ફિલ્મમાં એક્ટર selection કેવી રીતે થાય છે? આ પ્રશ્ન ફ્રેશ એક્ટરના mind માં અનેક વખતે ઉભો થતો હોય છે. જયારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બહારના લોકોમાં સામાન્ય રીતે એવી thinking હોય છે કે good face અને perfect height body હોય તો ફિલ્મમાં select થઇ શકાય છે, પણ હકીકત તેના કરતા ઘણી અલગ છે.
ફિલ્મમાં એક્ટર્સનું selection મોટા ભાગે ડિરેક્ટરની પોતાની પસંદગી ઉપર depend કરે છે, એક professional ડિરેક્ટર ફિલ્મમાં એક્ટર્સ requirement દ્વારા અને તે સિવાય પણ અનેક points ઉપર વિચારીને એક્ટર્સ selection કરતા હોય છે.
આ blog માં ફિલ્મમાં એક્ટર selection કેવી રીતે થાય છે? અને ફિલ્મમાં એક્ટર selection કરતી વખતે એક્ટરમાં ક્યા ક્યા points જોવામાં આવે છે? તેના વિષે જાણીએ.
ફિલ્મમાં એક્ટર્સ selection મોટાભાગે આ 10 points દ્વારા થાય છે.
01. એક્ટર ફિલ્મના character માં perfect ફિટ થવો જોઈએ
કોઈપણ એક્ટર ફિલ્મના character માં perfect સેટ થવો જોઈએ, એક્ટર selection માં આ સૌથી મોટી requirement છે. ફિલ્મનું character કેવું છે તેના ઉપરથી એક્ટર્સ selection કરવામાં આવે છે.
દરેક great એક્ટર્સ દરેક પ્રકારના character માં ક્યારેય ફિટ થઇ શકતા નથી. ફિલ્મનું genre, subject, સ્ટોરી, તેના characters, તે characters ની age, તેનો look, અને તેમનું complete characterization પ્રમાણે અમુક એક્ટર્સ જ તે characters ફિટ થઇ શકતા હોય છે.
For example, ફિલ્મ Baahubali (2015) ના લીડ character માટે પ્રભાસ જેવા એક્ટર્સ select થઇ શકે, પણ તે character માટે રિતેશ દેશમુખને પસંદ કર્યો હોય તો? બંને એક્ટર્સ પોતાના genre ની ફિલ્મ માટે best છે, પણ Baahubali ના character માં પ્રભાસ ફિટ બેસે છે રિતેશ નહિ.
તેવી જ રીતે જો તુષાર કપૂરને લીડમાં લઈને Dabangg (2010) અથવા Singham (2011) ફિલ્મ બનાવવામાં આવે તો ફિલ્મ ફ્લોપ થઇ શકે છે, આ characters માં અજય અને સલમાન જેવા એક્ટર્સ જ સેટ થઇ શકે. આમ ફિલ્મના character પ્રમાણે તેમાં સેટ થતા એક્ટરનું ફિલ્મમાં selection થાય છે.
02. Natural એક્ટિંગ skill
ફિલ્મના character બાદ એક્ટર્સની natural એક્ટિંગ એ ફિલ્મમાં select થવા માટેની સૌથી મોટી requirement છે. એક્ટિંગ તે એક natural talent છે, અમુક વ્યક્તિઓ આ પ્રકારનું talent લઈને જ જન્મતા હોય છે. જેને born એક્ટર કહેવાય છે.
આ પ્રકારના એક્ટર્સ કોઈપણ characters ને એટલા ઊંડાણ સુધી accept કરીને તે character ની એક્ટિંગ કરતા હોય છે કે જોનારને એમ લાગે કે તે એક્ટર એક્ટિંગ નથી કરતા પણ તે real માં સ્ટોરીનો એક character છે. તેઓ તે character એટલા ડૂબી ગયા હોય છે કે તેમની એક્ટિંગ જોઇને અંદરથી એવું feel થાય છે કે આનાથી વધુ સારી એક્ટિંગ હોઈ જ ના શકે.
