ફિલ્મ, ટીવી સીરીયલ, વેબ સીરીઝ, વિડીઓ સોન્ગ્સ વગેરેમાં નાના મોટા અનેક પ્રકારના એક્ટર્સ કામ કરતા હોય છે, અને આ દરેક એક્ટર્સના અલગ અલગ પ્રકાર અને category હોય છે.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તે પ્રકાર અને category પ્રમાણે એક્ટરને કામ અને respect મળતું હોય છે, અને તેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રી બહાર એટલે કે સામાન્ય audience માં આ પ્રકાર અને category દ્વારા તેમની popularity અને fan following બનતી હોય છે.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટરના અલગ અલગ પ્રકાર અને તેની category કેવી રીતે નક્કી થાય છે?
(1) એક્ટરનું એક્ટિંગ talent અને skill. (2) એક્ટરની હીટ સુપરહીટ ફિલ્મો. (3) એક્ટરે ભજવેલા strong characters. (4) એક્ટરની કેરિયર, સ્ટારડમ, popularity અને fan following ના હિસાબથી અલગ અલગ એક્ટર્સના અલગ અલગ પ્રકારો અને categories નક્કી થતી હોય છે.
કોઈપણ એક્ટર આ 12 પ્રકારમાંથી એક હોય છે – એક્ટર્સના અલગ અલગ 12 પ્રકાર અને તેની category
01. Natural Born એક્ટર્સ

આ પ્રકારના એક્ટર્સ હકીકતમાં audience કરતા ડિરેક્ટર્સ, ફિલ્મમેકર્સ અને ક્રિટીક્સના ફેવરીટ વધુ હોય છે. જેઓ એક્ટિંગમાં બોલીવુડના સુપરસ્ટાર એક્ટર્સ કરતા ઘણા આગળ હોય છે. એક્ટિંગ ફિલ્ડમાં પોતાની યોગ્યતા વારંવાર સાબિત કરીને તેઓયે અનેક એવોર્ડ્સ જીતેલા હોય છે.
Talent & quality: અમુક વ્યક્તિઓને જન્મથીજ કેટલીક ખૂબીઓ મળેલી હોય છે, બસ આવી રીતે કેટલાક લોકો જન્મથીજ acting talent ધરાવતા હોય છે, જેને born એક્ટર કહેવાય છે. તેમને એક્ટિંગની કુદરતી જ ઊંડી સમજ હોય છે, એક્ટિંગ તેમના સ્વભાવમાંજ વણાયેલી હોય છે, એક્ટિંગ તેમના માટે એક passion હોય છે.
Work Priority: આવા એક્ટર્સ ફક્ત passion ના કારણે એક્ટિંગ કરતા હોય છે, એક્ટિંગ તેમને અંદરથી ખુશી આપે છે. એક્ટિંગને profession તરીકે લેવી તેમની second priority હોય છે. પોતાના એક્ટિંગ talent નો ઉપયોગ પોતાના એક્ટિંગના passion ને પૂરો કરવા માટે કરતા હોય છે.
Category: બોલીવુડમાં આ પ્રકારના એક્ટર્સ એટલે નવાઝુદ્દીન સિદ્દીકી, નસરુદ્દીન શાહ, પરેશ રાવલ, નાના પાટેકર, બોમન ઈરાની, મનોજ બાજપાઈ વગેરે જેવા અન્ય એક્ટર્સ.
02. Less work અને ફક્ત quality work કરનાર એક્ટર્સ
અમુક એક્ટર્સ કામમાં હંમેશા quality જુવે છે, તેઓ less work but quality work માં માનતા હોય છે, તેમના માટે number of work experience કરતા quality of work વધુ મહત્વનું હોય છે. તેમને પોતાના character માં કંઇક નવું, કંઇક અલગ અને unique કરવાના chance ના દેખાતો હોય તો તેઓ કામ નથી કરતા.
