Latest Posts:

ફિલ્મોમાં એક્ટર તરીકે કેરિયર શરુ કરવા માટે સૌથી પહેલા એક્ટિંગને જાણવી, સમજવી અને શીખવી જરૂરી છે, એક્ટિંગ હકીકતમાં એક natural talent છે, પણ એક્ટિંગનું talent ધરાવતા વ્યક્તિઓને પણ એક્ટર બનવા માટે ખુબ એક્ટિંગ શીખવી અને એક્ટિંગનું technical knowledge મેળવવું ખુબ જરૂરી છે.

એક્ટિંગ શીખવા માટેની પણ એક ચોક્કસ techniques હોય છે, ઘણા એક્ટિંગ institute આ આ પ્રકારની અલગ અલગ અનેક techniques દ્વારા એક્ટિંગ શીખવાડે છે. તો એક્ટિંગ શીખવા માટેની સૌથી proper અને easy techniques કઈ છે? તેના વિષે જાણીએ.

એક્ટિંગ શીખવા માટે અને best અને natural એક્ટિંગ perform માટે ક્યા ક્યા points follow કરવા?

Natural એક્ટિંગ એ ફિલ્મમાં select થવા માટેની સૌથી મોટી requirement માંથી એક છે. આ blog માં એક્ટિંગ કેવી રીતે શીખવી? એક્ટિંગમાં best perform કેવી રીતે આપવું? તેના વિષે સમજીએ.

એક્ટિંગ શીખવા અને best natural એક્ટિંગ perform માટે 12 most important tips & techniques

01. Character ને પૂરેપૂરું જાણો અને સમજો

સૌથી પહેલા સ્ટોરીમાં તમારા પોતાના character વિષે જાણો અને તેને પૂરે પૂરું સમજો, તેના nature ને જાણો, તેના background વિષે જાણો, character ના characterization ને પૂરેપૂરું સમજી લો, character વિષેની નાનામાં નાની details જાણવાનો પ્રયત્ન કરો.

ત્યારબાદ characterization ના આધારે તમારું character કઈ situation માં શું કરે છે? કઈ રીતે બોલે છે? કઈ રીતે વર્તે છે? અને કઈ રીતે react કરે છે? તેને પણ સમજી લો. ત્યારબાદ તે character માં ઉતરી અને તેને નિભાવો.

Character ને જાણ્યા સમજ્યા વગર ક્યારેય તેની proper એક્ટિંગ થઇ શકતી નથી. માટે સૌથી પહેલા character ને completely જાણીલો અને સમજી લો જેથી તેની એક્ટિંગ કરવી આસાન બને. જો તમે તમારા character ને proper પકડશો તો તેની એક્ટિંગ તમે enjoy કરી શકશો.

02. સીનને સમજો અને તેની requirement અને importance જાણો

દરેક સીન્સમાં એક્ટરની complete એક્ટિંગમાં ઘણો ફર્ક હોય છે, માટે કોઈપણ સીનને સૌથી પહેલા clearly સમજી લો, જેમકે સીનની situation શું છે? સીનની requirement શું છે?, સ્ટોરીમાં તે સીનનું importance શું છે? જેથી બાકીનું કામ ઘણું આસાન થઇ જશે, અને જે તે સીનમાં કેવી અને ક્યા પ્રકારની એક્ટિંગ કરવી તે clear થશે.

03. Character માં ઉતરો

Character માં જેટલા ઊંડા ઉતરશો એટલી proper એક્ટિંગ કરી શકશો. માટે સીન શરુ થતા પહેલા completely ભૂલી જાઓ કે તમે કોણ છો, જેથી તમે character માં આસાનીથી ઉતરી શકો, અને સીન શરુ થાય ત્યારે પુરેપુરા character માં ઉતરી જાવ, સીન દરમ્યાન એક્ટિંગ કરતી વખતે તમે સ્ટોરીના ફક્ત એક character જ છો, તે સિવાય તમારું કોઈ અસ્તિત્વ નથી.

Character માં ઉતારવાની દરેક એક્ટરની અલગ અલગ રીત હોય છે. અમુક એક્ટર્સ સીન આપતા પહેલા એક બે મિનીટ character વિષે વિચારે છે, સ્ટોરીના સીન વિષે વિચારે, અને તે પ્રમાણે feel કરે છે અને પછી સીન આપતા હોય છે.

Character માં ઉતારવાની આ એક ખુબ normal રીત છે. જેને તમે follow કરી શકો છો અથવા પોતાને અનુકુળ કોઈ અલગ technique develop કરી શકો છો.

04. Feel કરો

સીન શરુ થાય તેની થોડી પહેલા character અને તે ઘટનાને feel કરો, સીનમાં જે situation ચાલી રહી હોય તેને feel કરો, dialogues બોલતી વખતે પણ તેની situation ને feel કરીને બોલો, તમારા સામેના એક્ટર જે dialogues બોલે તેને પણ ખાસ feel કરો.