નોર્મલી આપણે ફિલ્મોમાં એક્ટર્સની એક્ટિંગ જોતા હોઈએ છીએ એટલે આ point જલ્દી સમજાશે નહિ, પણ C અને D ગ્રેડની લો બજેટ ફિલ્મોના એક્ટર્સની એક્ટિંગ જોશો ત્યારે આ ફર્ક જલ્દી સમજાશે કે natural એક્ટિંગ એટલે શું?
એક્ટિંગનું natural talent ધરાવતા એક્ટર્સ મોટાભાગે કોઈપણ characters ને આસાનીથી accept કરીને તેની natural એક્ટિંગ કરી શકતા હોય છે. જેથી ફિલ્મોમાં તેમનું selection જલ્દી થાય છે.
03. દરેક પ્રકારની એક્ટિંગ કરી શકતા એક્ટર્સ
અમુક એક્ટર્સ તેમની એક્ટિંગ skills ના કારણે નહી પણ ફક્ત તેમના look, style, stardom દ્વારા જ ચાલતા હોય છે.
આ પ્રકારના એક્ટર્સ અમુક પ્રકારની એક્ટિંગ જ ખુબ સારી રીતે કરી શકે છે, જેવી કે action, romantic, emotional, aggressive, comic, negative વગેરે વગેરે. પણ જેમાં તેમની mastery છે તે સિવાયની એક્ટિંગ કરવાની આવે ત્યારે તેમને થોડી ઘણી તકલીફ પડતી હોય છે, અને તે આસાનીથી દેખાઈ પણ આવે છે.
એક complete એક્ટર ફક્ત અમુક પ્રકારની સારી એક્ટિંગ જ નહી, પણ દરેક પ્રકારની એક્ટિંગ ખુબ જ સહજતાથી અને naturally કરી શકતો હોવો જોઈએ.
બોલીવુડના ટોપના અમુક જુજ એક્ટર્સમાં પણ તમે આ ફર્ક જોઈ શકો છો કે અમુક એક્ટર્સ અમુક એક્ટિંગ કરતી વખતે થોડા weak લાગે છે. પણ તેમને જેમાં તેઓની mastery છે તેવા character વધુ મળતા હોય છે.
04. એક્ટિંગની great sense ધરાવનાર એક્ટર્સ
અમુક એક્ટર્સ એક્ટિંગની great sense ધરાવતા હોય છે, કઈ situations માં કેવા પ્રકારની એક્ટિંગની જરૂર છે? અને એક્ટિંગમાં અલગ અલગ variations કેવી રીતે આપવું? તે ખુબ સારી રીતે સમજતા હોય છે.
અમુક એક્ટર્સ ડિરેક્ટરની instructions ને 100% proper સમજી, તેને follow કરી તે પ્રમાણે પોતાનું best perform આપીને, સાથે સાથે પોતાના તરફથી પણ best improvisation આપી શકતા હોય છે. એક્ટિંગની આવી ઊંડી સમજ ધરાવનાર એક્ટર્સ ફિલ્મમાં જલ્દી select થાય છે.
આ પ્રકારના એક્ટર્સ ખુબ સારી રીતે જાણતા હોય છે કે character ની requirement માં ફિટ કેવી રીતે થવું? Character ની requirement પ્રમાણે પોતાનામાં change કેવી રીતે લાવવો? અથવા પોતાની જાતને adjust કેવી રીતે કરવી? વગેરે.
દરેક એક્ટર્સમાં આ sense નથી હોતી, અમુક એક્ટર્સની કેરિયર જેમ જેમ આગળ વધે તેમ તેમ આ sense આવતી હોય છે. તો અમુક એક્ટર્સમાં આ sense કુદરતી પહેલેથી જ હોય છે, અને આવા એક્ટર્સ જલ્દી select થાય છે. આવા એક્ટર્સ ડિરેક્ટરની first choice બનતા હોય છે.
05. Specific look ધરાવતા એક્ટર્સ
સામાન્ય રીતે ફિલ્મના જે તે character ના specific look, અને તે પ્રમાણે height અને weight ધરાવતા એક્ટર્સ select થતા હોય છે.
તેમાં ઓછી અથવા વધુ height અને weight હોય તો એક્ટર selection શક્ય નથી. ઘણી વાર ખુબ જ નાના different થી પણ એક્ટર reject થઇ શકે છે, ખાસ કરીને લીડ એક્ટર્સ, કારણ કે લીડ એક્ટર્સના selection માં નાનામાં નાના points પણ જોવામાં આવતા હોય છે.