તેઓ ફિલ્મો accept ઓછી કરે છે અને reject વધુ કરે છે. આવા એક્ટર્સ પોતાના rules & regulations ઉપર કામ કરતા હોય છે. જેઓનો નિયમ હોય છે કે કામ કરવું તો best quality work કરવું અથવા તો બિલકુલ ના કરવું.
બોલીવુડમાં આમીર ખાન અને હોલીવુડમાં લિયોનાર્ડો ડીકેપ્રિઓ, ડેનિયલ ડે-લુઇસને આ પ્રકારના એક્ટર્સ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવા અમુક જ એક્ટર્સ હોય છે જેઓ ફક્ત એક્ટિંગના શોખ અથવા payment માટે કામ નથી કરતા.
આમીર ખાને 1984 માં Holi ફિલ્મ દ્વારા તેને બોલીવુડમાં એન્ટ્રી મેળવી હતી, Lagaan (2001) ફિલ્મ પછી 2022 સુધીમાં એટલે કે 22 વર્ષમાં તેને 15 ફિલ્મો કરી છે.
લિયોનાર્ડો ડીકેપ્રિઓએ 1993 માં તેની પહેલી ફિલ્મ કરી હતી, Titanic (1997) ફિલ્મ બાદ તે સ્ટાર બની ગયો અને તેની 7 મી ફિલ્મ હતી, 1997 થી 2022 સુધી 25 વર્ષમાં તેને ફક્ત 20 ફિલ્મો કરી છે. લિયોનાર્ડોની દરેક ફિલ્મો જોવા લાયક કરતા પણ વધુ સમજવા લાયક હોય છે. ડેનિયલ ડે-લુઇસ આ બધામાંથી સૌથી આગળ છે, તેને તેની 46 વર્ષની કેરિયરમાં ફક્ત 21 ફિલ્મો કરી અને 80 ફિલ્મો reject કરી.
આ બધા એક્ટર્સે ઓછી ફિલ્મો એટલા માટે કરી છે કારણ કે તેઓ ઓછી પણ quality ફિલ્મો અને strong characters ભજવવામાં માનતા હોય છે.
03. Commercial, સીનીયર, high profile અને સુપરસ્ટાર એક્ટર્સ
બોલીવુડમાં 15, 20 વર્ષથી પણ વધારે કામ કરી રહેલા, જેઓ બોલીવુડના મોટા સુપર-સ્ટાર છે, અને જેઓના નામ ઉપર audience ફિલ્મો જોવા જાય છે, જેઓ સૌથી વધુ fan followers ધરાવે છે. તેઓ અનેક હીટ ફિલ્મો આપીને સ્ટાર બન્યા હોવાથી ફિલ્મોમાં તેમને સતત કામ મળતું હોય છે.
આવા એક્ટર્સ પોતાનાં એક્ટિંગ talent નો ઉપયોગ ફિલ્મોમાં professional કેરિયર બનાવીને પૈસા કમાવવા માટે કરતા હોય છે.
Talent & quality: તેઓ ખુબ સારા એક્ટર્સ છે, તેઓ પોતાની ફિલ્મી કેરિયર માટે ખુબ serious હોય છે, તેઓ પોતાનું સ્ટારડમ ટકાવી રાખવા, પોતાની ફિલ્મી કેરિયર લંબાવવા માટે ઘણી બધી મહેનત કરતા હોય છે. પાત્રને અનુરૂપ થવા અને ફિલ્મની requirement પ્રમાણે પોતાને update કરી પોતાનામાં અનેક બદલાવ પણ લાવી શકે છે.
તેઓ selected ફિલ્મો કરતા હોય છે. કેવી ફિલ્મો અને કેવા પ્રકારના characters નીભાવવાથી એક્ટિંગ કેરિયરમાં ફાયદો થશે તેની ખુબ સારી સમજ ધરાવતા હોય છે, માટે આવા સ્ટાર એક્ટર્સ ફિલ્મ select કરતી વખતે ઘણું બધું ધ્યાન રાખતા હોય છે, અને જો તેમને યોગ્ય ના લાગે તો ફિલ્મ reject પણ કરી દે છે.
