર બની રહે.
Cinematography માં આ શોટ સૌથી સામાન્ય છે અને તેને શૂટ કરવો એકદમ આસાન છે. મોર્ડન ફિલ્મોમાં આ શોટને ઓછો પસંદ કરવામાં આવે છે, કારણ કે તેમાં કોઈ ખાસ creativity use નથી થતી હોતી.
15. ટાઈમ લેપ્સ શોટ
કેમેરાને કોઈ એક જગ્યા ઉપર સેટ કરીને, તેને મુવ કરાવ્યા વગર જ તે લોકેશન ઉપર ખુબ જ લાંબા ટાઈમ સુધી સળંગ શૂટ કરીને ફિલ્મમાં તે સીનને fast forward speed માં બતાવવામાં આવે તેને time lapse shot કહેવાય છે.
એક ટાઈમ પીરીયડમાંથી અન્ય ટાઈમ પીરીયડમાં જવા માટે, અથવા પસાર થઇ રહેલ સમયને બતાવવા માટે આ શોટનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે.
16. બેકલાઈટ શોટ
Character, subject ના background માં dark અથવા bright લાઈટીંગ સેટ કરીને તેમાં તેને એક dark શેડો તરીકે બતાવવામાં આવે, અથવા background માં કોઈપણ પ્રકારની નેચરલ લાઈટ્સમાં character ને શેડો તરીકે બતાવીને લેવામાં આવતા શોટને backlight shot કહે છે.
17. કિઆરોસ્કુરો શોટ
Character, subject ને લાઈટીંગ અને ડાર્ક શેડો દ્વારા, અથવા ફ્રેમમાં એક તરફ બ્રાઈટ લાઈટ્સ અને અન્ય તરફ ડાર્ક શેડો બનાવીને, એટલે કે બ્રાઈટનેસ અને ડાર્કનેસ બંનેનો એક સાથે creatively ઉપયોગ કરીને લેવામાં આવતા શોટને chiaroscuro shot કહે છે. હકીકતમાં chiaroscuro તે લાઈટીંગનો એક પ્રકાર છે.
સીનમાં depth ઉભી કરવા, cinematic look બનાવવા, વાર્તા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં, character, subject ને expose કરવા માટે મોટાભાગે કિઆરોસ્કુરોનો ઉપયોગ કરવામાં આવે છે.
Conclusion
ફિલ્મના અલગ અલગ સીન્સને અલગ અલગ કેમેરા શોટ્સ દ્વારા શૂટ કરવામાં આવે છે, કોઈપણ એક સીન અલગ અલગ શોટ્સ દ્વારા શૂટ થઇ શકે છે, તેને શૂટ કરવા માટેના ચોક્કસ નિયમો પણ છે, અને દરેક શોટ્સનું અલગ important, value હોય છે.
માટે shot division કરતી વખતે દરેક સીન્સ તેના ક્યા બેસ્ટ શોટ દ્વારા શૂટ થઇ શકે છે તેના વિષે study કરીને, અને ત્યારબાદ તે સીન માટે best prove થતા શોટમાં તેને શૂટ કરો.
2 Comments
100% 👌
Get the Most Out of Tutorials and Tips