સિનેમેટોગ્રાફીમાં કેમેરાના એન્ગલને જ priority આપીને, એટલે કે કેમેરાના ચોક્કસ એન્ગલ દ્વારા લેવામાં આવતા શોટને Camera Angles Shots કહે છે.
Camera Shots ના પહેલા blog માં આપણે Basic 17 Camera Shot Size વિષે જાણ્યું, હવે આ blog માં આપણે Camera Angles વિષે, તેની techniques, તેની definition, તેને ક્યારે અને કઈ situations માં use કરવામાં આવે છે, અને તેના example વિષે જાણીએ અને સમજીએ.
13 Camera Angles – કેમેરા એંગલ દ્વારા લેવાતા શોટ
01. એરિયલ શોટ
Character, subject, location અથવા થઇ રહેલ ઘટનાને ખુબ ઉપરથી ડ્રોન કેમેરા દ્વારા કવર કરીને લેવાતા શોટને aerial shot કહે છે. પહેલાની ફિલ્મમાંઆ શોટ હેલીકોપ્ટર દ્વારા લેવામાં આવતા હતા, જે ખુબ જ expensive હતા, પણ હવેની મોડર્ન ફિલ્મોમાં ડ્રોન કેમેરા દ્વારા ખુબ આસાનીથી આ શોટ લેવામાં આવે છે.
મોટાભાગે ગ્રાઉન્ડ ઉપરની ઘટનાઓ, કોઈપણ મોટા locations, landmark અથવા સીટીને highlight અથવા establish કરવા માટે આ શોટનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણી ફિલ્મોનો ઓપનીંગ સીન એરિયલ શોટ દ્વારા લેવામાં આવ્યો છે.
02. ટોપ એંગલ, ઓવરહેડ શોટ, બર્ડસ આઈ વ્યુ શોટ, એલિવેટેડ શોટ
Character, subject ને તેના એકદમ ઉપરથી એટલે કે તેમના માથા ઉપરથી શૂટ કરવામાં આવે તે રીતે લેવાતા શોટને, અથવા કોઈપણ લોકેશન, પાસ થઇ રહેલ વાહન, અથવા થઇ રહેલ ઘટનાને ઉપરથી cover થાય તે પ્રમાણે તેના એકદમ ઉપરથી લેવામાં આવતા શોટને top angle shot, overhead shot, bird eye’s view shot અથવા elevated shot કહે છે.
03. હાઈ એન્ગલ શોટ
Character, subject ની હાઈટ લેવલ કરતા થોડા ઊંચા લેવલ ઉપર કેમેરા એન્ગલ સેટ કરીને, ઊંચા એન્ગલથી લેવામાં આવતા શોટને high angle shot કહેવાય છે.
મોટાભાગે જયારે characters ને કોઈપણ રીતે weak, inferior બતાવવું હોય, અમુક વખતે જયારે કોઈ લોકેશનને ઉપરથી show કરવું હોય ત્યારે આ શોટનો વધુ યુઝ કરવામાં આવે છે.
04. આઈ લેવલ એન્ગલ શોટ
Character, subject ની આંખોના લેવલની ઉંચાઈ મુજબ કેમેરાનો એન્ગલ સેટ કરીને, એટલે કે આઈ લેવલના એન્ગલથી લેવામાં આવતા શોટને eye level shot અથવા eye level angle shot કહેવામાં આવે છે.
Neutral position બનાવવા, audience character સાથે એકદમ comfortable feel કરે તે માટે, તેમજ એક સમાનતા બતાવવા માટે મોટાભાગે આ શોટનો યુઝ કરવામાં આવે છે.
05. લો લેવલ એંગલ શોટ
Character, subject ની eye level કરતા કોઈપણ નીચા લેવલ ઉપર કેમેરાને સેટ કરીને, કેમેરાના એન્ગલને થોડા ઉપરની સાઈડ તરફ પોઈન્ટ કરીને, એટલે કે character, subject ને low angle દ્વારા શૂટ કરીને લેવામાં આવતા શોટને low angle level shot કહેવાય છે.
મોટાભાગે જયારે character ને ખુબજ strong, heroic, dominant, superior બતાવવા હોય ત્યારે આ શોટ યુઝ કરવામાં આવે છે.
06. ગ્રાઉન્ડ લેવલ શોટ
કેમેરાને એકદમ જમીન લેવલ ઉપર રાખીને, અથવા તો જમીનની બને તેટલો નજીક રાખીને, કેમેરાના એન્ગલને તેની એકદમ સીધી લાઈન તરફ પોઈન્ટ કરીને લેવામાં આવતા શોટને ground level shot કહેવાય છે.
મોટાભાગે જયારે એક્ટરના foot step ના સીન લેવા હોય, અથવા તો ખાસ કરીને car chasing ના સીન્સમાં આ શોટનો વધુ યુઝ કરવામાં આવે છે.
07. વોર્મ્સ આઈ વ્યુ એન્ગલ શોટ
Character નીચેથી તેની એકદમ ઉપરનું જે દ્રશ્ય અથવા ઘટનાને જુવે, તે પ્રમાણે કેમેરાને એકદમ નીચે સેટ કરીને તેના એન્ગલને ઉપરની સાઈડ પોઈન્ટ કરીને, એટલે કે નીચેથી ઉપરની તરફ લેવામાં આવતા શોટને worm’s-eye view angle shot કહેવાય છે.
મોટાભાગે જયારે સીનમાં કોઈપણ પ્રકારની dramatic effect ઉભી કરવી હોય ત્યારે આ શોટનો ખાસ યુઝ કરવામાં આવે છે.