Priority: એક્ટિંગના શોખને profession and career તરીકે accept કરનાર એક્ટર્સ. તેઓ ફક્ત શોખના કારણે એક્ટિંગ નથી કરતા પણ એક્ટિંગ દ્વારા પૈસા કમાવવા તેમની first priority છે. માટે ફિલ્મોમાં એક્ટિંગ સિવાય પણ modeling, ad, show, events વગેરે દ્વારા સારા એવા પૈસા કમાતા હોય છે, જેના કારણે તેમને commercial actors કહેવામાં આવે છે.
Category: બોલીવુડની A+ category ના મોટા સ્ટાર એક્ટર્સ એટલે કે અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર, અજય દેવગન, હ્રીતિક રોશન, રણબીર કપૂર, રણવીર શિંહ. દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ જેવા અન્ય ટોચના સ્ટાર એક્ટર્સ.
04. Future ના સુપરસ્ટાર બનવાની દરેક લાયકાત ધરાવતા established સ્ટાર એક્ટર્સ

8, 10 વર્ષથી બોલીવુડમાં regular કામ કરી રહેલા ઉભરતા સ્ટાર એક્ટર્સ, તેઓની કેરિયર હજુ બની રહી છે, જેઓએ બોલીવુડમાં હજી ઘણું બધું આપવાનું બાકી છે. સુપરસ્ટાર એક્ટર્સની comparison માં તેઓ હજી જુનીયર છે, તેઓ popularity અને fan followers ના સુપરસ્ટાર એક્ટર્સ કરતા પાછળ છે.
આવા એક્ટર્સ કામમાં professional હોય છે, તેઓ હંમેશા તેમના ડિરેક્ટરને અને situations ને અનુકુળ થઈને કામ કરતા હોય છે, તેઓ કામ દરમ્યાન કોઈપણ પ્રકારની વધારાની ફરિયાદ નથી કરતા હોતા. સુપરસ્ટાર બનવા અને એક્ટિંગમાં કંઇક નવું કરવા તેઓ ખુબજ મહેનત કરતા હોય છે.
Talent & quality: તેઓ સારી એક્ટિંગ skill ધરાવે છે અને મોટાભાગે ગમે તે character માં અને તેઓને કોઈપણ challenging character આપો તો પણ તેમાં તે આસાનીથી સેટ થઇ શકતા હોય છે.
Priority: તેઓ સુપરસ્ટાર નથી પણ કદાચ ભવિષ્યમાં સુપરસ્ટાર બની શકવાની લાયકાત ચોક્કસ ધરાવે છે. એટલા માટે જ હાલ તેમની priority માં પહેલા strong character અને તેના પછી payment આવે છે, કારણ કે તેઓ સારી રીતે જાણે છે કે regular હીટ ફિલ્મો દ્વારા જ તેઓ સુપરસ્ટાર બની શકે છે.
Category: બોલીવુડની A category ના લીડ એક્ટર્સ એટલે કે રાજકુમાર રાવ, આયુષ્માન ખુરાના, કાર્તિક આર્યન, વીકી કૌશલ, શ્રદ્ધા કપૂર, તાપસી પન્નું, સારા અલી ખાન વગેરે જેવા અન્ય એક્ટર્સ.
05. Good experience ધરાવતા well established supporting એક્ટર્સ
ફિલ્મોમાં લીડ એક્ટર્સ બાદ ખુબ મહત્વના સપોર્ટીંગ રોલ કરનાર એક્ટર્સ. સામાન્ય પબ્લિકમાં તેઓ એટલા popular નથી પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમની ખુબ value છે. તેમના અનુભવના કારણે મોટા એક્ટર્સ પણ તેમની respect કરતા હોય છે.