દરેક વસ્તુને feel કરવાથી કુદરતી રીતે જ એક્ટિંગ તમારા અંદરથી નીકળશે. જેટલું વધુ feel કરશો એટલી વધુ natural એક્ટિંગ કરી શકશો. માટે એક્ટિંગ કરતી વખતે વધુમાં વધુ feel કરતા રહો.

05. Dialogues & Voice tone

Dialogues બોલતી વખતે situation ને perfect સમજી લેશો તો dialogues જલ્દી યાદ રહી જશે. જો dialogues લાંબા હોય તો તેને અમુક part માં divide કરો જેથી તેને યાદ રાખવા easy પડશે. Dialogues માં અમુક pronunciation અને pose વિષે ખાસ જાણવું અને સમજવું.

દરેક characters અલગ અલગ રીતે બોલતા હોય છે. અલગ અલગ character પ્રમાણે તેમનો voice tone માં પણ ફર્ક હોય છે, અને અલગ અલગ situations અને સીન્સમાં voice tone થોડો ઘણો change પણ થઇ શકે છે. તેમાં ડિરેક્ટરની સલાહ લઇ શકો છો.

સામાન્ય રીતે આ બધી instructions ડિરેક્ટર આપતા જ હોય છે, પણ એક્ટરે પોતાના તરફથી પણ તેને સમજવાનો ચોક્કસ try કરવો.

06. Expressions & reactions

Dialogues બોલતી વખતે situations અને dialogues પ્રમાણેના expression એક્ટરના face ઉપર ચોક્કસ આવવા જોઈએ. તેમજ અન્ય એક્ટર્સે બોલેલા dialogues ની અસર તમારા પર થવી જોઈયે, તમારા કો-એક્ટર્સ જયારે કોઈ dialogues બોલે ત્યારે તે મુજબના perfect reaction પણ આપો.

આ expression અને reaction હંમેશા natural જ હોવા જોઈએ, જો તે natural નહીં હોય તો એક્ટરની એક્ટિંગ over acting લાગશે.

અને આ expression અને reaction ફક્ત face થી નહીં પણ complete body થી પણ હોવા જોઈએ. Expression અને reaction આપવામાં આંખો ખુબ મોટો ભાગ ભજવે છે, આંખોનો proper અને best use કરી શકશો તો natural expression અને reaction આપી શકશો.

કોઈપણ ઘટના અથવા dialogues ની અસર એક્ટર્સ ઉપર ચોક્કસ થાય છે, માટે આ expression અને reaction કેવા અને કેટલા પ્રમાણમાં હોવા જોઈએ? તે એક્ટર્સને ખુબ સારી રીતે ખબર હોવી જોઈએ, જો ખબર ના હોય તો ડિરેક્ટરને ખાસ પૂછો.

07. Body language

એક્ટરની body language પણ તેનું character build-up કરવામાં help કરે છે. માટે એક્ટિંગ કરતી વખતે, dialogues બોલતી વખતે, expression અને reaction આપતી વખતે એક્ટરની body language નું perfect level હોવું જોઈએ. મતલબ કે એક્ટિંગ તમારા પુરા body માંથી naturally નીકળવી જોઈએ.

પણ તે માટે વધુ પડતો try કરવો નહી, જો તે વધુ પડતી હશે તો તે over acting માં ગણાશે.

08. Variation

એક સીનમાં અલગ અલગ પ્રકારની એક્ટિંગ થઇ શકે છે. એક જ dialogues ને અલગ અલગ રીતે બોલવાની અનેક techniques હોય છે, સાથે સાથે એક સીનમાં અલગ અલગ પ્રકારના અનેક expressions, reactions આપી શકાય છે.

એક્ટિંગમાં variation આપવાની અનેક techniques હોય છે. એક well experienced એક્ટર્સ આ variation ને ખુબ સારી રીતે સમજતા હોય છે. Professional એક્ટર કોઈપણ એક સીનમાં અલગ અલગ પ્રકારનું એક્ટિંગ perform આપી શકે છે.

માટે એક્ટિંગ અલગ અલગ કેવી રીતે કરી શકાય તે વિષે ખાસ વિચારો. એક્ટિંગમાં variation આપવાથી તમે મોટાભાગે કોઈપણ character આસાનીથી ભજવી શકશો, અને audience તમને કોઈપણ character માં આસાનીથી accept પણ કરી શકશે.

09. Improvisation

એક્ટરનું કામ હકીકતમાં ડિરેક્ટરની instructions 100% proper સમજીને, તે પ્રમાણે પોતાનું best perform સાથે, પોતાના તરફથી પણ best improvisation આપીને એક્ટિંગ કરવાનું છે.

મોટાભાગના એક્ટર્સને એક્ટિંગનો જેમ જેમ experience થતો જાય છે તેમ તેમ ડિરેક્ટરની expatiation કરતા પણ વધારે કંઇક આપી શકે તેવી understanding અને તેની great sense તેમનામાં આવતી હોય છે.