08. ઓવર ધ શોલ્ડર શોટ (OTS)
બે character જયારે એકબીજા સામે હોય, જેમાં એક character ના શોલ્ડરની પાછળ અથવા તેના શોલ્ડરની થોડા ઉપર કેમેરા સેટ કરીને અન્ય character ફ્રેમમાં દેખાય તે રીતે, અને ત્યારબાદ બીજા character ના શોલ્ડરની પાછળ અથવા શોલ્ડરની થોડા ઉપર કેમેરા સેટ કરીને અન્ય character ફ્રેમમાં દેખાય તે રીતે લેવામાં આવતા શોટને over the shoulder shot (OTS) કહે છે.
મોટા ભાગે બે characters વચ્ચે conversation થતું હોય ત્યારે આ શોટ લેવામાં આવતો હોય છે, જેમાં મોટાભાગે શોલ્ડર foreground માં out of focus હોય છે અને background મા character ઉપર વધુ focus કરવામાં આવે છે.
09. ટ્રંક શોટ
ટ્રંક, બેગ, કારની ડેકી અથવા નીચેની તરફ રહેલા કોઈપણ object ની અંદર કેમેરાને low angle ઉપર સેટ કરીને, તેની બહારના character, subject ને high angle દ્વારા શૂટ કરવામાં આવે તે રીતે લેવાતા શોટને trunk shot કહેવાય છે.
આ શોટમાં ઘણીવાર કેમેરા object ની આંખોનું પણ કામ કરે છે, કવેન્ટીન ટેરેન્ટીનોની ઘણી બધી ફિલ્મોમાં આ શોટનો ખાસ યુઝ કરવામાં આવ્યો છે.
10. ડચ એન્ગલ શોટ, કેન્ટેડ એન્ગલ, ઓબ્લીક એન્ગલ
Character, subject ફ્રેમમાં થોડો ત્રાસો દેખાય તે રીતે કેમેરાને horizontally કોઈ એક દિશા તરફ નમાવીને, એટલે કે કેમેરાના એન્ગલને થોડો ત્રાસો રાખીને લેવામાં આવતા શોટને dutch angle shot, canted angle અથવા oblique angle shot પણ કહેવાય છે.
મોટાભાગે જયારે character, subject ને થોડા unstable, uneasiness, psychological trauma, shock માં અથવા tension માં દર્શાવવા હોય ત્યારે આ શોટનો ખાસ યુઝ કરવામાં આવે છે.
11. રીવર્સ શોટ, રીવર્સ એન્ગલ શોટ
બે character એક બીજાની એકદમ સામસામે વાતચીત કરી રહ્યા હોય ત્યારે પહેલા character જયારે બીજા character ની સામે જોઈ રહ્યો હોય તે રીતે તેની એકદમ સામેથી તેનો close up અથવા medium શોટ લઈને, ત્યારબાદ બીજા character નો પણ આજ રીતે same angle દ્વારા લેવામાં આવતા શોટને reverse shot અથવા reverse angle shot કહે છે.
મોટાભાગે જયારે બે એક્ટર્સ conversation કરતા હોય ત્યારે, અને તે સિવાય એક્ટર્સના reaction માટે આ શોટનો યુઝ કરવામાં આવે છે.
12. 30 ડિગ્રી રુલ
Character, subject કેમેરાની એકદમ સામે જોતા હોય તે રીતે તેના એકદમ સામેથી પહેલો શોટ લઈને, ત્યારબાદ subject, character ને સ્થિર રાખીને કેમેરાને 30 degree જમણે અથવા ડાબે set કરાવીને લેવામાં આવતા શોટને 30 degree rule કહેવાય છે. ફિલ્મ સિવાય TV show માં આ શોટનો ઉપયોગ વધુ કરવામાં આવે છે.
13. 180 ડિગ્રી રુલ
સૌથી પહેલા બે characters એકબીજાના સામ સામે હોય, અને બંને એક સાથે એક ફ્રેમમાં દેખાય તે રીતે બંનેની સામેના center-point ઉપર કેમેરા સેટ કરીને પહેલો શોટ લઈને.
(2) ત્યારબાદ આ center-point ઉપરથી વધુમાં વધુ 90 degree ની અંદર right side કેમેરાને move કરીને, left side ના character નો બીજો શોટ લઈને. (3) તેના પછી center-point થી વધુમાં વધુ 90 degree ની અંદર left side કેમેરા move કરીને right side ના character નો ત્રીજો શોટ લઈને, આમ ત્રણ એન્ગલ દ્વારા લેવાતા શોટને 180 degree rule કહે છે.
180 degree rule ના અમુક ચોક્કસ નિયમો છે, જેમાંથી મુખ્ય નિયમ છે કે બે characters ની વચ્ચેની કાલ્પનિક લાઈન cross કર્યા વગર ટુ શોટ, cross left shot અને cross right shot લેવામાં આવે. મોટાભાગે બે characters જયારે વાતચીત કરી રહ્યા હોય ત્યારે આ શોટ ખાસ લેવામાં આવે છે.
Conclusion
ફિલ્મના અલગ અલગ સીન્સને અલગ અલગ કેમેરા શોટ્સ દ્વારા શૂટ કરવામાં આવે છે, કોઈપણ એક સીન અલગ અલગ શોટ્સ દ્વારા શૂટ થઇ શકે છે, તેને શૂટ કરવા માટેના ચોક્કસ નિયમો પણ છે, અને દરેક શોટ્સનું અલગ important, value હોય છે.
માટે shot division કરતી વખતે દરેક સીન્સ તેના ક્યા બેસ્ટ શોટ દ્વારા શૂટ થઇ શકે છે તેના વિષે study કરીને, અને ત્યારબાદ તે સીન માટે best prove થતા શોટમાં તેને શૂટ કરો.