આમાંથી અમુક એક્ટરે અમુક ફિલ્મોમાં લીડ એક્ટર તરીકે પણ કામ કર્યું છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવા સપોર્ટીંગ એક્ટર્સની સંખ્યા ખુબ જ છે. આવા એક્ટર્સમા પણ 2 category હોય છે, એક જેવો regular કામ કરે છે અને બીજા જે regular કામ નથી કરતા.
Priority: એક્ટિંગના શોખના કારણે ફિલ્મોમાં કામ કરવા માંગે છે. આ સિવાય income માટે અન્ય ફિલ્ડમાં પણ તેઓ profession, business ધરાવતા હોય છે.
Category: બોલીવુડ ફિલ્મોના લીડ એક્ટર્સ પછીના supporting એક્ટર્સ એટલે અનુપમ ખેર, પંકજ ત્રિપાઠી, સંજય મિશ્રા, રાજપાલ યાદવ, વિનય પાઠક, અરશદ વાર્ષી વગેરે જેવા અન્ય એક્ટર્સ.
06. ફિલ્મોમાં ધીમે ધીમે સફળતા મેળવી આગળ વધી રહેલા ઉભરતા અને rising એક્ટર્સ
ખુબ સારી એક્ટિંગ skill ધરાવનાર, અને ધીમે ધીમે એક્ટિંગ ફિલ્ડમાં સફળતા મેળવીને આગળ વધી રહેલા ઉભરતા અને rising એક્ટર્સ, જેઓએ બોલીવુડમાં હજી ઘણું બધું આપવાનું બાકી છે. તેઓએ હજુ પણ વધુ strong characters અને હીટ ફિલ્મો આપીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન વધુ મજબુત કરવાનું છે.
તેઓની કેરિયર હજુ બની રહી છે, માટે તેઓ સારી એવી મહેનત કરતા હોય છે. એક્ટિંગમાં તેઓ હજુ ઘણું બધું શીખતા હોય છે. આવા એક્ટર્સને જો regular હીટ ફિલ્મો મેળવશે તો જલ્દી આગળ આવશે. અને એક secure level સુધી પહોચી શકશે.
તેઓ popularity અને fan followers માં સુપરસ્ટાર એક્ટર્સ કરતા પાછળ છે, પણ young generation તેમને ખુબ પસંદ કરતા હોય છે.
07. એક્ટિંગનો સારો અનુભવ ધરાવતા પણ હજી મોટું નામ ના બનાવી શકનાર એક્ટર્સ
એક્ટિંગમાં 5, 10 વર્ષનો ઘણો સારો અનુભવ ધરાવનાર, અને અનેક મોટી હીટ ફિલ્મોમાં કામ પણ કર્યું છે, પણ એક્ટર તરીકે મોટું નામ બનાવવાનું હજી તેમને બાકી છે. તેઓને ફ્લોપ એક્ટર્સ કહી શકાય તેમ નથી કારણ કે તેમનામાં એક્ટિંગ talent ચોક્કસ છે.
જરૂર નથી કે એક્ટર talented હોય તો તે સફળ બને જ, ખુબ talent હોવા છતા અને એક્ટિંગનો સારો અનુભવ હોવા છતાં અમુક એક્ટર્સને જોઈએ તેવી સફળતા મળી નથી હોતી, જેના તેઓ લાયક હોય છે, તેઓ હજી સફળતાની તલાશમાં હોય છે.
તેમને હજુ સુધી તેમની એક્ટિંગ ક્ષમતા પ્રમાણે એવા અને એટલા રોલ મળ્યા નથી હોતા, પણ તેમને અત્યાર સુધીમાં જેટલી પણ ફિલ્મોમાં કામ કર્યું છે તેમાં ખુબ જ સારું કામ કર્યું છે.
એક્ટર તરીકે હજુ તેઓ medium profile ધરાવે છે. તેઓના fan followers ઓછા હોય છે. આવા એક્ટર્સને જો યોગ્ય સમયે સફળતા ના મળે તો લાંબા ટાઈમ પછી તેઓ ફ્લોપ પણ થઇ શકે છે.