Improvisation નો એ મતલબ નથી કે ડિરેક્ટરની instructions અને સ્ક્રિપ્ટમાં જે લખ્યું હોય તેને change કરીને અથવા ignore કરી પોતાને જે સારું લાગે તે કરવું, પણ improvisation એટલે જે છે તેનાથી પણ વધુ better કરવાનો try કરવો.

જો તમે 100% નહીં પણ 1000% confident હોવ તો જ improvisation કરો. અને improvisation કરતા પહેલા ડિરેક્ટરને ખાસ પૂછો.

10. ડિરેક્ટર instructions proper સમજો અને તેને follow કરો

ડિરેક્ટર એક્ટરને જે જે instruction આપે તેને proper સમજો, તે instruction શા માટે છે? તેનું મહત્વ શું છે? તેના શું ફાયદા છે? તે દરેક points ને સારી રીતે સમજો અને સાથે સાથે તેને completely follow કરો.

અમુક એક્ટર્સ આ instruction ને ખુબ જલ્દી સમજી શકતા હોય છે, જયારે અમુક એક્ટર્સ થોડા confuse હોય છે, જેથી તેમને ટાઈમ લાગે છે, અને મોડા સમજે છે, અથવા બિલકુલ સમજી નથી સકતા. ઘણી વાર જયારે ડિરેક્ટર અને એક્ટર બંનેને સાથે કામ કરવાનો અનુભવ ના હોય, ત્યારે પણ આ પ્રકારની તકલીફ થતી હોય છે.

મોટાભાગે ડિરેક્ટર્સ એવા એક્ટર્સને વધુ prefer કરે છે જે તેમની instruction ને સારી રીતે સમજીને બિલકુલ તે પ્રમાણે જ perform આપે. જેમાં ડિરેક્ટરને ઓછી મહેનતે તેમની expectation મુજબ નું result મળે છે.

11. એક્ટર તરીકે એક્ટિંગ sense develop કરો

એક એક્ટરમાં સ્ટોરીને, સ્ક્રિપ્ટને, સીનની requirement ને, ડિરેક્ટરની instruction ને વગેરે points ને સારી રીતે સમજવાની sense ખાસ હોવી જોઈએ.

એક્ટર તરીકે આ પ્રકારની એક્ટિંગ sense પોતાનામાં ખાસ develop કરો, જે તમને એક સમજદાર અને mature એક્ટર બનાવશે, અને એક્ટિંગ અને ફિલ્મમેકિંગના દરેક elements નું important અને value સારી રીતે સમજી શકશો.

અમુક વ્યક્તિઓમાં કોઈપણ વસ્તુને આસાનીથી સમજવાની skill કુદરતી જ હોય છે, ઘણા એક્ટર્સને તે સમજાવવામાં આવે ત્યારે જ તેઓ સમજે છે, અને અમુક એક્ટર્સને વારંવાર સમજાવવું પડતું હોય છે. મોટાભાગે જેમ જેમ અનુભવ થતો જાય તેમ તેમ આ સમજ એક્ટર્સમાં આવતી હોય છે.

આ પ્રકારની સમજ પેદા કરવા માટે એક્ટિંગ અને ફિલ્મમેકિંગના દરેક elements નું શું important છે? તે કેમ જરૂરી છે?

આ પ્રકારની સમજ પેદા કરવા માટે એક્ટિંગ અને ફિલ્મમેકિંગ subject નું knowledge મેળવો, કંઇકને કંઇક નવું શીખતા, જાણતા રહો. જો knowledge હશે તો sense ચોક્કસ આવશે.

12. એક્ટર તરીકે પોતાની એક અલગ એક્ટિંગ technique develop કરો

દરેક professional એક્ટરની પોતાની એક technique હોય છે, જેમકે character preparation કરવા માટેની technique, character માં ઉતરવાની, એક્ટિંગ કરવાની, improvisation આપવાની, અને એક્ટિંગ માટેના અલગ અલગ problems ને face કરીને તેનું solution મેળવવાની technique વગેરે. માટે એક એક્ટર તરીકે પોતાની એક અલગ technique જાતે develop કરો, અને તેના દ્વારા એક્ટિંગ કરો.

Conclusion

એક્ટિંગ એક art અને talent છે, તેને શીખવા માટેની ચોક્કસ technique હોય છે. આ technique અને તેના અલગ અલગ elements દ્વારા best અને natural એક્ટિંગ perform આપી શકાય છે. અને એક્ટિંગ શીખવા અને ત્યારબાદ એક્ટર બનવા માટે ચોક્કસ ટાઈમ પણ લાગતો હોય છે.

એક્ટર અથવા એક્ટિંગ related કોઈપણ question, query માટે WhatsApp કરો 8758110999, અથવા Email કરો gujarati.filmmaking@gmail

Note: This blog content has been copyright by author.

Author

Hey there, I am Rahul... Watching movies, and Film direction is my real passion... I share my thoughts by writing blog about Film direction, Filmmaking and Acting @ GujaratiFilmmaking.com and Gujarati Film Review & Analysis @ GujaratiFilmreview.com

Write A Comment