તે સિવાય ફિલ્મમાં લીડ એક્ટર્સના ફ્રેન્ડસ મોટાભાગે normal look અથવા લીડ એક્ટર કરતા થોડા ઓછો look ધરાવતા હોય તેવા જ select કરવામાં આવે છે. જેથી લીડ એક્ટર્સ પોતે વધુ highlight થઇ શકે. આમ એક્ટરનો look પણ ફિલ્મ selection માં ખુબ મોટો ભાગ ભજવે છે.
06. Professionalism
Professionalism એક એવો point છે જે ક્યાંય શીખાડવામાં નથી આવતો, જેમ કે… એક્ટર તરીકેના દરેક કામ અને responsibility ખુબ સારી રીતે નિભાવવી. કામને first priority આપવી. કામ સાથે પૂરું loyal રહેવું. અન્ય એક્ટર્સ, ટેકનિશિયન્સ અને ક્રૂ-મેમ્બર્સ સાથે co-operate થઇને કામ કરવું.
કોઈપણ situation પ્રમાણે સેટ થઇ જઈને કામ કરવું, વધારાની કોઈ demand ના કરવી, time punctuality સાચવવી. Personal અને professional life અલગ અલગ રાખવી. ફિલ્મ અને કેરિયર માટે જરૂરી દરેક rules regulations ને strictly follow કરવા વગેરે.
એક્ટર તરીકે professional બનવું અને પોતાના દરેક કામ professionalism સાથે કરવા ખુબ જરૂરી છે. દરેક ડિરેક્ટરને professional એક્ટર્સ વધુ પસંદ હોય છે, કારણ કે તેમાં તેમની ઘણી જવાબદારીઓ ઓછી થઇ જાય છે.
07. Hit ફિલ્મોના એક્ટર્સ
જો તમે બ્લોકબસ્ટર, સુપરહિટ અથવા હિટ ફિલ્મોમાં કામ કર્યું હશે, ઉપરાંત જો તેમાં તમારું strong character હશે, તો તમારા select થવાના chance વધારે છે.
ડિરેક્ટર આવા એક્ટર્સને એટલા માટે વધુ select કરતા હોય છે જેથી ફિલ્મનું marketing થોડું easy થઇ જતું હોય છે. ઉપરાંત હિટ ફિલ્મના કારણે તે એક્ટર્સ પબ્લિકમાં જાણીતા હોય છે, જેથી તેમની popularity નો ફાયદો ફિલ્મને મળી શકે છે.
જો તમે એક હિટ ફિલ્મના part હોવ તો તમારી market value આપો આપ વધી જવાની છે, અને media ના ધ્યાનમાં પણ જલ્દી આવી જશો. જેથી હિટ ફિલ્મના એક્ટર્સને ફિલ્મ selection માં સારા chance છે.
ઘણીવાર અમુક એક્ટર્સ એમ સમજતા હોય છે કે તેમને ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમને એક્ટિંગનો ખુબ સારો experience છે, જયારે ડિરેક્ટર્સ એ જુવે છે કે આ ઘણી બધી ફિલ્મોમાંથી હિટ ફિલ્મ કેટલી? અને એક્ટરે ભજવેલા characters માંથી strong characters કેટલા? હકીકતમાં ઘણી બધી ફિલ્મોમાં કામ કરવું તેના કરતા હીટ ફિલ્મમાં કામ કરવું તે real plus point છે.
08. એક્ટર્સનું background
એક્ટર્સની પહેલાની ફિલ્મો, અને તે ફિલ્મોનો box office collection, એક્ટરે નિભાવેલ characters, તેમની હીટ ફિલ્મોની સંખ્યા, સફળ નિષ્ફળ અથવા એવરેજ તરીકેનું તેનું label.
તે ઉપરાંત એક્ટર્સની market value કેટલી છે?, public માં તેમની demand અને popularity કેટલી છે?, તેમની image કેવી છે?, ખુબ ઓછું પણ ક્યારેક ક્યારેક આ બધા points પણ જોવામાં આવે છે. આ points વિષે અનેક એક્ટર્સ પણ જાણતા નથી હોતા.