08. ડિરેક્ટર ઉપર depended એક્ટર્સ
અનેક સીનીયર, જુનીયર અને યંગ એક્ટર્સ, તેઓ born એક્ટર નથી, પણ એક્ટિંગ talent ચોક્કસ ધરાવે છે, જેથી કોઈ સારા ડિરેક્ટર તેમની પાછળ થોડી મહેનત કરે તો તેઓ સારી એક્ટિંગ ચોક્કસ કરી શકે છે. માટે તેઓ professional ડિરેક્ટરના under માં હંમેશા ખુબ સારું perform આપતા હોય છે.
તેમનામાં talent નો best ઉપયોગ કેવી રીતે કરવો તે તેમને ખબર નથી. માટે આ પ્રકારના એક્ટરને પોતાના perform માટે હમેશા એક સારા ડિરેક્ટરની જરૂર પડતી હોય છે, જે તેમના એક્ટિંગ talent ને નિખારી શકે, આવા એક્ટર્સ એક ડિરેક્ટર વગર અધૂરા છે, તેમને ડિરેક્ટરના proper guidance ની જરૂર છે, જેમના દ્વારા તેઓની બેસ્ટ એક્ટિંગ નીકળી શકે.
આવા એક્ટર્સનું perform પૂરેપૂરું ડિરેક્ટર ઉપર depend કરતુ હોય છે, જો કોઈ સારો ડિરેક્ટર તેમને guide કરશે તો તેમનું best perform નીકળશે જયારે એક સામાન્ય ડિરેક્ટરની under માં તેમનું perform average રહેતું હોય છે.
09. Good looking પણ less talented એક્ટર
તેઓ ફક્ત દેખાવમાં જ એક્ટર એક્ટ્રેસ હોય છે એક્ટિંગમાં નહિ. તેઓ દેખાવમાં એકદમ perfect હોય છે, good face, height, body, figure, તેઓ well set ફેમેલીથી belong પણ કરે છે, પણ એક્ટિંગમાં તેઓ હંમેશા કાચા પડે છે, અને ફિલ્મોમાં ફક્ત દેખાવના કારણે ચાલતા હોય છે. તેઓને ફિલ્મોમાં તેમની એક્ટિંગ ઉપર નહી પણ તેમના look ઉપર કામ મળતું હોય છે.
આવા એક્ટર્સની અમુક મસાલા ફિલ્મો હીટ જવાથી તેમને કેરિયરમાં ફાયદો ચોક્કસ થાય છે, તેમને આગળ કામ પણ મળે છે, અને audience માં popularity પણ ચોક્કસ મળે છે, પણ તેઓ પોતાની એક્ટિંગ દ્વારા ક્યારેય કોઈ એવોર્ડ જીતી નથી શકતા હોતા. આવા એક્ટર્સ હંમેશા showpiece બનીને રહી જતા હોય છે.
10. એક્ટર બનવાની દરેક quality ધરાવતા, chance શોધતા એક્ટર્સ

(1) મોટો chance શોધતા talented એક્ટર્સ. તેઓએ થોડું ઘણું નાનું કામ કર્યું છે પણ તેઓને હજુ સુધી કોઈ મોટો chance મળ્યો નથી. વેબ સીરીઝ, TV AD, ટીવી સીરીયલ્સ, વિડિઓ સોંગમાં થોડું ઘણું કામ કર્યું છે, પણ તેમાં તેમને એક્ટિંગ skill prove કરવાનો chance નથી મળ્યો, માટે તેઓ એક મોટા chance ની શોધમાં છે.
(2) પહેલો chance શોધતા talented એક્ટર્સ. જેમનામાં એક્ટિંગ talent ખુબ છે, અને એક સારા એક્ટર બનવા માટેની બધી જ qualities તેમનામાં છે, પણ હજી સુધી કોઈ તેમને કોઈ chance મળ્યો નથી.
જો બંને પ્રકારના એક્ટર્સને એક સારો chance આપવામાં આવે, અને તેમની પાછળ થોડી પણ મહેનત કરવામાં આવે તો તેઓ સારા એક્ટર ચોક્કસ બની શકે તેમ છે. ફિલ્મોમાં તેઓની કેરિયર હજી શરુ થઇ નથી એટલે ઓછું payment, ઓછી facilities ને કોઈપણ situation માં set થઈને કામ કરવા માટે તૈયાર હોય છે.
11. એક્ટિંગનો ખુબ અનુભવ ધરાવતા પણ ફ્લોપ અને નિષ્ફળ એક્ટર્સ
(1) તેઓએ 20, 25 જેવી ઘણી હિન્દી, પ્રાદેશિક અને ફ્લોપ ફિલ્મો અથવા ટીવી સીરીયલ્સમાં નાનું મોટું કામ કર્યું છે. તેમની પાસે કામનો અનુભવ ખુબ છે, પણ તેમાંથી એક પણ વખાણવા લાયક character અથવા ફિલ્મ નથી કરી હોતી.
જેઓ પોતાનો અનુભવ બતાવતા કહે છે કે તેમને આટલી ફિલ્મોમાં કામ કર્યું છે, પણ તેમાંથી એક પણ હીટ ફિલ્મ અને quality ફિલ્મ નથી હોતી, અથવા audience ને યાદ રહી જાય તેવું એક પણ strong character નથી નિભાવ્યું હોતું. તેઓ regular કામ કરતા હોવા છતા પણ એક્ટર તરીકે ફ્લોપ અને નિષ્ફળ હોય છે.
એક્ટર તરીકે નિષ્ફળ હોવાના કારણે તેમને કોઈ સારી ફિલ્મોમાં સારા અને મોટા રોલની ઓફર થતી નથી. નિષ્ફળ હોવાથી તેમની ઓછી ફીસ ઓછી હોય છે, જેથી ક્યારેક મોટા ડિરેક્ટર્સ પોતાની ફિલ્મોમાં તેમને નાનો રોલ આપે છે, જયારે તેમના જેવી જ કેરિયર ધરાવતા ડિરેક્ટર્સ તેમને પોતાની ફિલ્મોમાં મોટા રોલમાં લેતા હોય છે, આમ તેમનો અનુભવ વધ્યા કરે છે.
(2) એક જ પ્રકારની એક્ટિંગ કરતા અનુભવી એક્ટર્સ
તેઓ દરેક પ્રોજેક્ટમાં બસ એક જ પ્રકારની એક્ટિંગ કરતા હોય છે, તેમની એક્ટિંગમાં કોઈ પ્રકારનું variation હોતુ નથી હોતું. તેઓ પોતાની એક્ટિંગ limit સારી રીતે જાણતા હોય છે, જેથી તેઓ એક limit થી વધારે અને quality work કરવા માટે ક્યારેય પ્રયત્નો નથી કરતા હોતા.
(3) ફક્ત low category ના કામ કરતા અનુભવી અને નિષ્ફળ એક્ટર્સ
તેમને ઘણી low બજેટ ફિલ્મો, વીડિઓ સોન્ગ્સમાં કામ કરવાનો અનુભવ છે. પણ low category ના પ્રોજેક્ટમાં કામ કરતા હોવાથી તેમની એક્ટિંગ કેરિયર એક હદથી આગળ વધી શકતી નથી, અને તેમને કોઈ સારી ફિલ્મો ઓફર થતી નથી. જેથી low category ના ડિરેક્ટર્સ તેમને પોતાની ફિલ્મોમાં લે છે, જેથી તેઓ આવી ફિલ્મો જ કરે છે, કારણ કે તેમની પાસે કોઈ બીજો option નથી.