એક્ટિંગની સાથે સાથે એક્ટર્સનું background જેટલું વધુ strong હોય, ફિલ્મને એટલો જ વધુ ફાયદો થતો હોય છે. માટે ફિલ્મ selection માં એક્ટરનું background પણ ખુબ અસર કરે છે.
09. એક્ટરનો nature
ઉપરની બધી જ qualities હોવા છતાં પણ એક્ટરનો nature કેવો છે? તેના ઉપર selection નો સૌથી વધુ આધાર રાખે છે.
દરેક એક્ટર્સ અલગ અલગ nature ધરાવતા હોય છે, અમુક એક્ટર્સ ડિરેક્ટરની દરેક instructions ને follow કરીને કામ કરતા હોય છે, તો અમુક એક્ટર્સ ડિરેક્ટરને અનેક સલાહ આપતા હોય છે. અમુક એક્ટર્સ એવા હોય છે જેઓ કોઈપણ situation માં set થઈને કામ કરે છે, તો કેટલાક એક્ટર્સ નાની નાની વાતોમાં પણ issue ઉભા કરતા હોય છે.
જો તમે down to earth અને mature હશો તો દરેક વ્યક્તિ તમારી સાથે કામ કરવાનું પસંદ કરશે, પણ જો તેનાથી opposite nature ધરાવતા હશો, તો ગમે તેવા સ્ટાર એક્ટર હોવ તો પણ ખુબ ઓછા લોકો તમારી સાથે કામ કરવાનું પસંદ કરશે.
કહેવાય છે સુપર સ્ટાર રાજેશ ખન્નાની પડતીનું એક કારણ તેનો nature પણ હતો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક એક્ટર્સ પોતાના સ્વભાવના કારણે તેમની કેરિયર પડી ભાંગી છે.
મોટાભાગના ડિરેક્ટર્સ એવા એક્ટર્સ જ પસંદ કરે છે જેઓ દરેક situation માં set થઈને કામ કરે અને કોઈપણ પ્રકારના issue create કર્યા વગર કામ કરે. આમ એક્ટર selection માં એક્ટરનો સ્વભાવ ખુબ જ મોટો ભાગ ભજવે છે.
10. ડિરેક્ટરની પસંદગીના એક્ટર્સ
Mostly દરેક ડિરેક્ટર્સની પોતાની પસંદગીના અમુક એવા એક્ટર્સ હોય છે, જેમની સાથે તેમની ખુબ સારી understanding અને bonding ધરાવતા હોય છે. જેના કારણે દરેક ડિરેક્ટર આવા એક્ટર્સને ફિલ્મમાં select કરવાનું વધુ પસંદ કરતા હોય છે.
Professional life માં ઘણી વાર સાથે કામ કરતા અમુક વ્યક્તિઓ પોતાના thoughts અને vision ને અન્ય કરતા વધુ સારી રીતે સમજી શકે છે, અને તે પ્રમાણે જ કામ કરે છે. આવા વ્યક્તિ સાથે કુદરતી જ એક પ્રકારની tuning બની જતી હોય છે, અને આવા એક્ટર્સ ડિરેક્ટરની પહેલી પસંદગીના એક્ટર્સ બની જતા હોય છે.
ઉપરની 9 qualities સિવાય જો તમે ડિરેક્ટરની પસંદગીના એક્ટર્સ હોવ તો selection માં ઘણા સારા chance રહેલા છે. આખરે એક ડિરેક્ટર ફિલ્મમાં એક્ટર selection જ કરતા હોય છે.
Conclusion
ફિલ્મમાં એક્ટર્સ select કરતી વખતે અનેક points જોવામાં આવે છે. એક્ટર તરીકે જો આ અલગ અલગ 10 qualities અને skills તમારામાં હશે, તો અન્ય એક્ટર્સ કરતા ફિલ્મમા select થવાના તમારા chance સૌથી વધારે છે.
એક્ટર અથવા એક્ટિંગ related કોઈપણ question, query માટે WhatsApp કરો 8758110999, અથવા Email કરો gujarati.filmmaking@gmail.com
Note: This blog content has been copyright by author.