12. ફક્ત પૈસા માટે કામ કરનાર, અને કોઈપણ રોલ કરી લેનાર એક્ટર્સ
(1) ફક્ત અને ફક્ત પૈસા માટે જ કામ કરનાર એક્ટર્સ
તેમના માટે character કેવું છે? ફિલ્મની quality કેવી છે? તેમની સાથે કોઈ લેવા દેવા નથી, પૈસા માટે તેઓ કોઈપણ પ્રકારના નાના મોટા રોલ કરી લેતા હોય છે. તેમને એક્ટિંગનો કોઈ ખાસ શોખ અથવા લગાવ પણ હોતો નથી, તેમના માટે ફક્ત પૈસા મહત્વના છે.
તેમને એક્ટિંગ કરી જેના તેમને પૈસા મળ્યા, બસ તેમના માટે આટલું જ enough છે, પછી પ્રોજેક્ટ પૂરો થાય કે ના થાય તેમને તેની ખાસ પડી નથી હોતી.
(2) જે પણ રોલ મળે તે કરી લેનાર એક્ટર્સ
આવા એક્ટર્સ માટે ફક્ત કામ કરવું અગત્યનું છે, કેવું કામ કરવું તે નહી. તેઓ પોતાનો એક્ટિંગનો શોખ પૂરો કરવા અથવા એક્ટિંગ ફિલ્ડમાં ટકી રહેવા માટે તેઓ કોઈપણ રોલ કરી લેતા હોય છે. ઘણી વાર આવા એક્ટર્સ ફિલ્મના સેટ ઉપર આવ્યા બાદ તેમને ખબર પડે છે કે તેમનું character શું છે.
આ 2 પ્રકારના એક્ટર્સને audience એ ઘણી ફિલ્મોમાં જોયા હશે, પણ કદાચ તેઓના નામ પણ જાણતા નહિ હોય. જેઓનું મુખ્ય ધ્યાન સારા કામ કરતા payment, પોતાને મળતી facilities અને અન્ય બાબતો ઉપર વધુ હોય છે.
થોડો અનુભવ પણ પોતાને સ્ટાર સમજનાર એક્ટર્સ
અમુક ફિલ્મ, વેબ સીરીઝ, ટીવી સીરીયલ, આલ્બમ સોન્ગ્સ વગેરેમાં થોડું ઘણું કામ કરવાનો અનુભવ ધરાવતા અને પોતાને સ્ટાર સમજનાર એક્ટર્સ.
તેઓ જાહેરમાં હંમેશા કહેતા રહેતા હોય છે કે તેઓ એક્ટર છે અને એક્ટિંગ કરે છે. અન્ય લોકો સામે તેઓ આ પ્રકારનો વારંવાર દેખાડો કરતા હોય છે કે તેઓ સફળ એક્ટર છે, અને તેમને ઘણું બધું કામ કર્યું છે, અને અન્ય મોટા ડિરેક્ટર્સ અને સ્ટાર એક્ટર્સ તેમનાં ખુબ સારા friends છે.
એક્ટિંગની ચોક્કસ લીમીટ ધરાવતા અન્ય એક્ટર્સ
જુનીયર એક્ટર્સ
ફિલ્મોમાં crowd, party, songs અને background વગેરેમાં દેખાતા એક્ટર્સ. તેઓના ભાગે ફિલ્મમાં બે ચાર સીન આવતા હોય છે, ક્યારેય ક્યારેક બે ચાર કોઈ dialogues પણ આવતા હોય છે, અને ક્યારેક ક્યારેક તેઓનો face ફિલ્મમાં highlight થઇ જાય છે, પણ મોટા ભાગે તેઓ crowd માં દેખાતા હોય છે.
Weak અને ઓવર એક્ટિંગ કરનાર એક્ટર્સ
તેમને એક્ટિંગનો શોખ ચોક્કસ હોય છે, પણ તેમનામાં એક્ટિંગ talent હોતું નથી. તેઓને એક્ટર્સને એક્ટિંગ કરવામાં ખુબ જ તકલીફ પડતી હોય, આવા વ્યક્તિઓ ગમે એવા મોટા ડિરેક્ટર કે teacher પાસે એક્ટિંગ શીખે અથવા ગમે તેટલી મહેનત કરે તો પણ તેમની એક્ટિંગમાં કંઈ ફર્ક પડતો નથી, કારણ કે એક્ટિંગ એ talent છે જે બધામાં નથી હોતું, અને દરેક વ્યક્તિ એક્ટિંગ શીખી પણ ના શકે.
આવા એક્ટર્સને કોઈપણ કારણસર જો કદાચ ફિલ્મમાં chance મળે તો પણ તેઓ એક્ટિંગમાં લાંબી કેરિયર બનાવી શકતા નથી, કારણ કે છેલ્લે તો એક્ટિંગ talent જ કામ આવે છે.
મહેનત કર્યા વગર જ એક્ટર બનવા માંગતા lazy person
તેઓને એક્ટિંગનો નહિ પણ ફક્ત પરદા ઉપર દેખાવાનો શોખ હોય છે, જેઓ ઈચ્છે છે કે અન્ય લોકો તેમને ફિલ્મમાં કામ કરતા એક્ટર તરીકે ઓળખે, આવા વ્યક્તિઓ એક્ટર બનવા માટે ફક્ત ઓડીશન જ આપે છે, તે સિવાય કોઈ પણ જાતની મહેનત નથી કરતા હોતા. પોતે good looking છે એટલે ફિલ્મમાં કામ મળી જશે એવું વિચારીને કોઈપણ પ્રકારની મહેનત નથી કરતા.
તેઓને ફિલ્મોમાં કામ કરવું છે પણ મહેનત નથી કરવી. તેઓ એક્ટર તરીકે મહેનત કરવા, શીખવા, જાણવા, update થવા કે improve થવા નથી માંગતા, કારણ કે તેમને તે બધામાં interest જ નથી, તેઓ બસ એક જ આશા રાખતા હોય છે કે પોતે જેવા છે તેવા જ કોઈ તેમને accept કરીને કામ આપે. ફિલ્મમાં કામ કરવા ઈચ્છતા મોટા ભાગના ફ્રેશર આ પ્રકારના હોય છે.
એક્ટર્સની value અને importance ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અલગ હોય છે, અને સામાન્ય audience માં પણ અલગ હોય છે
એક્ટર્સની value અને importance સામાન્ય audience માં અલગ હોય છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અલગ હોય છે, સામાન્ય audience મોટાભાગે એક્ટર્સને તેમના look, તેમની style અને અન્ય કારણો દ્વારા તેમને પસંદ કરતા હોય છે.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટરની value અને importance કેવી રીતે નક્કી થાય છે?
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટરનું એક્ટિંગ talent અને skill, હીટ ફિલ્મો, તેમને ભજવેલા strong characters દ્વારા તે એક્ટર્સની value અને importance નક્કી થતું હોય છે, તેમનું level નક્કી થતું હોય છે. હીટ ફિલ્મો કોઈપણ એક્ટર્સની valueઅને importance વધારતા હોય છે, અને ફ્લોપ ફિલ્મો તેને ઘટાડતા હોય છે.
Conclusion
એક્ટર્સ એટલે એક્ટિંગ કરનાર વ્યક્તિઓ, જેના અલગ અલગ ઘણા પ્રકાર હોય છે. જરૂરી નથી કે એક્ટર્સ એટલે જેમનું મોટું નામ હોય, જેના ઘણા fans હોય, અથવા દરેક લોકો તેમને ઓળખતા હોય.
ફિલ્મોમાં કામ કરતા દરેક એક્ટર્સ એક સરખું talent, સ્ટારડમ, popularity, fans following નથી ધરાવતા હોતા. એક્ટર્સના અલગ અલગ પ્રકાર અને તેની category હોય છે, અને કોઈપણ એક્ટર આ 12 પ્રકારના એક્ટર્સમાંથી એક હોય છે.
એક્ટર અથવા એક્ટિંગ related કોઈપણ question, query માટે WhatsApp કરો 8758110999, અથવા Email કરો gujarati.filmmaking@gmail.com
Note: This blog content has been copyright by author.